________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૯૫ શકતો નથી.
આ બંને પ્રકારના આયુષ્યમાં જીવને દ્રવ્યાયુષ્ય તો અવશ્ય પૂર્ણ કરવું જ પડે છે તેમાં કોઈ અપવાદ હોતો નથી. પરંતુ કાલાયુષ્ય તો પૂર્ણ કરે કે ન પણ કરે કારણ કે કાલાયુષ્ય જે અપવર્તનીય હોય, એટલે કે શસ્ત્રાદિકના આઘાતથી શીધ્ર પરિવર્તન પામે તેવું હોય તો અપૂર્ણકાળે પણ મરણ પામે અને જો અનપવર્તનીય હોય તો ગમે તેવા નિમિત્તો મળવા છતાં તે આયુષ્યનો કાળ પૂરો કરીને જ મરણ પામે છે.
(નવતત્ત્વ દીપિકા યાને જેન ધર્મનું અદ્ભૂત તત્ત્વજ્ઞાન - પૃ. ૮૦-૮૧).
જીવવિચાર રાસમાં વ્યક્ત થયેલું પ્રાણનું સ્વરૂપ એકેન્દ્રિયમાં - ૭૫ એહનિં પ્રાણ કહ્યા છઈ ચ્ચાર, વ્યવરી ભાખ્યું સોય વીચાર ૭૬ શરીર અનિ કાયા બલ કહું સાસઓસાસ આઊભું કહું
ચ્યાહારે પ્રાણ તણી એ ભાખ...
એકેન્દ્રિયમાં ચાર પ્રાણ છે. સ્પર્શેન્દ્રિય પ્રાણ, કાચબળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય અહીં કવિએ શરીર લખ્યું છે. તેની જગ્યાએ સ્પર્શેન્દ્રિય હોવું જોઈએ અથવા તો શરીરને અહીં સ્પર્શેન્દ્રિયના અર્થમાં લીધું છે એમ જાણવું. એકેન્દ્રિયને અંગો પાંગ ન હોય શ્વાસોશ્વાસ સ્પર્શેન્દ્રિય દ્વારા લે ને આત્મામાં પરિણમે.
બેઈન્દ્રિય – ૯૦ પાટઉ સમજિન પૂજ પરૂપઈ, બેઅંદ્રીના ભાવ ભણી જઈ.
જોહનિ છઈ ષ પ્રાણ એકંદ્રી જીવથી બઈ અધ્ધિકા ભાષા જીભ સુજાણ.
પૂર્વોક્ત એકેન્દ્રિયના ચાર પ્રાણ તેમ જ રસનેન્દ્રિય અને વચનબળ મળીને બેઈન્દ્રિયમાં છ પ્રાણ હોય.
તે ઈન્દ્રિય – ૧૦૫... સાત પરાણ ગંધ તણા તેહુ ઉ જાણ
પૂર્વોક્ત છમાં ધ્રાણેન્દ્રિય ઉમેરતાં સાત પ્રાણ તેઈન્દ્રિયને હોય.
ચૌરેન્દ્રિય – ૧૧૩ ભાખ્યા અષ્ટ પરાણ રે, લોચન તસ વધ્યાં
પૂર્વોક્ત સાતમાં ચક્ષુઈન્દ્રિય ઉમેરતાં આઠ પ્રાણ ચૌરેન્દ્રિયને હોય.
પંચેન્દ્રિય - ૧૨૨. કર્ણ મનોબલ વધ્યાં દોય. - પંચેન્દ્રિયમાં દશ દશ પ્રાણ હોય. પૂર્વોક્ત આઠ ને શ્રોતેન્દ્રિય તથા મનબળ એ મળીને ૧૦ પ્રાણ હોય. આ ગાથામાં ક્યાંય પ્રાણ કેટલા એવો ઉલ્લેખ થયો નથી. માત્ર કર્ણ ને મનોબળ બે વધ્યા એટલો જ ઉલ્લેખ છે.
દેવગતિમાં ૧૦ પ્રાણ હોય પણ ગાથામાં ક્યાંય ઉલ્લેખ નથી.