________________
૬૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત જો તેની સારસંભાળ નહીં લેવાય તો તેનો નાશ થવાનો.”
| (શ્રત વિશેષાંક કલ્યાણ પૃ. ૩૧) આને માટે સાધુ - સાધ્વી - શ્રાવક - શ્રાવિકાઓ એક એક હસ્તપ્રત લખવા કે લખાવવાનો સંક્લપ કરે તો શ્રુતરક્ષાનું કાર્ય સરળ બની જાય. જેન સાહિત્યની સમૃદ્ધ પરંપરા ફરીથી મહોરી ઉઠે.
જ્ઞાનભંડારોની પરંપરા આ પંચમકાળમાં કાળના પ્રભાવે, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમના (યાદશક્તિ ક્ષીણ થવી) પ્રભાવે જૈન શાસ્ત્રનું જ્ઞાન લુપ્ત થવાને આરે હતું ત્યારે પૂજય દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણની અધ્યક્ષતામાં આગમ જ્ઞાનને લેખિત રૂપ અપાયું. પણ એ સાથે જ આ પુસ્તકોને સાચવવાની સમસ્યા ઊભી થઈ કારણ કે જેન સાધુઓ અપરિગ્રહ વ્રતને વરેલા હોવાથી અન્ય વસ્તુઓની જેમ સાથે પુસ્તકો પણ ન રાખી શકે. તેથી પુસ્તકોની જાળવણીનું કાર્ય જૈન ધર્મસંઘે ઉપાડી લીધું જેને પરિણામે જેન જ્ઞાન ભંડારો ઊભા થયા.
લિખિત પરંપરા શરૂ થતા વિદ્યા પ્રવૃત્તિએ વેગ પકડ્યો. વળી પુસ્તકો લખાવીને સાધુ - સાધ્વીઓને અર્પણ કરવા તે શ્રાવકો માટેના સાત ક્ષેત્રોમાંનું એક ગણાયું હોવાથી લેખન પ્રવૃત્તિમાં વૃદ્ધિ થતી ચાલી. વિવિધ વિષયો પર પુસ્તકો લખાવા માંડયા અને તેમના સંગ્રહ માટે જ્ઞાનભંડારોની સંખ્યા પણ વધવા લાગી. શ્વેતાંબર પંથમાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠેર ઠેર ભંડારો છે. જેમાંના મુખ્યત્વે જેસલમેર, પાટણ, ખંભાત, લીંબડી વગેરે ૧૧ મી થી ૧૫ મી સદી સુધીની તાડપત્રીય હસ્તપ્રતો માટે જાણીતા છે. બીજા નાના જ્ઞાનભંડારોમાં ૧૫ થી ૧૭ મી સુધીની કાગળની હસ્તપ્રતો સચવાયેલી છે. દિગંબરનો મુખ્ય જ્ઞાન ભંડાર દક્ષિણ ભારતમાં “અડબિદ્રી' કે “મુડબદ્રી' માં છે.
જેન જ્ઞાન ભંડારોની વિશેષતા એ છે કે તેમાં માત્ર જેન જ નહિ પણ અન્ય ભારતીય - દર્શન - ધર્મ - સંપ્રદાયના, ઉપરાંત અન્ય વિષયો પરના ગ્રંથો પણ સંદર્ભ અને તુલનાત્મક અભ્યાસ માટે રાખવામાં આવતા. જે જેન ધર્મની ઉદારતા, વિશાળતા અને નિખાલસતાને પૂરવાર કરે છે.
‘ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ’ પૃ. ૨ માં લખ્યું છે કે -
પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યમાં ધર્મ એ પ્રાભાવિક પ્રેરક બળ હતું કેમ કે જીવનના અનેક અંગો ધર્મરંગે રંગાયેલા હતા. એમાં વ્યાપક અર્થમાં ધર્મજીવન ઉપરાંત આર્યધર્મના વિવિધ સંપ્રદાયોનો સમાવેશ થાય છે. પહેલાં જેન ધર્મ લઈએ કેમ કે નરસિંહ પૂર્વેનું ઉપલબ્ધ સાહિત્ય પ્રાયઃ જૈન સાહિત્ય છે. એનું કારણ એ નથી કે જેનેતર સાહિત્ય રચાયું જ નહિ હોય, એમ હોવું શક્ય કે સંભવિત નથી પણ જેન જ્ઞાનભંડારોની સામાજિક સંગોપન પદ્ધતિને કારણે જેન સાહિત્ય વ્યવસ્થિત