SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ જીવવિચાર રાસ એક અધ્યયન પ૯ પાસે લખાવીને લખ્યા હોય અથવા લખનાર લહિયો અભણ નહિ હોય. ટૂંકમાં કષ્ટપૂર્વક લખાયેલા મહામૂલા પુસ્તકોની સુરક્ષા કરી નષ્ટ થતા અટકાવવા જોઈએ. જેનuતલેખન અને સજાવટ પર એટલું ધ્યાન આપવામાં આવતું હતું કે એકવાર જોવા માત્રથી એની સુઘડતા સુંદરતાના આધારે જ ખબર પડી જાય કે આ જેનuત છે કે અન્ય. પૂર્વાચાર્યોએ જેટલું ધ્યાન લેખન પર આપ્યું તેટલું જ ધ્યાન સંરક્ષણ પર આપ્યું ગ્રંથોને રેશમી અથવા લાલ મોટા કપડામાં લપેટીને ખૂબ મજબૂતીથી બાંધીને લાકડા અથવા કાગળની બનેલ પેટીઓમાં સુરક્ષિત રાખવામાં આવતા હતા. જ્ઞાનને જ સમર્પિત જ્ઞાનપંચમી જેવા તહેવારો પર તે ગ્રંથોનું પ્રતિલેખન - પડિલેખન - પ્રમાર્જન કરવામાં આવતું હતું. (મૃત સાગર - મૃ. ૧૩૦) જ્ઞાન પંચમી - કાર્તિક શુક્લ પંચમી જ્ઞાનપંચમીના નામે ઓળખાય છે. આ તિથિનું મહાભ્ય દરેક શુક્લ પંચમી કરતાં વિશેષ મનાય છે. તેનું કારણ એટલું જ કે વર્ષાઋતુને લીધે પુસ્તક ભંડારોમાં પેસી ગયેલી હવા પુસ્તકોને બાધકર્તા ના થાય. માટે તે પુસ્તકોને તાપ ખવડાવવો જોઈએ જેથી તેમાંનો ભેજ દૂર થતાં પુસ્તક પોતાના રૂપમાં કાયમ રહે. તેમ જ વર્ષાઋતુમાં પુસ્તક ભંડારને બંધબારણે રાખેલા હોઈ ઉઘઈ આદિ લાગવાનો સંભવ હોય તે પણ ધૂળકચરો આદિ દૂર થતાં દૂર થાય. આ મહાન કાર્ય સદાને માટે એકજ વ્યક્તિને કરવું અગવડ ભર્યું જ થાય. માટે કુશળ જેનાચાર્યોએ દરેક વ્યક્તિને જ્ઞાનભક્તિનું રહસ્ય અને તે દ્વારા થતા ફાયદાઓ સમજાવી તે તરફ આકર્ષવા પ્રયત્ન કર્યો. તે દિવસને માટે લોકો પણ પોતાના ગૃહવ્યાપારને છોડી યથાશક્ય આહારાદિકનો નિયમ કરી પૌષધવ્રત સ્વીકારી પુસ્તક રક્ષાના મહાન પુણ્યકાર્યમાં ભાગીદાર થાય છે. વર્ષાને લીધે તેમાં પેસી. ગયેલા ભેજને દૂર કરવા સહુથી સરસ અનુકૂળ અને વહેલામાં વહેલો સમય કાર્તિક માસ જ છે. તેમાં શરદઋતુની પ્રોઢાવસ્થા, સૂર્યના પ્રખર કિરણો તેમ જ વર્ષાઋતુની ભેજવાળી હવાનો અભાવ છે. (શ્રુત વિશેષાંક કલ્યાણ માર્ચ ૨૦૦૬ પૃ. ૧૨ પૃ. ૬૭) સાથે ચાતુર્માસ ચાલુ હોવાથી ગુરૂભગવંતોનું માર્ગદર્શન પણ મળી રહે છે. ઉઘઈ આદિ જીવાત ન થાય એનું ધ્યાન રાખવાથી અહિંસાનું પાલન પણ આપોઆપ થઈ જાય છે. આ રીતે જ્ઞાન પંચમીનું ખૂબ મહત્ત્વ છે. હસ્તપ્રત સંબંધી કેટલાંક પારિભાષિક શબ્દો.(મુ.વિ.ક. માર્ચ ૨૦૦૬ પૃ. ૪ર) ૧ પ્રતિ- હસ્તલિખિત પુસ્તકને પ્રતિ નામથી ઓળખવામાં આવે છે. પ્રતિનો અર્થ પ્રતિકૃતિ, પ્રતિબિંબ કે પ્રતિનિધિ થાય છે, જેને આપણે આદર્શ કે નકલ કહીએ છીએ. એક પુસ્તક પરથી જે બીજું પુસ્તક લખવામાં આવ્યું હોય તે બીજું પુસ્તક મૂળ પુસ્તકને સ્થાને ઉપયોગમાં આવતું હોવાથી તેનું નામ પ્રતિકૃતિ, પ્રતિબિંબ કે પ્રતિનિધિ બરાબર બંધ બેસે છે. ગ્રંથકારે તદ્દન નવું જ પુસ્તક લખ્યું
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy