________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૬૧ કે પંચપાટ કહેવામાં આવે છે.(શ્રુત વિશેષાંક કલ્યાણ માર્ચ ૨૦૦૬ પૃ. ૧૨-૪૧) ક) મૂડ - જે પુસ્તકમાં કોઈ પણ જાતના વિભાગ સિવાય સળંગ લખવામાં આવ્યું હોય તેને સૂડ કહેવામાં આવે છે. આ સૂડનો શબ્દાર્થ કળી શકાતો નથી, પણ કદાચ સૂત્ર - સૂત્ત અને સૂડ થયું હોય. એટલે એકલાં મૂળ સૂત્રો કે એકલો મૂળ ભાગ જ લખવામાં આવ્યો હોય તેના ઉપરથી આ શબ્દનો પ્રચાર થયો હોય અને તેને બધે લાગુ કરવામાં આવ્યો હોય, અથવા સૂતરના તાંતણાની પેઠે સીધું લખાણ હોવાથી પણ સુડ કહેવાયું હોય (સન્મતિ પ્રકરણ પૃ.૧૧) શૂડ (શુઢ) ઊભી લખાયેલ.(મૃત સાગર - મૃ. ૧૨૭). ડ) ચિત્ર પુસ્તક - એ નામનો આશય મુખ્યત્વે લખાણની ખૂબીથી સ્વયં ઉત્પન્ન થતાં ચિત્રોથી છે. કેટલાક લેખકો પુસ્તક લખતાં અક્ષરોની વચમાં એવી ચીવટથી અને ખૂબીથી ખાલી જગ્યા છોડે છે કે જેથી અનેક જાતની ચિત્ર ચોકડીઓ ચોરસ, ત્રિકોણ, ષટ્ટોણ, વજ, છત્ર, સ્વસ્તિક, અગ્નિશિખા, ૐ, હિં વગેરેની આકૃતિઓ તેમજ લેખકે ધારેલી વ્યક્તિનું નામ, શ્લોક, ગાથા વગેરે આપણે જોઈ વાંચી શકીએ. આવી આકૃતિઓને કે ચિત્રોને મુનિ શ્રી પુણ્યવિજયજીએ ‘રિક્તલિપિચિત્ર' ના નામથી ઓળખવા જણાવેલ છે. આ જ પ્રમાણે કેટલાક લેખકો કાળી શાહીથી સળંગ લખાતા લખાણની વચમાંના અમુક અક્ષરોને એવી ચીવટથી અને ખૂબીથી લાલ શાહી વડે લખે છે કે જેથી તેને જોનાર એ લખાણમાં અનેક પ્રકારની ચિત્રાકૃતિઓ તેમજ બ્લોક વગેરે જોઈ શકે. આ પ્રકારના ચિત્રોને લિપિચિત્ર તરીકે ઓળખવામાં આવે છે. (શ્રુત વિશેષાંક કલ્યાણ માર્ચ ૨૦૦૬ પૃ. ૧૨-૪ર) અમુક પ્રતોમાં મધ્ય અને પાર્શ્વફલ્લિકાઓનું ખૂબ જ કલાત્મક રીતે ચિત્રણ કરાયેલું જોવા મળે છે. કેટલીક વખત આવી પ્રતો સોના - ચાંદીના વરખ અને અભ્રકથી સુશોભિત જોવા મળે છે. આવી પ્રતો ખાસ કરીને વિક્રમ સંવત ૧૫ થી ૧૭ મી સદી દરમ્યાનની જોવા મળે છે. અમુક પ્રતોના પ્રથમ તથા અંતિમ પૃષ્ઠો ઉપર પણ ખૂબ જ સુંદર રંગીન રેખાચિત્રો દોરાયેલાં જોવા મળે છે. જેને ચિત્રપૃષ્ઠિકાના નામથી ઓળખવામાં આવે છે.
સચિત્ર પ્રત - ચિત્રિત પ્રતોની પણ પોતાની અલગ જ વિસ્તૃત કથા છે. પ્રતોમાં મંગલસ્થાનીય એકાદ બેથી માંડીને મોટા પ્રમાણમાં સુવર્ણ શાહી તથા વિવિધ રંગોથી બનાવેલ સામાન્યથી માંડી ખૂબ જ સુંદર સુરેખ ચિત્રો દોરાયેલા મળે છે. આલેખનની ચારે બાજુની ખાલી જગ્યામાં વિવિધ પ્રકારની સુંદર વેલ - લતા - મંજરી તથા અન્ય કલાત્મક ચિત્રો પણ દોરાયેલા જોવા મળે છે. જેના ચિત્રશૈલી, કોટા, મારવાડી, જયપુરી, બુંદી વગેરે અનેક શૈલીઓમાં ચિત્રિત પ્રતો. મળે છે. ઈ) સુવર્ણાક્ષરી - રોપ્યાક્ષરી પુસ્તકો – સોનેરી - રૂપેરી શાહીથી લખેલા પુસ્તકો.