________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૩૭
અજીવના સંયોગથી બન્યા છે. સંવર, નિર્જરા, મોક્ષ એ ત્રણ તત્ત્વો જીવ - અજીવના વિયોગથી બન્યાં છે.
ભારતીય દર્શનમાં મુખ્યત્ત્વે તત્ત્વદર્શન મોક્ષ છે. એટલે જૈનદર્શને વિશ્વની વ્યાખ્યા અને મોક્ષના સાધક બાધક તત્ત્વોની મીમાંસા કરી છે. એ રીતે વિચારતાં આશ્રવ, બંધ, પુણ્ય, પાપ એ મોક્ષ માટેના બાધક તત્ત્વો છે અને સંવર - નિર્જરા, સાધક તત્ત્વો છે. સાચા સુખ - શાંતિ આ મોક્ષ તત્ત્વથી જ પ્રાપ્ત થાય છે. જૈન દર્શનમાં તત્ત્વની વિચારણાં જીવથી શરૂ થઈને મોક્ષતત્ત્વમાં વિરામ પામે છે.
પંડિત સુખલાલજીએ તત્ત્વાર્થ સૂત્ર પૃષ્ઠ ૭૩માં આલેખ્યા પ્રમાણે ભારતીય શાસ્ત્રકારો જ્યારે પોતાના વિષયનું શાસ્ત્ર રચે છે ત્યારે તે પોતાના વિષયના નિરૂપણના અંતિમ ઉદ્દેશ તરીકે પ્રાયઃ મોક્ષને જ મૂકે છે, પછી ભલે તે વિષય અર્થ, કામ, જ્યોતિષ કે વૈદ્યક જેવો આધિભૌતિક દેખાતો હોય કે તત્ત્વજ્ઞાન અને યોગ જેવો આધ્યાત્મિક દેખાતો હોય. બધા જ મુખ્ય મુખ્ય વિષયના શાસ્ત્રોના પ્રારંભમાં તે તે વિદ્યાના અંતિમ ફળ તરીકે મોક્ષનો જ નિર્દેશ હોવાનો અને તે તે શાસ્ત્રના ઉપસંહારમાં પણ છેવટે તે વિદ્યાથી મોક્ષ સિદ્ધ થયાનું કથન આવવાનું. આમ મોક્ષ સર્વ તત્ત્વનો સાર છે.
વૈશેષિક દર્શનના પ્રણેતા ‘કણાદ’ પોતાના પ્રમેયની ચર્ચા કરતાં પહેલાં, તે વિદ્યાના નિરૂપણને મોક્ષના સાધન તરીકે જણાવીને જ તેમાં પ્રર્વતે છે. (૧, ૧, ૪ કણાદસૂત્ર) ન્યાય દર્શનના સૂત્રધાર ગૌતમ પ્રમાણ પદ્ધતિના જ્ઞાનને મોક્ષનું દ્વાર માનીને જ તેના નિરૂપણમાં ઉતરે છે. (૧, ૧, ૧ ન્યાયસૂત્ર) સાંખ્ય દર્શનનું નિરૂપણ કરનાર પણ મોક્ષના ઉપાયભૂત જ્ઞાનની પુરવણી ખાતર જ પોતાની વિશ્વોત્પત્તિ વિદ્યાનું વર્ણન કરે છે. (ઈશ્વરકૃષ્ણકૃત ‘સાંખ્ય કારિકા’ કા. ૨) બ્રહ્મમીમાંસાનું બ્રહ્મ અને જગત વિષેનું નિરૂપણ પણ મોક્ષના સાધનની પૂર્તિ માટે જ છે. યોગ દર્શનમાં યોગક્રિયા અને બીજી પ્રાસંગિક આવતી બધી બાબતોનું વર્ણન એ માત્ર મોક્ષનો ઉદ્દેશ સિદ્ધ કરવા માટે જ છે. ભક્તિમાર્ગીઓના શાસ્ત્રો કે જેમાં જીવ, જગત અને ઇશ્વર આદિ વિષયોનું વર્ણન છે તે પણ ભક્તિની પુષ્ટિ દ્વારા છેવટે મોક્ષ મેળવવા માટે જ છે. બૌદ્ધ દર્શનના ક્ષણિકવાદનો ચાર આર્ય સત્યોમાં સમાવેશ પામતા આધિભૌતિક તથા આધ્યાત્મિક વિષયના નિરૂપણનો ઉદ્દેશ પણ મોક્ષ વિના બીજો કશો જ નથી. જૈન દર્શનના શાસ્ત્રો પણ એ જ માર્ગને અવલંબીને રચાયેલા છે. શ્રાવક કવિ ઋષભદાસે પણ અંતિમ ઉદ્દેશ સુખ - મોક્ષ પ્રાપ્તિને રાખીને જીવ વિચારનું વર્ણન કર્યું છે.
૪૮૫
ભણઈતાં સુણતાં સંપદિ, ઓછવ અંગણ્ય આજજી,
જીવવીચાર સુણીજીઉં રાખઈ, તેહનેિં સીવપૂર રાજજી.
આ ગાથામાં જીવ વિચાર સાંભળવાથી, ભણવાથી અને હૃદયમાં રાખવાથી
સુખ સંપતિ તો મળશે પણ સુખનું સ્થાન એવું શિવપુર એટલે સિદ્ધક્ષેત્રમાં સ્થાન