________________
૬૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત મળતા નથી. એ જ રીતે પચીશ - પચાશ વર્ષ પછી સી.ડી. કે માઈક્રોફિલ્મ પણ આઉટ ઓફ ડેટ થવા માટે તો આપણે નવાં નવાં કેટલા સાધનો પાછળ દોડવાનું. ૩) વળી ક્યારેક લાઈટ ન હોય તો ગ્રંથનું સંશોધન કરવા સી.ડી તો કામ નહિ લાગે ત્યારે શું કરવું? ૪) છાપેલું પુસ્તક ઝડપથી તૈયાર થાય પણ કાગળમાં કેમિકલ, શાહી પણ કેમિકલ (રાસાયણિક) હોવાથી વધારેમાં વધારે ૧૦૦ વર્ષમાં પુસ્તક ખલાસ થઈ જાય. પરંતુ તાડપત્ર પર લખાયેલ પુસ્તકનું આયુષ્ય હજારો વર્ષથી પણ વધુ છે. ઈ. સ. ની બીજી સદીના મનાયેલા તાડપત્રોના અને ચોથી સદીના મનાયેલા ભોજપત્રના લિખિત પાનાં આજે પણ ઉપલબ્ધ છે. પાંદડા સૌથી વધારે ટકાઉ અને સસ્તાં હતાં. ઈ. સ. પાંચમાં સૈકાના કાગળના પુસ્તકો (હસ્તપ્રતો) આજે પણ મળે છે. ક્યા કાગળ ઉત્તમ છે એનું વર્ણન આગળ આવી ગયું છે. ૫) છાપેલ પુસ્તકો એકને બદલે અનેક મળતાં હોવાથી એને સાચવવાની જોઈએ એવી દરકાર રહેતી નથી. ખોવાઈ જશે તો બીજું મંગાવી લેવાશે એ ભાવનાને કારણે જેમતેમ રખડતું પણ મુકાઈ જાય છે. હાથે લખેલ પુસ્તકની બીજી નકલ મળવાની ના હોવાથી સાચવવા માટેની ખૂબ જ કાળજી રહે છે. ૬) છાપેલ પુસ્તકમાં થયેલી એક ભૂલ પાંચસો, હજાર કે જેટલી નકલ છાપી હોય તેટલા બધામાં રહે છે. જ્યારે હસ્તલિખિત દશ-વિસ પ્રત એકઠી કરી હોય તેમાં ભૂલ હોય તો જુદી જુદી હોય એથી સાચો પાઠ તારવી શકાય. (મેં મારા પાઠાંતર વિષયકના પ્રકરણમાં બે હસ્તપ્રતોનું પાઠાંતર કર્યું તેમાં ૧૪૪ ગાથામાં ફેરફાર હતા. તેમાંથી કેટલાક અર્થ પણ સ્પષ્ટ થયા. વિસ્તારભયના કારણે એ પ્રકરણ અહીં નથી મૂક્યું.) ૭) અંતમાં આ બધા કરતાંય ચડિયાતું કારણ એ છે કે ભગવાન મહાવીર પરમાત્મા તો સર્વજ્ઞ હતા. એમના જ્ઞાનમાં આજનું કંપ્યુટર ન હતું? છતાં એમણે એ રસ્તો કેમ બતાડી ન રાખ્યોબસ સર્વજ્ઞ જે ન દર્શાવે તે હિતકારી ક્યાંથી હોય ?
(શ્રુત વિશેષાંક કલ્યાણ પૃ. ૧-૪૧) આ બધી બાબતોથી સિદ્ધ થાય છે કે હસ્તલિખિત ગ્રંથ જ શ્રુતરક્ષા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે.
અત્યારના સંજોગોમાં છાપેલ કરતાં લખેલ સાહિત્ય ચાલીસ પચાસ ગણી કિંમતે તૈયાર થઈ શકે છે. કદાચ ૧૦૦ ગણી કિંમત આપવી પડે, તો પણ લખાવવાનું કામ ચાલું રાખવું જોઈએ. છપાયેલું પુસ્તક રૂપું કહેવાતું હોય તો લખાયેલ પુસ્તક સોનું મોતી અથવા હીરા છે.” (શ્રુત વિશેષાંક કલ્યાણ પૃ. ૧૨-૪૧) શક્તિસંપન્ન શ્રાવકોએ હસ્તલિખિત આગમો તૈયાર કરીને સાચવવા જોઈએ.
પૂર્વાચાર્યો આ બાબત સારી રીતે જાણતા હતા તેથી પુસ્તક કે હસ્તપ્રતા