________________
૫૧૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત નરકાવાસ નરક + આવાસ નારકીઓને રહેવા માટેઝા સ્થાન તે નરકાવાસ ચોર્યાસી લાખ નરકાવાસ છે. નિર્વાણ સર્વ કર્મથી મુક્ત થઈ સિદ્ધ ક્ષેત્રમાં સ્થિર થવું તેને નિર્વાણ કહે છે. નિગોદ - ન - અનંતપણું છે નિશ્ચિત જેનું એવા જીવોનું,ગો = એક જ ક્ષેત્ર, દ = દે છે. આપે છે.
એને નિગોદ કહે છે. અનંત જીવોને એક નિવાસ આપે એને નિગોદ કહેવાય. અથવા નિ - નિરંતર, ગો = ભૂમિ, અનંતભવ, દ = દેનારૂં, અ!પનારૂં સ્થાન છે તે યોનિમાં રહેવું પડે
તે નિગોદ. સાધારણ કરતાં નિગોદમાં જીવોની રમનંતી રાશિ વધારે પ્રમાણમાં હોય છે. પરમાણુ યુદ્ગલ = પુલાસ્તિકાયનો નાનામાં નાનો અવિભાજય અંશ. એ સ્કંધ સાથે જોડાયેલો
હોય ત્યારે પ્રદેશ અને એ જ જયારે સ્કંધથી છૂટો પડે ત્યારે પરમાણુ પુદ્ગલ કહેવાય છે. પરિહારવિશુદ્ધ ચારિત્ર - પરિહાર એટલે તપ વિશેષ. જેમાં તપ વિશેષથી આત્મશુદ્ધિ થાય તેવું
ચારિત્ર. પર્યાપ્તિ = જેના દ્વારા જીવ પુદ્ગલોને આહાર, શરીર, ઈંદ્રય આદિ રૂપમાં પરિણમાવે છે સ્વયોગ્ય
જીવનશક્તિ. આત્મા તે ભવને યોગ્ય સાધનો પ્રાપ્ત કરે છે તેને પર્યાપ્તિ કહે છે. પર્યાપ્તિ છે પ્રકારની છે. આહાર, શરીર, ઈંદ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન. આહાર પર્યાપ્તિ - સંસારી જીવ યોનિમાં ઉત્પન્ન થઈને પ્રથમ સમયે જે આહાર કરે છે, જે શક્તિથી જીવ ઉત્પત્તિ સ્થાનમાં રહેલા પુદ્ગલને આહારના રૂપમાં પરિણમાવે છે તે આહાર પર્યાપ્તિ છે. શરીર પર્યાપ્તિ - ગ્રહણ કરેલા ઓજ આહારના પુદ્ગલોને રસી, લોહી, માંસ, હાડકાં, હાડની મજ્જા, ચર્મ, વીર્ય એ સાત ધાતુમાં પરિણમાવવાની શકિત. ઇંદ્રિય પર્યાપ્તિ - શરીરની આકૃતિમાં કાન, નાક આદિ અવયવો પ્રગટાવવાની શકિત. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ - શ્વાસ - ઉચ્છવાસને યોગ્ય પગલા લેવા અને મૂકવાની શક્તિ. ભાષા - ભાષા વર્ગણાના પુદ્ગલો લેવા મૂકવા અને ભાષારૂપે પરિણમાવવાની શક્તિ.
મન - મનો વર્ગણાના પુગલો લેવા મૂકવા અને મનરૂપે પરિણાવવાની શક્તિ. પર્યાપ્તા = જેને જેટલી પર્યાપ્તિ બાંધવાની હોય તેટલી પૂર્ણ બંધાઈ જાય પછી તે પર્યાપ્તા કહેવાય. પલ્યોપમ - પલ્ય = પાલો - એક વિશેષ પ્રકારનું માપ તેની ઉપમા દ્વારા જે સમયની ગણના
કરવામાં આવે છે તેને પલ્યોપમ કહેવાય છે. સંખ્યા દ્વારા તે સચિત કરી શકાય નહિ તેથી તેને સમજવા માટે એક કલ્પના કરવામાં આવી છે કે – એક યોજનાનો લાંબો - પહોળો કૂવો હોય, એકથી સાત દિવસના જન્મેલા યુગલિક મનુષ્યના બાળકના વાળના અસત્ કલ્પનાથી આઠ વખત અસંખ્યાતા ટૂકડા કરવામાં આવે,તે ટૂકડાથી કૂવો ખીચોખીચ ભરવામાં આવે અને ત્યાર પછી સો સો વર્ષ બાદ એકેક વાલાગ્ર ટૂકડે ટૂકડે કાઢતાં
જેટલો સમય લાગે તે કાળને પલ્યોપમ કહેવાય છે. પાથડા પ્રતર બીલ્ડીંગ - મકાનના માળના સ્લેબ સમાન ભાગ કરનારા નરક પૃથ્વીમાં આવેલા
વિભાગો. આવા પાથડાઓમાં અમુક જગ્યામાં નારકીને રહેવાના નરકાવાસ છે. પુલાક = પુલાક એક જાતની લબ્ધિ છે. એમાં કોઈ ચક્રવર્તી આદિ કોઈ જૈન મુનિ કે જૈન શાસના
આદિની આશાતના કરે તો તેની સેના આદિને સજા કરવા / ચકચૂર કરવા માટે લબ્ધિનો પ્રયોગ કરે છે. જેથી એનાં પંચમહાવ્રત રૂપ મૂળ ગુણમાં અને પ્રત્યાખ્યાનરૂપ ઉત્તરગુણમાં
દોષ લાગે છે જેથી સંયમમાં પૂળો લાગે છે/નાશ થાય છે/હાનિ થાય છે. પોતજ = જન્મના સમયે જરાયુથી વેષ્ટિત ન હોય. યોનિમાંથી નીકળતાંજ ગમનાગમન આદિ
ક્રિયાઓ કરવાના સામર્થ્યથી યુક્ત પૂર્ણ અવયવવાળા જીવોના જન્મને પોતજ કહે છે.
૬)