________________
૬૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત હોય તે પણ પ્રતિની કોટિનું છે; કારણ કે એ ગ્રંથકારના વિચારદેહનું પ્રતિનિધિ છે. પ્રતિ શબ્દ પ્રતિકૃતિ, પ્રતિબિંબ કે પ્રતિનિધિનો ટૂંકો શબ્દ છે. જેમ શુક્લને બદલે શુ. અને દિવસ ને બદલે દિ. લખાય છે તેમ આખા પ્રતિકૃતિ વગેરે શબ્દો લખવાને બદલે પ્રતિ. શબ્દ રૂઢ થઈ ગયો છે. અને તે એક ખાસ જુદા શબ્દ તરીકે ગણાવા લાગ્યો છે. ૨ હાંસિયો-જિબ્બા-હસ્તલિખિત પુસ્તકની બે બાજુએ રખાતા માર્જિનને ‘હાંસિયો’ કહેવામાં આવે છે અને તેની ઉપર નીચેના ભાગમાં રખાતા માર્જિનને ‘જિલ્પા” (સં. નિકૂવા, પ્ર. નિરમા = ગુ. જીભ) તરીકે ઓળખવામાં આવે છે. ૩ હુંડી - પુસ્તકના હાંસિયાની ઉપરના ભાગમાં ગ્રંથનું નામ, પત્રાંક, અધ્યયન, સર્ગ, ઉચ્છવાસ વગેરે લખવામાં આવે છે તેને ઠંડી કહે છે. ૪ બીજક - ગ્રંથોના વિષયાનુક્રમને ‘બીજક' નામથી ઓળખાવામાં આવે છે. ૫ ગ્રંથાૐ - પુસ્તકની અંદર અક્ષર ગણીને ઉલ્લિખિત શ્લોક સંખ્યાને “ગ્રંથારું” કહે છે અને પુસ્તકના અંતમાં આપેલી ગ્રંથની સંપૂર્ણ શ્લોકસંખ્યાને ‘સર્વાગ્રં.” અથવા ‘સર્વગ્રંથાર્ગ' નામથી ઓળખવામાં આવે છે. ૬ નિર્યુતિ તથા ભાષ્ય - જેન મૂળ આગમો ઉપર રચાયેલી ગાથાબદ્ધ ટીકાને ‘નિર્યુક્તિ” કહેવામાં આવે છે. જેના મૂળ આગમ અને નિર્યક્તિ આ બંને ઉપર રચાયેલી વિસ્તૃત ગાથાબદ્ધ વ્યાખ્યાને ‘ભાષ્ય’ અને ‘મહાભાષ્ય” નામથી ઓળખવામાં આવે છે. ૭ વ્યાખ્યા સાહિત્ય - જેન આગમાદિ ગ્રંથો પર જે નાની મોટી સંસ્કૃત વ્યાખ્યાઓ હોય તેને વૃત્તિ, ટીકા, વ્યાખ્યા, ટિપ્પનક, અવચૂરિ, વાર્તિક, અવચૂર્ણ, વિષમપદવ્યાખ્યા, વિષમપદપર્યાય આદિ નામ આપવામાં આવે છે. ૮ સંગ્રહણી જેન મૂળ આગમોની ગાથાબદ્ધ વિષયાનુક્રમણિકાને તેમ જ સાક્ષાત. વિષય વર્ણનાત્મક ગાથાબદ્ધ પ્રકરણને તથા કેટલીક વાર પ્રાકૃત-સંસ્કૃત મિશ્રિતા સંક્ષિપ્ત વ્યાખ્યાને પણ સંગ્રહણી નામ આપવામાં આવે છે.
હસ્તપ્રતોના પ્રકાર : હસ્તપ્રતોના પ્રકાર : મુખ્યત્વે બે પ્રકાર છે. આંતરિક પ્રકાર અને બાહ્ય પ્રકાર. ૧) આંતરિક પ્રકાર – પુસ્તકની લખવાની ઢબ ઉપરથી પડેલા પ્રકારો. પુસ્તકો અનેક રૂપે લખાતા હતા જેમ કે ત્રિપાઠ, ફૂડ, ચિત્ર પુસ્તક વગેરે. અ) ત્રિપાઠ – જે પુસ્તકમાં વચ્ચે મોટા અક્ષરથી મૂળ ગ્રંથ તેની ઉપર અને નીચે તેની ટીકા કે ટબો લખવામાં આવે એમ ત્રણ પટ - વિભાગ માં લખાય તેને ત્રિપાઠ કે ત્રિપાટ કહેવામાં આવે છે. (શ્રુત વિશેષાંક કલ્યાણ માર્ચ ૨૦૦૬ પૃ. ૧૨-૪૧) બ) પંચપાઠ - જે પુસ્તકની વચમાં મોટા અક્ષરથી મૂળ ગ્રંથ અને તેની ઉપર નીચે તથા બે બાજુના હાંસિયામાં એમ પાંચ પટે - વિભાગે લખ્યું હોય તેને પંચપાઠ