________________
૪૩૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત (૧૯૯ થી સંમૂર્છાિમ તિર્યંચ) ૧૯) ૨૧૧ થી ૨૭૦માં નરકનું વર્ણન શરૂઆતમાં નારકીના પિંડ સાતે નરકના
નરકાવાસ પાથડા આંતરા વગેરેનું વર્ણન, ત્યાં થતી વેદનાનું વર્ણન ત્યારપછી તેના દ્વારોનું વર્ણન છે. ૨૭૧ થી ૨૮૫ મી ગાથા સુધી જે પુરૂષો નરકે ગયા તેનું વર્ણન છે. ૨૮૭ થી ૨૯૦મી ગાથામાં નરકે જવાના લક્ષણ બતાવ્યા છે અને તેનાથી બચવાના ઉપાય પણ બતાવ્યા છે. પંચેંદ્રિયના ચાર પ્રકારનું વર્ણન પૂરું
થયું પછી આગળ પાંચ સ્થાવરની વાત કહી છે. ૨૦) ૨૯૧ થી ૨૯૭માં પાંચે સ્થાવર સંબંધી દ્વાર બતાવ્યા છે. ૨૧) ૨૯૮ થી ૩૦૫મી ગાથામાં જીવ નિગોદમાંથી નીકળી ક્યાં કેટલો સમય રહ્યો.
તેનું વર્ણન છે. ૩૦૬ થી ૩૨૨ સુધી નિગોદના જીવોનું વર્ણન છે. આમ શ્રી શાંતિસૂરિએ જ્યાં પાંચ જ દ્વાર એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તેમ જ ચાર પ્રકારના પંચેન્દ્રિય અને પાંચ સ્થાવરના બતાવ્યા છે (તે કરતાં) ઋષભદાસે તે પાંચ દ્વાર ઉપરાંત બીજા દ્વારા તથા બીજા ભાવ, બીજી વિશેષતાઓ પણ બતાવી રાસને સમૃદ્ધ કર્યો છે. જો કે શાંતિસૂરિએ પાંચ દ્વાર સિદ્ધ માટે કહ્યા છે એ ઋષભદાસે નથી કહ્યા. આમ સમગ્રતયા વિચારતાં લાગે છે કે શ્રી ઋષભદાસ અમુક અંશે શ્રી શાંતિસૂરિના જીવ વિચારને અનુસર્યા છે એ માટે એમણે “જીવવિચાર રાસ’ નામ પસંદ કર્યું છે. પણ કેટલીક જગ્યાએ એમણે અન્ય શાસ્ત્રોને આધારે પોતાના રાસમાં વિષયાનુરૂપ વૃદ્ધિ પણ કરી છે. જેમ કે સિદ્ધ પંચાશિકામાંથી સિદ્ધના ૧૫ દ્વાર લીધા છે તો શ્રી પન્નવણા સૂત્રમાંથી અલ્પબદુત્વનો અધિકાર લીધો છે. પન્નવણાને આધારે પાંચે ગતિ, પાંચ ઈન્દ્રિય, છ કાય, યોગ, વેદ એટલા બોલોનો અલ્પબહત્ત્વ લીધો છે. દિશા સંબંધીનો અલ્પબદુત્વ પણ છે.
જીવાભિગમ, ઠાણાંગ, બીજા સૂત્રોને આધારે જીવના ભેદ પ્રકાર બતાવ્યા છે. મુખ્યત્વે ૯ મી ગાથાથી ૩૨૭ ગાથા સુધી જીવવિચાર પ્રકરણ ના અધિકારને વર્ણવ્યો છે ત્યાર પછી અન્ય શાસ્ત્રોને આધારે જીવને લગતા વિશેષ વિચારો વર્ણવ્યા છે. ગુરૂની મહત્તા પ્રસ્થાપિત કરી પોતાનો પિતામહ અને પિતા સહિત પરિચય પણ આપ્યો છે.
શ્રી શાંતિસૂરિએ ધૃતસાગરમાંથી એક કળશિયા (લોટા) જેટલું જ્ઞાન લીધું છે. જયારે ઋષભદાસે એક કળશા (ગાગર) જેટલું લીધું છે. સાગર ગાગરમાં સમાવવાનો સફળતા પૂર્વક પ્રયત્ન કર્યો છે.
શ્રી પન્નવણા સૂત્ર સાથે તુલના - શ્રી પન્નવણા સૂત્રઃ જેના મારફતે જીવ - અજીવ આદિ તત્ત્વ પ્રકર્ષરૂપે જણાવવામાં આવે છે તેને પ્રજ્ઞાપના કહે છે. (પ્રકર્ષ = સમસ્ત કુતીર્થિકના નેતા જેની પ્રરૂપણા