________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૬૩ ઈ છેદપાટી - જે પુસ્તકના પાનાં થોડાં હોઈ ઊંચું થોડુ હોય તે છેદપાટી કે જિવાડી પુસ્તક અથવા જે પુસ્તક લંબાઈમાં ગમે તેવડું લાંબું કે ટૂંકું હોય, પણ. પહોળું ઠીક ઠીક હોવા સાથે જાડાઈમાં પહોળાઈ કરતાં, ઓછું હોય તે “છેદપાટી’ પુસ્તક. અથવા સૃપાટિ - એટલે ચાંચવાળું એથી જે પુસ્તક સૃપાટિ જેવું હોય તેનું નામ સૂપાટિ - છિવાડી પુસ્તક છે. (શ્રુત વિશેષાંક પૃ. ૯)
પ્રાચીન લેખનસામગ્રીની ઉપરોક્ત નોંધ જે ઉલ્લોખેને આધારે લેવામાં આવી છે. એ બધા વિક્રમની સાતમી સદી પહેલાનાં છે. ગ્રંથલેખનના આરંભમાં આ જાતની કેટલીયે વિશિષ્ટ લેખન સામગ્રી હશે જે હાલ નથી.
ઉપરોક્ત પાંચ પ્રકારો સિવાય વર્તમાનમાં અન્ય પ્રકારો પણ મળે છે. ૧) ગોલ - ફરમાન ની જેમ ગોળ કુંડળી પ્રકારથી કાગળ અને કાપડ પર લખાયેલા ગ્રંથો પણ મળે છે. ૨૦ મીટર જેટલી લંબાઈ હોવા છતાં તેની પહોળાઈ સામાન્ય સરેરાશ જ હોય છે. જેન વિજ્ઞપ્તિ પત્ર, મહાભારત, શ્રીમદ્ ભાગવત, જન્મપત્રિકા વગેરે કુંડલી આકારમાં મળતા રહે છે. ૨) ગડી - અનેક પ્રકારે ગડી કરાયેલા લાંબા-પહોળા વસ્ત્ર કે કાગળના પટ્ટા પણ મળે છે. સામાન્ય રીતે આમા યંત્ર, કોષ્ટક, આરાધના પટ્ટ, અઢી દ્વીપ વગેરે આલેખાયેલ મળે છે. ૩) ગુટકા - સામાન્યરીતે હસ્તપતોના પાનાં ખુલ્લાં જ હોય છે પરંતુ કેટલીક વાર પાનાની મધ્યમાં સિલાઈ કરીને અથવા બાંધીને પુસ્તકાકારે બે ભાગોમાં વિભાજિતા કરી દેવામાં આવે છે. આવા પાનાવાળી પ્રતોને ગુટકા તરીકે ઓળખાય છે.
આ સિવાય તામ્રપત્ર અને શિલા પટ્ટ વગેરે પણ ગ્રંથો લખાયેલ મળે છે. પૂના કાત્રજના દેરાસરમાં ભીંત પર આગમગ્રંથો લખેલા છે. પાલીતાણા જંબુદ્વીપના દેરાસરમાં પણ ભીંત પર આગમ લખેલા છે. આગમમંદિર પણ છે. દેવલાલીમાં પણ દિગંબર દેરાસરમાં ભીંત પર આગમ લખેલ છે જેને શિલા લેખનમાં ગણી શકાય. આ રીતે હસ્ત લેખનના વિવિધ પ્રકારો રહેલા છે.
હસ્તલિખિત ગ્રંથોનો મહિમા - હસ્તલેખનનો મહિમા માઈક્રોફિલ્મ, ડિજિટલ કોપી કે કંપ્યુટરાઈઝના આધુનિક કાળમાં હસ્તલિખિત ગ્રંથ આઉટ ઓફ ડેટ ગણવામાં આવે છે. પરંતુ માઈક્રોદૃષ્ટિથી વિચારશું તો તેની ઉપયોગિતા સમજાઈ જશે. માઈક્રોદષ્ટિના કેટલાક મુદ્દા આ પ્રમાણે છે. ૧) માઈક્રો ફિલ્મ કે સી.ડી. નો ઉપયોગ - અગ્નિકાય જીવોના રક્ષક સાધુ ભગવંતો જે આપણા ઘરે ગોચરી વહોરવા આવે ને આપણે લાઈટ કરીએ તો ગોચરી લીધા વગર પાછા વળી જાય તેઓ તેનો ઉપયોગ કેવી રીતે કરી શકે? ૨) આજના સાધનોમાં એટલો ઝડપભેર ફેરફાર થઈ રહ્યો છે કે ૨૦ વર્ષ પહેલા. વપરાતા કેટલાય સાધનો ટેપરેકોર્ડ વગેરેના રિપેરિંગ કરનારા કોઈ માણસ આજે