________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૯૩
૧) પ્ર ઉપસર્ગ અને ગળુ જીવવું એ ધાતુ પરથી પ્રાણ શબ્દ બનેલો છે. પ્રતિ - નીતિ અને પ્રાણી જેના વડે જીવાય તે પ્રાણ. પ્રાણ જીવનું બાહ્ય લક્ષણ છે. કોઈ પણ જીવ, જંતુ કે પ્રાણી “જીવે છે એવી પ્રતીતિ પ્રાણ વડે જ થાય છે. ટૂંકમાં જે જીવ, જંતુમાં પ્રાણ વિદ્યમાન હોય તેને આપણે જીવંત કહીએ છીએ અને જેનામાં પ્રાણ વિદ્યમાન ન હોય, તેનું મૃત્યુ, મરણ કે અવસાન થયેલું માનીએ છીએ.
શાસ્ત્રોમાં નીતિ - DISIન શરતીતિ ની જે જીવે છે અર્થાત્ પ્રાણોને ધારણ કરે છે તે જીવ. આવી વ્યાખ્યા જોવામાં આવે છે. તેનો ભાવાર્થ એ છે કે પ્રાણ ધારણ એ જ જીવન છે. ૨) નિક્તિ અર્થ - (જેનેન્દ્ર સિદ્ધાન્ત કોશ ભાગ – ૩ (હિન્દી) - મૃ. ૧૫૩) અ) પ્રાણ-જે રીતે બાહ્ય પ્રાણથી જીવ જીવે છે એમ જે આત્યંતર પ્રાણો દ્વારા જીવ જીવે છે તે પ્રાણ કહેવાય છે. બ) જેના દ્વારા જીવ જીવે છે અને પ્રાણ કહે છે. ક) જેના દ્વારા આ જીવ જીવિતવ્યરૂપ વ્યવહારને યોગ્ય છે અને પ્રાણ કહે છે. ૩) જીવમાં જીવિતવ્યના લક્ષણને પ્રાણ કહે છે. એ બે પ્રકારના છે. નિશ્ચય અને વ્યવહાર
જીવની ચેતન્યશક્તિ એનો નિશ્ચય પ્રાણ છે.
પાંચ ઈન્દ્રિય, મન, વચન, કાય, આયુષ્ય તેમ જ શ્વાસોચ્છવાસ એ દશ વ્યવહાર પ્રાણ છે. ૪) નિશ્ચય અથવા ભાવ પ્રાણ અ) નિશ્ચયથી આત્માના જ્ઞાન-દર્શન ઉપયોગરૂપ ચેતન્ય પ્રાણ છે. પૂર્વાચાર્યોએ સમ્યગદર્શન, જ્ઞાન તેમ જ ચારિત્રને પ્રાણ કહ્યા છે. બ) પ્રાણ ઈન્દ્રિય, બલ, આયુ તથા ઉગ્લાસરૂપ છે. એમાં ચિત્ સામાન્યરૂપ અન્વયવાળા ભાવ પ્રાણ છે. ક) આત્માની જે શક્તિના નિમિત્તથી ઈન્દ્રિયાદિ પોતાના કાર્યમાં પ્રવર્તે તેને ભાવ પ્રાણ કહે છે.
(ભગવદ્ ગોમંડળ - લે. ભગવતસિંહજી – પૃ. ૬૦૦૪) ૫) વ્યવહાર અથવા દ્રવ્ય પ્રાણા અ) પુદ્ગલ સામાન્યરૂપ અન્વયવાળા દ્રવ્ય પ્રાણ છે. બ) પુદ્ગલ દ્રવ્યથી નિપજેલા જે દ્રવ્ય ઈન્દ્રિયાદિક એના પ્રવર્તનરૂપ દ્રવ્ય પ્રાણ છે.
જીવને માટે પ્રાણી શબ્દ પ્રસિદ્ધ છે કારણ કે સંસારી અવસ્થામાં તે દશવિધ પ્રાણો પૈકી યથાયોગ્ય પ્રાણોને ધારણ કરનારો હોય છે. દશવિધ પ્રાણ જીવને જ હોય છે. અજીવને