________________
૨૯૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત હોતા નથી તેથી દશવિધ પ્રાણ એ જીવનું લક્ષણ છે.
'જીવતિ રવિયાન પ્રાન થાયતીતિ ની જે દશવિધ પ્રાણોને ધારણ કરે તે જીવ.
જેના સંયોગથી આ જીવને જીવનાવસ્થા પ્રાપ્ત થાય અને જેના વિયોગથી આ જીવને મરણાવસ્થા પ્રાપ્ત થાય તે પ્રાણ સમજવા.
તાત્પર્ય કે પ્રાણ એ જીવનશક્તિ છે. તેના વિના કોઈ જીવ જીવંત રહી શકતો
નથી.
પ્રાણ દશ પ્રકારના છે. ૧) સ્પર્શનેન્દ્રિય બળ પ્રાણ - જેનાથી જીવને આઠ પ્રકારના સ્પર્શનો બોધ કરવાનું સામર્થ્ય મળે તે. ૨) રસનેન્દ્રિય બળ પ્રાણ - જેનાથી જીવને પાંચ પ્રકારના રસનો બોધ કરવાનું સામર્થ્ય મળે છે. ૩) ધ્રાણેન્દ્રિય બળ પ્રાણ - જેનાથી જીવને સુગંધ ને દુર્ગધનો બોધ કરવાનું સામર્થ્ય મળે તે. ૪) ચક્ષુઈન્દ્રિય બળ પ્રાણ - જેનાથી જીવને પાંચ વર્ણનો બોધ કરવાનું સામર્થ્ય મળે
૫) શ્રોત્રેન્દ્રિય બળ પ્રાણ - જેનાથી જીવને ત્રણ પ્રકારના શબ્દનો (સચિત, અચિત, મિશ્ર) બોધ કરવાનું સામર્થ્ય મળે (જીવ શબ્દ, અજીવ શબ્દ, મિશ્ર શબ્દ) તે. ૬) મનોબળ પ્રાણ - જેના વડે જીવને કોઈ પણ વસ્તુ સંબંધી મનન - ચિંતન કરવાનું સામર્થ્ય મળે છે. ૭) વચનબળ પ્રાણ - જેના વડે જીવને કોઈ પણ પ્રકારની ભાષા બોલવાનું સામર્થ્ય મળે તે. ૮) કાચબળ પ્રાણ - જેના વડે જીવને કાયાને લગતી વિવિધ પ્રવૃત્તિઓનો બોધ કરવાનું સામર્થ્ય મળે તે. ૯) શ્વાસોચ્છવાસ બળ પ્રાણ - જેના વડે જીવને શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલો લેવાનું સામર્થ્ય મળે છે. ૧૦) આયુષ્ય બળ પ્રાણ - જેના વડે જીવને નિયત શરીરમાં અમુક સમય સુધી ટકવાનું છે એ સામર્થ્ય મળે તે.
આયુષ્ય બે પ્રકારનું છે (૧) દ્રવ્યાયુષ્ય અને (૨) કાલાયુષ્ય. તેમાં આયુષ્ય કર્મનાં જે પુદ્ગલો તે દ્રવ્યાયુષ્ય કહેવાય છે અને તે પુદ્ગલો વડે જીવ જેટલા કાળા સુધી અમુક ભવમાં ટકી શકે તે કાલાયુષ્ય કહેવાય છે.
જીવન જીવવામાં આયુષ્ય કર્મના પુદ્ગલો એ જ મુખ્ય કારણ છે. જયારે એ પુદ્ગલો સમાપ્ત થાય ત્યારે આહાર - ઓષધિ કોઈપણ પ્રયત્નોથી પણ જીવ જીવી.