________________
૨૯૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત લેયાનો અધિકાર શા માટે ? જેવી રીતે શરીર વગરનો કોઈ સંસારી જીવ ન હોય એ રીતે લેશ્યા વગરનો કોઈ પણ સયોગી સંસારી જીવ હોતો જ નથી. દરેક સયોગી સંસારી જીવને કોઈને કોઈ લેશ્યા હોય જ છે. એક ભવમાંથી બીજા ભવમાં જતી વખતે પણ જે લેગ્યામાં આયુષ્યનો બંધ થયો હોય એ લેશ્યા લેવા આવી જાય છે. એમાંથી પ્રથમની ત્રણ લેશ્યા અપ્રશસ્ત છે તો પછીની ત્રણ લેશ્યા પ્રશસ્ત છે. આત્માના પરિણામો જેમ પ્રશસ્ત અને અપ્રશસ્ત થાય તે પ્રમાણે લેશ્યા પણ પ્રશસ્ત અને અપ્રશસ્ત થાય છે.
લેશ્યાથી સંસારની વૃદ્ધિ થયા કરે છે. લેશ્યા જુદા જુદા જીવોમાં જુદી જુદી હોય. છે. નારકીમાં અપ્રશસ્ત લેશ્યા જ હોય છે. દેવમાં ભવનપતિ - વાણવ્યંતને અપ્રશસ્ત ને પ્રશસ્ત બંને લેશ્યા હોય છે. જયોતિષી અને વૈમાનિકમાં માત્ર પ્રશસ્ત લેશ્યા જ હોય છે. પણ તેઓ ચોથા ગુણસ્થાનકથી આગળ વધી શકતા નથી. બાદર પૃ.પા. વન. વર્જીને પાંચ સ્થાવર, વિકલેન્દ્રિય, અસંજ્ઞી મનુ, અસંજ્ઞી તિર્યંચમાં એકાંત અપ્રશસ્ત લેશ્યા જ હોય. જુગલિયામાં અપ્રશસ્ત, પ્રશસ્ત લેશ્યા હોય છે. સંજ્ઞી મનુષ્યમાં છ એ છ લેશ્યા હોય. પરંતુ આત્મ વિકાસ થતો જાય અને ઉપર ઉપરના ગુણસ્થાન પ્રાપ્ત થતા જાય એમ પ્રશસ્ત લેશ્યા જ રહે છે એમાંય શુક્લ લેગ્યા પરમ શુક્લ લેશ્યાનું રૂપ લઈ લે એટલે આત્મવિકાસ ચરમસીમાએ પહોંચે છે અને ૧૪ માં ગુણસ્થાને અલેશી. બનીને મોક્ષને પ્રાપ્ત કરે છે. માટે લેગ્યામાંથી અલેશી બનવાના પુરૂષાર્થ માટે લેશ્યાનું સ્વરૂપ જાણીને કેવી રીતે અપ્રશસ્ત અધ્યવસાયમાંથી પ્રશસ્ત અધ્યવસાય તરફ જવાનું છે એના ચિંતન માટે લશ્યાનો અધિકાર જરૂરી છે. કૃષ્ણ - નીલ - કાપોત લેશ્યા - ૧ થી ૬ ગુણસ્થાન સુધી, તેજો અને પદ્મ લેશ્યા - ૧ થી ૭ ગુણસ્થાન સુધી હોય છે. શુક્લ લેગ્યા - ૧ થી ૧૩ ગુણસ્થાન સુધી હોય છે.
પહેલા ગુણસ્થાને શુક્લ લેડ્યાનું બહુ મહત્ત્વ નથી આથમતી સંધ્યા જેવું. ૪થા ગુણસ્થાને સ્પિરીટ જેવી થોડીવાર ઠંડક આપે. ૧૩મા ગુણ. આઈસ (બરફ) જેવી ઘણીવાર સુધી ઠંડક આપે.
૬ઠ્ઠા ગુણસ્થાને સાધુને છ એ છ લેશ્યા ઘટે. કૃષ્ણ લેશ્યા - પ્રમાદથી ચાલે, બારી ખોલી હવાની ઈચ્છા વગેરે હિંસાના પરિણામ. નીલ ગ્લેશ્યા - આજ્ઞા વગર એક પણ વસ્તુ વાપરે તો ચોરીની ઈચ્છા. કાપોત લેશ્યા - ઈન્દ્રિયોના એક પણ વિષય પર રાગદ્વેષરાખવા તે મૈથુન. તેજો લેશ્યા - તપની ઈચ્છા. પદ્મ લેશ્યા - છકાય જીવોને અભયદાન, જ્ઞાનદાન સાધર્મિકને વસ્ત્ર, પાત્ર, આહાર પાણી વગેરનું દાન. શુક્લ લેશ્યા - મોક્ષ લક્ષી શુદ્ધ પરિણામ. આમ સાધુને છ એ છ લેશ્યા ઘટે.