________________
૨૩૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત પરિશીલન કરવામાં આવ્યું છે. ‘ત’ શબ્દ પરથી ‘તત્ત્વ' શબ્દ બન્યો છે. સંસ્કૃત ભાષામાં ‘તત્’ એ શબ્દ સર્વનામ છે. સર્વનામ શબ્દ સામાન્ય અર્થના વાચક હોય છે. ‘ત’ એ શબ્દને ભાવ અર્થમાં સ્વ પ્રત્યય લગાડીને ‘તત્ત્વ’ શબ્દ બનાવ્યો છે. તેનો અર્થ થાય છે તેનો ભાવ’ ‘તી મા તવના' અર્થાત્ વસ્તુના સ્વરૂપને તત્ત્વ કહે છે. અથવા જેનું સદાકાળ હોવું તે તત્ત્વ.
દર્શન સાહિત્યમાં ‘તત્ત્વ” એ ગંભીર ચિંતનનો વિષય છે. ચિંતન મનનની શરૂઆત તત્ત્વથી જ થાય છે. દિ તત્વ' તત્વ એટલે શું ? એ જ જિજ્ઞાસા તત્ત્વદર્શનનું મૂળ છે.
બધા દાર્શનિકોએ પોતપોતાની દૃષ્ટિએ તત્ત્વોનું નિરૂપણ કર્યું છે. જીવનમાં તત્ત્વોનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે. જીવન અને તત્ત્વ એ એકબીજા સાથે જોડાયેલા છે. તત્ત્વથી જીવન અલગ કરી શકાતું નથી અને તત્ત્વના અભાવમાં જીવન ગતિશીલ થઈ શકતું નથી.
તત્ત્વોની માન્યતા
ભારતીય દર્શનમાં તત્ત્વમીમાંસા - તત્ત્વવિચારને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે.
ભૌતિકવાદી ચાર્વાક દર્શન - પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ એ ચારને તત્ત્વ માન્યા છે.
વૈશેષિક દર્શન - દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય એ છ ને તત્ત્વ માને છે. કણાદે સાતમા તત્વ તરીકે અભાવનું વર્ણન કર્યું છે.
ન્યાય દર્શન (નૈયાયિક) - પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેસ્વાભાસ, છલ, જાતિ, અને નિગ્રહસ્થાન એ ૧૬ તત્ત્વને માને છે.
સાંખ્ય દર્શન - પુરૂષ, પ્રકૃતિ, અહંકાર, મન, મહત, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ, કર્મેન્દ્રિયો, પાંચ તન્માત્રા, પાંચ મહાભૂત એમ પચ્ચીસ તત્ત્વોને સ્વીકારે છે.
વેદાંત દર્શન - એક માત્ર બ્રહ્મને સત્ માને છે બાકી બધાને અસત્ માને છે.
બોદ્ધ દર્શન - દુઃખ, દુઃખ સમુદાય, દુઃખનિરોધ અને દુઃખનિરોધનો માર્ગ એ ચાર આર્ય સત્યને તત્ત્વ તરીકે સ્વીકારે છે.
જેનદર્શનમાં - મુખ્ય બે તત્ત્વ માનવામાં આવ્યા છે જીવ અને અજીવ. આ બે તત્ત્વોનો વિસ્તાર નવતત્ત્વોમાં કર્યો છે. | નવતત્ત્વનું જ્ઞાન આત્મામાંથી પરમાત્મા બનાવે છે. નરમાંથી નારાયણ બનાવે છે. જીવમાંથી શિવ બનાવે છે. સુખ - શાંતિનું સામ્રાજ્ય અપાવે છે.
જીવ અને અજીવ એ બે તત્ત્વો સિવાય અન્ય તત્ત્વો એ બંનેના સંયોગથી અને વિયોગથી બનેલા છે. જેમ કે આશ્રવ, બંધ, પુષ્ય, પાપ એ ચાર તત્ત્વો જીવ