________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૬૯ ૧) પ્રાચીન હસ્તપ્રતોને સંગ્રહવી અને સાચવવી ૨) ભારતીય વિદ્યા અને સંસ્કૃતિના અભ્યાસ માટે સંશોધકોને સુવિધા આપવી ૩) અત્યાર સુધી અપ્રકાશિત રહેલી મહત્ત્વની હસ્તપ્રતોની સંશોધિત આવૃત્તિઓ તૈયાર કરાવી પ્રકાશિત કરવી. ૪) સંશોધકોના સંશોધનો અને અભ્યાસ લેખો પ્રકાશિત કરવા. વિવિધ વિષયો અને ભાષાની ૭૫ હજાર પ્રાચીન હસ્તપ્રતો અહીં છે. વિવિધ પ્રતિમાઓ કલાકૃતિઓ છે. ૪૦ હજાર મુદ્રિત ગ્રંથો પૈકી કેટલાક તો દુર્લભ છે. કુલ ૪૨ વિદ્વાનોએ આ સંસ્થા દ્વારા પી.એચ.ડી. ની ઉપાધિ પ્રાપ્ત કરી છે. લા. દ. ગ્રંથમાળામાં ૧૩૬ ગ્રંથો પ્રકાશિત થયા છે. સંશોધન માસિક રૂપે, વાર્ષિક રૂપે નિયમિત પ્રગટ થાય છે. આબધી માહિતી શ્રુ. વિ. ૨૦૦૬ ના આધારે લખી છે.
આમ હસ્તપ્રત લેખન કળા એની સુરક્ષાના ઉપાયો અને જ્ઞાનભંડારોને કારણે જેન સાહિત્ય ગૌરવશાળી સ્થાન પ્રાપ્ત કર્યું છે.