________________
૪૩૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
૪૦ થી ૪૩ એ ચાર ગાથામાં તેઈન્દ્રિય જીવોનું વર્ણન તેમ જ તેમને કેવા પ્રકારનું દુઃખ અપાય છે કેવી રીતે દુઃખ પામે છે તે વર્ણવ્યું છે.
૧૧) જી. વિ. પ્ર.માં ૧૮ મી ગાથા એકમાં ચૌરેન્દ્રિયનું વર્ણન છે. રાસમાં ૪૪ થી ૪૬ મી ગાથામાં ચૌરેન્દ્રિયનું વર્ણન અને કેવી રીતે દુઃખ પામ્યા તે છે. ૧૨) જી. વિ. પ્ર.માં ૧૯ મી ગાથામાં પંચેંદ્રિયના ચાર પ્રકાર ને પછી એમાં નારકીના ભેદ પૃથ્વીના સાત ભેદ પ્રમાણે જાણવા એમ કહીને અહીંથી પંચેંદ્રિય જીવોનો અધિકાર છે. એમ બતાવ્યું છે. રાસમાં ૪૬ થી ૪૯ મી એ ચાર ગાથામાં પંચેંદ્રિયના ચાર પ્રકારનો ઉલ્લેખ કરી પ્રથમ ૯૯ દેવનો વિચાર કહીશ એમ કહ્યું છે. અહીંથી મુખ્ય તફાવત છે તે એ કે શ્રી શાંતિસૂરિએ પ્રથમ નારકી પછી તિર્યંચ, મનુષ્ય અને દેવ એમ ક્રમ લીધો છે જ્યારે ઋષભદેવે પ્રથમ દેવ - મનુષ્ય - તિર્યંચ - નારકી એમ ક્રમ લીધો છે. પ્રાયઃ કરીને શાસ્ત્રમાં પ્રથમ નારકી - તિર્યંચ - મનુ - દેવનો ક્રમ છે.
૧૩) દેવમાં - શ્રી શાંતિસૂરિએ એક ૨૪ મી ગાથામાં ક્રમ પૂર્વક દશ ભવનપતિ, આઠ વાણવ્યંતર, પાંચ જ્યોતિષ અને બે વૈમાનિક એમ ભેદ લીધા છે.
જયારે ઋષભદેવે ૯૯ ભેદની વાત કરી છે. એમાં પ્રથમ ૧૬ વાણવ્યંતર, દશ ભવનપતિ, ૧૨ ભેદ દેવલોકના, નવ ગ્રેવેયક, ત્રણ કિલ્વીષી, જ્યોતિષી ૧૦, કુંભકદેવના ૧૦, પરમાધામીના પંદર, પાંચ અનુત્તર વિમાન, નવ લોકાંતિક એમ ૫૧ થી ૫૭ એ સાત ગાથામાં ભેદ બતાવ્યા છે. જો કે અહીં ક્રમ જળવાયો નથી શેના આધારે આમ લીધું છે તે ખ્યાલ આવતો નથી. કદાચ રાસમાં રાગ કે પ્રાસ બેસાડવા આમ લીધું હોય એમ બની શકે. આગમ અનુસાર આમ ક્રમ હોવો જોઈએ. ૧૦ ભવનપતિ, ૧૫ પરમાધામી, ૧૬ વાણવ્યંતર, ૧૦ જુંભક, ૧૦ જ્યોતિષી, ૧૨ દેવલોક, ત્રણ કિલ્વિષી, નવ લોકાંતિક, નવ ગ્રેવેયક, પાંચ અનુત્તર વિમાન એ ૯૯ ના અપર્યાપ્તાને પર્યાપ્તા મળીને ૧૯૮ ભેદ થાય. ૧૪) શ્રી શાંતિસૂરિએ ૨૦ થી ૨૩ એ ચાર ગાથામાં જલચર, સ્થલચર, ખેચર એમ ત્રણ મુખ્ય ભેદ બતાવીને જળચરના પાંચ ભેદ, સ્થળચરના ત્રણ ભેદ - ચતુષ્પદ - ભુજપરિસર્પ અને ઉરપરિસર્પ એમ ત્રણ ભેદ બતાવ્યા છે. ખેચરના - ચાર ભેદ બતાવ્યાછે. ૨૩ મી ગાથામાં એ બધાના ગર્ભજ અને સંમૂર્ચ્છિમનો ઉલ્લેખ કરીને અડધી ગાથામાં મનુષ્યના ત્રણ પ્રકાર કર્મભૂમિ, અકર્મભૂમિ, અંતરદ્વીપના મનુષ્યનો ઉલ્લેખ છે. ઋષભદાસના જીવવિચાર રાસમાં ૫૮ થી ૬૩ મી એ પાંચ ગાથા (વચ્ચે ૫૯ મી ગાથા નથી માટે પાંચ) માં તિર્યંચ પંચેનો વિસ્તાર છે. જળચર, સ્થળચર, ખેચર એ ત્રણ ભેદની વાત કરી છે. પાંચ ભેદ જલચરના છે એમ કહ્યું છે. પણ ક્યા ક્યા ભેદ છે એ સ્પષ્ટતા નથી કરી જો કે એમની બીજી પ્રતમાં ઉલ્લેખ છે
.