________________
૬૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ફ) પૂલાક્ષરી - સૂક્ષ્માક્ષરી - મોટા અક્ષરે અને ઝીણા અક્ષરે લખેલા પુસ્તકો. ૨) બાહ્ય પ્રકાર - તાડપત્રોની લંબાઈ અને પહોળાઈને આધારે પડેલા પ્રકાર. આચાર્ય હરિભદ્ર પોતાની દશવૈકાલિક ટીકામાં (પત્ર - ૨૫) પ્રાચીનોએ કહ્યું છે. એમ કહી જણાવે છે કે “ગડી રુચ્છવિ મુ9 સંપુર્ભત€T fછવાડી | થે પુત્વથપUIN, પવરવામાં આવે તસ્સાIII” અર્થાત્ પુસ્તકોના પાંચ પ્રકાર છે ગંડી, કચ્છપી, મુષ્ટિ, સંપુટફલક અને છેદપાટી. અ) ગંડી પુસ્તક – જે જાડાઈ અને પહોળાઈમાં સરખું અને લાંબું હોય તેનું નામ ગંડી પુસ્તક મંડી શબ્દનો અર્થ ગંડિકા (કાતળી) થાય છે. એથી જે પુસ્તક ચંડિકા - ગંડી જેવું હોય એને ગંડી પુસ્તક કહેવામાં આવ્યું હોય એમ લાગે છે. અથવા ગ્રંથિ ઉપરથી ગંઠિ થઈને તેનું ભષ્ટરૂપ ગંડી હોય? એ ગ્રંથિનો અર્થ પર્વ - કાતળી કે ગાંઠ થાય છે, એટલે જે પુસ્તક કાતળી જેવું અને જેટલું હોય અથવા જેને બાંધવામાં વિશિષ્ટ ગાંઠનો ઉપયોગ થતો હોય તે ગંડી પુસ્તક હોય એમ જણાય છે. જેન સાધુઓ બધો ભાર જાતે ઉપાડતા હોવાથી જેમાં ઘણું લખ્યું હોય અને પાનાં ઓછા હોય અને જેને ઉપાડતાં પુસ્તકની રક્ષા અને પોતાનો વિહાર અવ્યાહતપણે થતો રહે તેવા પુસ્તકો પ્રવાસમાં પાસે રાખતા નાના તાડપત્રનું પચાસેક પાનાનું પુસ્તક ગંડી પુસ્તકને બરાબર મળતું લાગે છે. (સન્મતિ પ્રકરણ પૃ.૯) બ) કચ્છપી પુસ્તક - જે પુસ્તક છેડાઓમાં પાતળું હોય અને વચ્ચે ઉપસેલા જેવું હોય તેનું નામ કચ્છપી પુસ્તક આની આકૃતિ કચ્છી કાચબીને મળતી આવતી હશે તેથી તેને કચ્છપી કહ્યું હશે. આ જાતના પુસ્તકના પાનાં કદાય ગોળા હોઈ છેડે વધારે પાતળાં હશે. આ જાતનું પુસ્તક જોવામાં આવ્યું નથી.
| (સન્મતિ પ્રકરણ પૃ.૯) ક) મુષ્ટિ પુસ્તક - જે પુસ્તક ચાર આંગળ લાંબું હોય અને ગોળ કે ચોરસ હોય તેને મુષ્ટિ પુસ્તક કહેવામાં આવે છે. સહેલાઈથી મૂઠીમાં રહી શકે એવું હોવાથી એને મુષ્ટિપુસ્તક કહેવામાં આવ્યું હશે. જૂના ભંડારોમાં કેટલાક નાના નાના ગુટકાઓ મળે છે તે આ પુસ્તકની કોટીમાં આવી શકે. હાથનોંધ કે હાથપોથી જે હંમેશા સાથે રાખવામાં આવે છે અને જેમાં હંમેશાની ઉપયોગી ઘણી પરચૂરણ બાબતો લખેલી હોય છે, તે આ પુસ્તકના કોટીમાં આવી શકે. (સન્મતિ પ્રકરણ પૃ.૯) (ડ) સંપુટફલક - જે પુસ્તકની ઉપર અને નીચે બે ફલક-પાટિયાં કે પૂઠાં સંપુટની
પેઠે જોડીને મૂકેલાં હોય છે, તે પુસ્તકને સંપુટફલક કહેવામાં આવે છે. કદાચ આ પુસ્તકની જાત અત્યારના બાંધેલા પુસ્તકના જેવી હોય.
લાકડાની પાટીઓ ઉપર લખેલા પુસ્તકનું નામ “સંપુટફલક’ છે. યંત્ર, ભાંગાઓ, જંબુદ્વીપ, અઢીદ્વીપ, લોકનલિક, સમવસરણ વગેરેના ચિત્રવાળી કાષ્ટપટ્ટીકાઓને સંપુટફલક પુસ્તક તરીકે કહી શકાય. (સન્મતિ પ્રકરણ પૃ.૧૧)