________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૫૯ નારકીમાં સૌથી વધારે અવગાહના સાતમી નરકની ૫૦૦ ધનુષ્યની છે. દેવમાં સૌથી વધારે અવગાહના સાત હાથની છે.
ઉત્પત્તિના સમયે કર્મભૂમિના તિર્યંચ, મનુષ્યની અપેક્ષાએ જુગલિયા તિર્યંચ અને જુગલિયા મનુષ્યની અવગાહના કાંઇક મોટી હોય છે.
| (સમર્થ પ્રકાશ સંપાદક ઘીનુલાલ પીતલિયા પૃ. ૩૫) અવગાહના બે પ્રકારની હોય. એક ભવધારણીય અને બીજી ઉત્તરક્રિય. ૧) ભવધારણીય અવગાહના - જે અવગાહના નરકાદિ પર્યાયરૂપ ભવમાં પોતપોતાના આયુની સમાપ્તિ સુધી ધારણ કરવામાં આવે તે ભવધારણીય અવગાહના. મૂળ અવગાહના. ૨) ઉત્તર ક્રિય અવગાહના - જે સ્વાભાવિક શારીરિક અવગાહના પછી કોઈ પણ નિમિત્તથી અવગાહના કરવામાં આવે છે તે ઉત્તર ક્રિય અવગાહના છે. કૃત્રિમ અવગાહના. (અનુયોગદ્વાર સૂત્ર - ૨ ઘાસીલાલ મહારાજ સા. પૃ. ૧૫૮/૧૫૯)
ઉપર જે બતાવી તે ભવધારણીય અવગાહના છે. આ ઉપરાંત જઘન્ય અવગાહના. ઉત્પત્તિ આશ્રી બધાની આંગુલના અસંખ્યાતમા ભાગની હોય ઉપર બતાવી તે પર્યાપ્તા. થયા પછીની અવગાહના છે. ઉત્તરક્રિય અવગાહના - વેક્રિય રૂપ કરે એ આશ્રી અવગાહના નીચે મુજબ છે. બાદર વાયરો પર્યાપ્ત - જઘન્ય આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ આંગુલના અસંખ્યાતમા ભાગની સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની - જઘન્ય આંગુલના સંખ્યાતમા ભાગની,ઉત્કૃષ્ટ ૯૦૦ જોજનની નારકીની - જઘન્ય આંગુલના સંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ કામ બમણી (જે જે નરકે ભવધારણીય ઉત્કૃષ્ટ અવગાહના કહી છે તેનાથી બમણી જાણવી) દેવની - જઘન્ય આંગુલના સંખ્યાતામા ભાગની, ઉત્કૃષ્ટ લાખ જોજનની. મનુષ્યની - જઘન્ય આંગુલના સંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ લાખ જોજન અધિક.
અવગાહનાની વિચારણા શા માટે? અહીં જે અવગાહના બતાવાઇ છે એ શરીરની અવગાહના છે. શરીરે જેટલી ઊંચાઈમાં આકાશના પ્રદેશોને અવગાહ્યા છે એટલી ઊંચાઈને અવગાહના કહેવાય છે. વાટે વહેતાને અવગાહના ન હોય. આ અવગાહના ભવ પ્રમાણે બદલાતી રહે છે.
ક્યારેક એકદમ નાની તો ક્યારેક એકદમ મોટી અવગાહના મળે છે. એટલે કે શરીરરૂપી. ઘર ક્યારેક નાનું કે ક્યારેક મોટું મળે છે. એ પ્રમાણે જીવ સંકોચન કે પ્રસારણ કરીને અવગાહના અનુસાર એ શરીરમાં પૂરાઈને રહે છે. જો આ વાત ધ્યાનમાં આવે અને જીવને પોતાની મૂળભૂત અવગાહના પ્રાપ્ત કરવાની અભિલાષા જાગે તો એ આ. ભવસંસારમાંથી પાર પામી જાય. અવગાહનાનું સ્વરૂપ જાણીને પુલ - શરીરની