________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૬૫
લખવા/લખાવવાની પ્રેરણા કરતા હતા જેને કારણે જૈન સાહિત્ય સર્વાધિક હતું. શ્રી દેવર્દ્રિગણિ ક્ષમાશ્રમણે ૧ કરોડ ગ્રંથનું લેખન કરાવ્યું હતું તેમાં પૂજય હરિભદ્રસૂરીશ્વરજીએ ૧૪૪૪ પ્રાયશ્ચિત રૂપે સ્વહસ્તે લખેલા ગ્રંથો ઉમેર્યા બીજા અનેકોના પણ ગ્રંથો ઉમેરાઈને જૈન સાહિત્ય સમૃદ્ધ બનતું ચાલ્યું. પણ મુસ્લિમ બાદશાહોના સમયમાં ૬/૬ મહિના સુધી સૈન્યના રસોડામાં ઇંધણ તરીકે ધર્મગ્રંથો બાળવામાં આવ્યા જેને કારણે માંડ અંદાજિત ૧૫ હજાર ગ્રંથો બચ્યા. (સન્મતિ પ્રકરણ પૃ. ૧૧) જે બચ્યા એના આધારે પણ સાહિત્ય સર્જનની પ્રક્રિયા ચાલુ જ રહી છ જેને કારણે જૈન સાહિત્ય આજે પણ વિશાળ શ્રેણીમાં મળે છે.
અન્ય ક્ષેત્રમાં પહોંચેલું જૈન સાહિત્ય
છે.
૧) અમેરિકા - અમેરીકાની યુનિવર્સિટીની એક લાયબ્રેરીમાં ૧ લાખ જૈન હસ્તલિખિત ગ્રંથો છે એવું જાણવા મળ્યું છે. જો કે એની ગુપ્તતા એટલી બધી રાખવામાં આવે છે કે મોટા ભાગના કોઇને આની ગંધ પણ આવવા ન પામે એવી સાવચેતી રખાય (શ્રુત સાગર પૃ. ૧૨૭) ૨) જર્મન - જર્મનની યુનિવર્સિટીમાં ૩૬૦૦ જૈન હસ્તલિખિત ગ્રંથો છે. (શ્રુત વિશેષાંક કલ્યાણ પૃ. ૧૨૯) ૩) લંડન બ્રિટીશ રાજ દરમ્યાન ખંભાતથી એક આખી માલગાડી ભરીને હસ્તલિખિત ગ્રંથો અંગ્રેજોએ પરદેશ મોકલાવી દીધા.
(શ્રુત વિશેષાંક કલ્યાણ પૃ. ૧૨૯)
બીજા ક્ષેત્રોમાં પણ ગ્રંથો હોઈ શકે .
બધી હસ્તપ્રતો કે ગ્રંથોને - લૂંટ, ધરતીકંપ જેવા કુદરતી કોપ, કે માનવ સર્જિત બોંબધડાકા જેવા કોપથી બચાવવા માટે બધી પ્રતો એક જ જગ્યાએ ન રાખતા અલગ અલગ જગ્યાએ રાખવી જોઈએ. જો એક જગ્યા નષ્ટ પામે તો બીજી જગ્યાએ રહેલી હસ્તપ્રતો ઉગરી જાય માટે એક જ જગ્યાએ બધી હસ્તપ્રતો ન રાખતા અલગ અલગ જગ્યાએ રખાય તે હિતાવહ છે. “પૂર્વકાળમાં ને હજુ થોડાં વર્ષો પૂર્વે પ્રાયશ્ચિતમાં રવાધ્યાયની જેમ શ્લોક લખવાનું કાર્ય પણ અપાતું. સુરતના એક જ્ઞાન ભંડારમાંથી શ્રી દશવૈકાલિક સૂત્રની એક પ્રત મળી છે તેની પ્રશસ્તિમાં લખ્યું છે કે, આ સાધ્વી મહારાજે પ્રાયશ્ચિતમાં ૧૦૦ દશવૈકાલિક લખેલ છે. તેમાંનું આ ૯મું દશવૈકાલિક છે.’’ (શ્રુત વિશેષાંક કલ્યાણ પૃ. ૩) પ્રાયઃ દરેક સાધુ - સાધ્વી ચાતુર્માસિક કે સાંવત્સરિક આલોચનામાં આવાં પ્રાયશ્ચિત લે તો હસ્તપ્રતોમાં સમૃદ્ધિ તો થાય પણ લખવાને કારણે ચિત્ત એકાગ્ર કરવું પડે છે તેથી સ્વાધ્યાય પણ સરસ થઈ જાય.
“હજી દશલાખ હસ્તલિખિત પ્રતો એવી છે જેની બીજી પ્રત લખાઈ નથી