SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ...so જીવવિચાર રાસ એક અધ્યયન ૪૩૧ જે શાંતિસૂરિના જીવવિચારમાં કરી છે એ પ્રમાણે જ છે. સ્થળચરના ત્રણ ભેદ અને ખેચરના ચાર ભેદ કહીને ગર્ભજ સંમૂર્છાિમ એમ બંને ભેદની વાત કરી છે. ૬૫ થી ૬૬ એ બે ગાથામાં મનુષ્યના ૧૦૧ ભેદનો અધિકાર કહ્યો છે. ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ, પ૬ અંતરદ્વીપના જુગલિયાનો ઉલ્લેખ કર્યો છે. ૧૫) શ્રી શાંતિસૂરિએ ૧૯ મી અડધી ગાથામાં નરકના સાત ભેદનો ઉલ્લેખ કર્યો છે. જયારે શ્રી ઋષભદાસે ૬૪ મી ગાથામાં સાતે નરકનો ઉલ્લેખ કરી દુઃખકારી એ સ્થાનની કોઈએ ઈચ્છા ન કરવી એમ બતાવ્યું છે. આમ શ્રી શાંતિસૂરિ એ ૨ થી ૨૪ ગાથા (કુલ ૨૩ ગાથા) સુધી સંસારી જીવની વાત કરી છે એ શ્રી ઋષભદાસે ૧૦ થી ૬૬ ગાથામાં (કુલ ૫૭ ગાથા) બતાવ્યું છે. ૧૬) શ્રી શાંતિસૂરિએ સિદ્ધના પંદર ભેદ છે એ એક ૨૫ મી ગાથામાં ઉલ્લેખ કર્યો છે જયારે શ્રી ઋષભદાસે ૩૨૪ થી ૩૨૭ એ ચાર ગાથામાં સિદ્ધના પંદર ભેદનો નામ સહિત ઉલ્લેખ કર્યો છે. ૩૨૮ થી ૩૯૭ એ ૭૦ ગાથામાં સિદ્ધ પંચાશીકા પ્રકરણને આધારે સિદ્ધના પંદર દ્વાર કહ્યા છે. ૧૭) શ્રી શાંતિસૂરિએ ૨૬ મી ગાથાથી ૪૮ મી ગાથા સુધી એટલે કુલ ૨૩ ગાથામાં સંસારી અને સિદ્ધ જીવોના પાંચ દ્વાર - શરીર, આયુષ્ય, સ્વકાય સ્થિતિ, પ્રાણ અને યોનિ એ પાંચ દ્વારનો અધિકાર કહ્યો છે. જયારે શ્રી ઋષભદાસે ૬૮ મી ગાથામાં શરીર, આયુષ્ય, સ્થિતિ, પ્રાણ, યોનિ તેમ જ બીજા બોલ કહીશ એમ કહીને આગળ શું કહેવાના છે તેનો ઉલ્લેખ કર્યો છે. ૬૯ મી ગાથાથી એકેન્દ્રિયના ભાવ કહેવાનું શરૂ કર્યું છે. એમાં પૂર્વોક્ત પાંચ દ્વાર ઉપરાંત સંસ્થાન, દર્શન, ઉપયોગ, વેશ્યા, પર્યાપ્તિ, વેદ, સંજ્ઞા વગેરેનું વર્ણન કર્યું છે. ૯૦ થી ૯૯ એ ૧૦ ગાથામાં બેઈન્દ્રિયનો અધિકાર, ૧૦૦ થી ૧૦૬ એ ૭ ગાથામાં તેઈન્દ્રિય અને ૧૦૭ થી ૧૧૭એ ૧૧ ગાથામાં ચોરેન્દ્રિયનો અધિકાર છે. જેમાં ક્રમશઃ શરીર - અવગાહના, સંઘયણ, સંજ્ઞા, સંસ્થાન, લેશ્યા, દષ્ટિ, દર્શન, જ્ઞાન - અજ્ઞાન, ઉપયોગ, ઉપજવું - ચવવું, આયુષ્ય, જીવાજોનિ, પર્યાપ્તિ, પ્રાણ, વેદ કાયસ્થિતિ, ગતાગતિ, દંડક આશ્રી આવાગમન વગેરે બતાવ્યું છે. એ જ રીતે પંચેન્દ્રિયમાં ૧૧૮ થી ૧૩૦ એ ૧૩ ગાથામાં બતાવ્યું છે પછી ક્રમશઃ ૧૩૩ થી ૧૪૨ મા દેવનો અધિકાર, ૧૪૪ થી ૧૭૩ માં મનુષ્યનો અધિકાર કહ્યો છે જેમાં પૂર્વોક્ત દ્વાર ઉપરાંત છ લેશ્યા દષ્ટાંત સાથે વર્ણવી છે. છ દર્શનના ભાવ કહ્યા છે. માનવ ભવની શ્રેષ્ઠતા અને એ ભવ વ્યર્થ ન જાય એમ કહેવા માંગે છે. ૧૭૪ થી ૧૮૯ સુધીની ગાથામાં સંમૂર્છાિમ મનુષ્યના ઉત્પતિ સ્થાન તથા દ્વાર બતાવ્યા છે. ૧૮) ૧૮૮ થી ૨૧૦માં જુગલિયાનો કોઈ ઉલ્લેખ નથી. તિર્યંચનો અધિકાર છે.
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy