________________
૨૯૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત મનુષ્યમાં – ૧૪૮. દસઈ પરાંણ માનવનિ જોય,
મનુષ્યને દશ પ્રાણ હોય. ૧૮૧ નવ પ્રાણ પૂરા નવિ લહિઈ,
સંમૂર્સ્કિમ મનુષ્યને નવ પ્રાણ પુરા ન હોય આઠ પ્રાણ (વચન અને મન ન હોય) પુરા હોય.
તિર્યંચમાં ૧૯૫.... દસઈ પરાણ - ગર્ભજ તિર્યંચમાં દશ પ્રાણ હોય. ૨૦૩ પ્રણ નવઈ... સંમૂચ્છિમ તિર્યંચમાં મન સિવાયના નવ પ્રાણ હોય.
નારડી – ૨૬૭ ... દસઈ પરાણ - નારકીમાં દશ પ્રાણ હોય. ૧થી ૧૦ પ્રાણ કોને હોય ૧) વાટે વહેતાને એક આયુષ્ય પ્રાણ હોય. ૨) ૧૪માં ગુણસ્થાન વાળાને આયુષ્ય અને કાયબળ બે પ્રાણ હોય. ૩) એકે. અપર્યાપ્તામાં સ્પર્શેન્દ્રિય, કાયબળ અને આયુષ્ય ત્રણ પ્રાણ હોય. ૪) એકે. પર્યાપ્તામાં સ્પર્શેન્દ્રિય, કાયદળ, આયુષ્ય અને શ્વાસોદ્ઘાસ ચાર પ્રાણ હોય. ૫) બેઈ. અપર્યાપ્તામાં રસેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, કાચબળ, આયુષ્ય અને શ્વાસોચ્છવાસા
પાંચ પ્રાણ હોય. ૬) બેઈ. પર્યાપ્તામાં રસેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, કાયબળ, વચનબળ, આયુષ્ય અને
શ્વાસોચ્છવાસ છ પ્રાણ હોય. ૭) તેઈ. પર્યાપ્તામાં ધ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, કાચબળ, વચનબળ, આયુષ્ય
અને શ્વાસોચ્છવાસ સાત પ્રાણ હોય. ૮) ચોરે. પર્યાપ્તામાં ચક્ષુઈન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, કાયબળ,
વચનબળ, આયુષ્ય અને શ્વાસોચ્છશ્વાસ આઠ પ્રાણ હોય. ૯) અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં પાંચ ઈન્દ્રિયના-શ્રોત્રેન્દ્રિય, ચસુઈન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય,
રસેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, કાચબળ, વચનબળ, આયુષ્ય અને શ્વાસોચ્છવાસ નવા
પ્રાણ હોય. ૧૦) સંજ્ઞી પંચંદ્રિય પર્યાપ્તામાં પાંચ ઈન્દ્રિયના-શ્રોત્રેન્દ્રિય, ચસુઈન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય,
રસનેન્દ્રિય, સ્પર્શનેન્દ્રિય, મનબળ, કાયદળ, વચનબળ, આયુષ્ય અને શ્વાસોચ્છવાસ દશ પ્રાણ હોય.
વ્યવહાર જગતમાં થતાં મરણને આધ્યાત્મિક જગતમાં પ્રાણાતિપાત’ કહેવાય છે એટલે કે દ્રવ્ય પ્રાણોનો અતિપાત. દ્રવ્ય પ્રાણો આત્માથી છૂટાં થાય છે પરંતુ ‘જીવાતિપાત’ કહેવાતું નથી કારણ કે જીવ અજર અમર સદા શાશ્વતો છે.
પ્રાણોનું સ્વરૂપ જાણ્યા પછી બીજાના પ્રાણોને હણવા ન જોઈએ. બીજાના