________________
१८
શ્રાવક કવિ ઋષભદાસ કૃત સ્થળોના ભંડારો અત્યંત મહત્ત્વના, તેમજ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોના સ્વામીત્વ હેઠળ હતા. એટલું જ નહિ આ યાદી પૈકી કેટલાંક ગામ શહેરોમાં બે, ચાર, પાંચ અને દશ કરતાં પણ વધારે અને વિશાળ જ્ઞાન સંગ્રહો હતા. આ જ આપણી પોતાની સાચી મૂડી છે. (સર્વતીર્થ સંગ્રહ)
અર્વાચીન જ્ઞાનભંડારો
૧) કોબાનું કૈલાસસાગર સૂરિ જ્ઞાન મંદિર
અહીં ચાર વિભાગ છે. ૧) દેવર્દ્રિગણિ ક્ષમાશ્રમણ હસ્તપ્રત ભંડાર ૨) આર્ય સુધર્મા સ્વામી શ્રુતાગાર ૩) આર્ય રક્ષિતસૂરિ શોધ સાગર ૪) સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય
૧) દેવર્દ્રિગણિ ક્ષમા શ્રમણ હસ્તપ્રત ભંડારમા ૨,૫૦,૦૦૦ થી વધુ આગમાદિ વિવિધ વિષયોની હસ્તપ્રતો સંગ્રહાયેલી છે. શાસ્ત્રોક્ત વિધિથી સચવાયેલી છે. ૩૦૦૦ જેટલી તાડપત્રીય હસ્તપ્રતો સંગ્રહાયેલી છે. વર્તમાને સંસ્થા દ્વારા એક વિશિષ્ટ પ્રકારનો પ્રોગ્રામ તૈયાર કરાઈ રહ્યો છે એમાં હસ્તલિખિત પ્રતોને સ્કેન કરીને એ મેટરને ટેકસ્ટના રૂપમાં પ્રાપ્ત કરી શકાશે. જેને ઓ. સી. આર. નામના પ્રોગ્રામથી ઓળખવામાં આવશે. કાળદોષથી લુપ્ત થઈ રહેલા જૈન સાહિત્યને સાચવવાનો અને સંશોધનનો પ્રયત્ન થઈ રહ્યો છે.
૨) આર્ય સુધર્મા સ્વામી શ્રુતાગારમાં સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી, રાજસ્થાની, ઢુંઢારી, બંગાલી, મરાઠી, ઉડિયા, મૈથિલી, પંજાબી, તમિલ, તેલુગુ, મલ્યાલમ આદિ ભારતીય ભાષાઓનો તથા અંગ્રેજી, ફ્રેંચ, જર્મન, અરબી, તિબેટી, ભૂતાની આદિ વિદેશી ભાષાઓના ૧,૪૦,૦૦૦ થી અધિક પુસ્તકો ૨૭ વિભાગ માં રાખવામાં આવ્યા છે. તેથી આ જ્ઞાનતીર્થ જૈન તેમજ ભારતીય વિદ્યાના વિશ્વમાં અગ્રણી કેન્દ્ર બની ગયું છે.
૩) આર્ય રક્ષિતસૂરિ શોધ સાગરમાં સંશોધન કરનારાઓ માટે અદ્યતન કંપ્યુટરાઈઝ વિભાગ જેમાં પુસ્તક સંબંધી વિગત તરત પ્રાપ્ત થાય છે તેમજ જરૂરિયાતવાળા પાના કે પ્રત ઝેરોક્ષ કરીને પણ અપાય છે.
૪) સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયમાં વિવિધ પ્રતો - લિપિચિત્રો, મૂર્તિ શિલ્પ આદિનો સંગ્રહ છે.
આમ આ એક અદ્યતન જ્ઞાન ભંડાર છે. એકપણ દિવસની રજા વિના આ જ્ઞાનતીર્થના દ્વાર બારેમાસ જિજ્ઞાસુઓ માટે ખુલ્લાં રહે છે. ૨) શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ એલ.ડી. ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડોલોજી (કસ્તૂરબાઈ લાલભાઈએ પૂ. પુણ્યવિજયજી મ. પ્રેરણાથી ૧૯૫૬ માં સ્થપાયું)
આ સંસ્થાના મુખ્ય ચાર ઉદ્દેશો છે.