________________
૨૬૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત અવગાહના છોડવાનો પ્રયત્ન કરવાનો છે. આત્મપ્રદેશની શુદ્ધ અવગાહના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો છે. શુદ્ધ અવગાહના સિદ્ધના જીવોની છે. એમાં વધઘટ થતી નથી. તેરમા ગુણસ્થાનકે કાયયોગ નિરોધ વખતે અંતમાં ૧/૩ અવગાહના ઓછી થઈ જાય છે. પેટ, શરીર આદિ જ્યાં જીવના પ્રદેશ નથી તેટલા ભાગનું સંકોચન થઈ જાય છે. એટલે કે ભવોપગ્રાહી (અઘાતી) ચાર કર્મોની હાજરીમાં જ અવગાહના ઘટી જાય છે. આઠ કર્મોના ક્ષય થયા પછી નથી ઘટતી.
સિદ્ધની અવગાહના -
કર્મરહિત આત્મપ્રદેશો જેટલા ક્ષેત્રમાં રહે તેને સિદ્ધની અવગાહના કહેવાયછે. તેનું પ્રમાણ (માપ) આગમમાં આ પ્રમાણે મળે છે.
ઉત્કૃષ્ટ - પાંચસો ધનુષના સિદ્ધ થયા હોય તો તેની અવગાહના ત્રણસો તેત્રીસ ધનુષ અને બત્રીશ આંગુલની છે.
મધ્યમ
સાત હાથના સિદ્ધ થાય હોય તો તેની અવગાહના ચાર હાથ ને સોળ આંગુલની છે.
જઘન્ય - બે હાથના સિદ્ધ થયા હોય તો તેની અવગાહના એક હાથ ને આઠ આંગુલની છે. સિદ્ધની અવગાહના આત્મપ્રદેશની શુદ્ધ અવગાહના છે. મૂળભૂત અવગાહના
છે માટે એને પ્રાપ્ત કરવાનો પુરૂષાર્થ કરવો જોઈએ. અનુયોગ સૂત્રના આધારે -
-
અવગાહના જેના વડે માપવામાં આવે છે તે માપનું કોષ્ટક નીચે મુજબ છે. સૌથી નાનું માપ એક પ્રદેશરૂપ પરમાણુંનું છે. પરમાણુ બે પ્રકારના છે. સુક્ષ્મ પરમાણુ અને બીજો વ્યવહારિક પરમાણુ.
જે પુદ્ગલ દ્રવ્ય કારણરૂપ છે અને કાર્યરૂપ નથી તે અંત્ય દ્રવ્ય સૂક્ષ્મ પરમાણુ કહેવાય છે. તે નિત્ય હોય છે તેમાં કોઈપણ એક ગંઘ. એક વર્ણ, એક રસ અને બે સ્પર્શ રહે છે. જે ઈન્દ્રિયાતીત છે. તે પ્રકૃતિમાં અનુપયોગી હોવાથી અવ્યાખ્યેય છે. એવા અનેક પરમાણુથી નિષ્પન્ન પણ જેને કાપી ન શકાય, બાળી ન શકાય, નષ્ટ કરી ન શકાય અને અનંત પરમાણુથી નિષ્પન્ન હોય તેને વ્યવહારિક પરમાણુ કહેવાય છે. અનંતાનંત વ્યવહારિક પરમાણુઓના સમુદાયથી એક ઉશ્લક્ષણ ફ્લક્ષિણકા ઉત્પન્ન થાય છે.
એવી આઠ શ્લક્ષિણકાથી
એવી આઠ ઉર્ધ્વરેણુથી
એવી આઠ ત્રસ રેણુથી એવી આઠ રથ રેણુથી
એવા આઠ વાલાગે એવા આઠ વાલાગે
એક ઉર્ધ્વરેણુ ઉત્પન્ન થાય છે. એક ત્રસ રેણુ ઉત્પન્ન થાય છે. એક રથ રેણુ ઉત્પન્ન થાય છે. 'દેવકુરૂ- ઉતરકુરૂના મનુષ્યોનું એક વાલાગ્ર. હરિવર્ષ - સમ્યક્ર્યના મનુષ્યોનું એક વાલાગ્ર. હેમવત હૈરણ્યવતના મનુષ્યોનું એક વાલાગ્ર.