________________
૬૭
જીવવિચાર રાસ એક અધ્યયન રીતે સચવાયું એટલો જ એનો અર્થ છે. જેનેતર કૃત જે થોડું સાહિત્ય મળે છે તે પણ જેન ભંડારોમાં સચવાયું છે તે હકીકત આ વિધાનનું પ્રમાણ છે.”
| (જેન સાહિત્યનો ઈતિહાસ પૃ. ૨) જેન ભંડારોમાં જીવની માફક સાહિત્ય કૃતિઓનું જતન થયું એથી જેનકૃતિઓ સચવાઈ રહી.”
(જેન સાહિત્યનો ઈતિહાસ પૃ. ૨૪૬) ‘સાહિત્ય ભંડાર ખોલો તો સાહિત્યસેવાનું મૂલ અંકાય, શૈવ, વૈષ્ણવ સાહિત્ય સૂકાયું હતું ત્યારે ગુજરાતી સાહિત્યનો ઓઘ જેનોએ વહેતો રાખ્યો હતો. જેનોએ રાસાઓમાં ગાયેલા ઢાલ, રાગિણી, લોલણી વિ. દેશજ ઢાલો પ્રેમાનંદે એ દેશજ ઢાલોમાં મહાકાવ્યો રચ્યા. જેનોના રાસાઓએ સ્ત્રી ચાતુરી વિ. ની કથાઓ આપી સામળભટ્ટે એવી કથાઓના. મહાગ્રંથો રચ્યા. ગુજરાતના બે મહાકવિઓના એ જેન ઋણ. સરસ્વતીના બંધ છોડો, ભંડારો ખોલી ઘો બની શકે તો સકલ ભંડારોને એકત્ર કરી એક મહાજ્ઞાન ભંડાર સ્થાપો. (જેન સાહિત્ય પરિષદના પ્રમુખપદેથી કવિ નાનાલાલ દલપતરામ સૂરત ૧૯૮૦) આ ત્રણે અવતરણથી જેન જ્ઞાનભંડારનો મહિમા પ્રગટ થાય છે.
પ્રાચીન જ્ઞાનભંડારો ગુજરાતમાં - પાટણ, પાલનપુર, રાધનપુર, અમદાવાદ, ખેડા,ખંભાત, છાણી,
વડોદરા, પાદરા, દરાપરા, ડભોઈ, સિનોર, ભરૂચ, સુરત વગેરે. મહારાષ્ટ્રમાં - મુંબઈ, પૂના વગેરે. કાઠિયાવાડમા - ભાવનગર, ઘોઘા, પાલીતાણા, લીંબડી, વઢવાણ કેમ્પ, જામનગર,
માંગરોળ વગેરે. કચ્છમાં - કોડાય. મારવાડમાં - બીકાનેર, જેસલમેર, બાડમેર, નાગોર પાલી, જાલોર, મુંડારા, આહોર
વગેરે. મેવાડમાં – ઉદેપુર. માળવામાં - રતલામ. પંજાબમાં ગુજરાનવાલા, હોશિયારપુર વગેરે. યુ.પી. પ્રાંતમાં - આગ્રા, શિવપુરી, કાશી વગેરે આગ્રામાં - વિજયલક્ષ્મી સૂરીના જ્ઞાન મંદિરમાં ૮૦૦૦ જેટલી હસ્તલિખિત પ્રતો
અને ૨૨૦૦૦ પુસ્તકો હતા. બંગાળમાં - બાલુચર, કલકત્તા વગેરે
અહીં જ્ઞાનભંડારોનાં સ્થાનોની જે આ યાદી આપવામાં આવી છે તે બધાં