________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૩૩ કરવામાં અસમર્થ છે અને જે પ્રરૂપણા વસ્તુ સ્વરૂપને યથાર્થ પ્રગટ કરે છે. તેને શિષ્યોની બુદ્ધિમાં સ્થાપિત કરી દેવું)
આ સૂત્રના રચયિતા શ્યામાચાર્ય છે. એમણે કલિયુગમાં પણ સત્યુગ સજર્યો છે. તેઓશ્રીની મેધા અત્યંત તીણ હતી. તેમનું નામ શ્રી સીમંધરસ્વામીના મુખે વિદેહ ક્ષેત્રમાં ગવાયું છે એવી વાર્તા ગ્રંથમાં છે. તેનો સાર આ પ્રમાણે છે. સૂક્ષ્મજીવોના વર્ણનમાટે પ્રભુએ આચાર્યશ્રીના નામનો ઉલ્લેખ કર્યો. તેથી બે દેવો પરીક્ષા કરવા. સામાન્ય રૂપે ઉપાશ્રયમાં આવે છે. પરંતુ વિશિષ્ટ જ્ઞાની આચાર્ય ભગવંત દેવોને ઓળખી જાય છે. તેથી દેવો પોતાના આગમનના પુરાવારૂપે ઉપાશ્રયનો દરવાજો પૂર્વમાંથી પશ્ચિમમાં કરી અદૃશ્ય થઈ ગયા. આચાર્ય ભગવંતે જીવ સંબંધી વિસ્તૃત આલેખન આ સૂત્રમાં કર્યું છે. જે ભવ્ય જીવોને આનંદ અને મોક્ષપ્રાપ્તિમાં સહાયક બને છે.
પન્નવણા-પ્રજ્ઞાપના સૂત્ર વિવિધ અધિકારોથી યુક્ત હોવાને કારણે ચિત્ર છે, શ્રતરત્ન છે. એમાંના પ્રશ્નોત્તરને કારણે લઘુ ભગવતી સૂત્ર પણ કહેવાય છે. જેનદર્શનના તાત્વિક પદાર્થોનો સંક્ષિપ્ત વિશ્વકોશ મનાયછે.
પ્રજ્ઞાપના બે પ્રકારની છે જીવ પ્રજ્ઞાપના અને અજીવ પ્રજ્ઞાપના.
જેઓએ પ્રાણોને ધારણ કર્યા, ધારણ કરે છે અને ધારણ કરશે તેમને જીવા કહેવાય છે. પ્રાણ બે પ્રકારના છે દ્રવ્યપ્રાણ એ ભાવપ્રાણ. પાંચ ઈંદ્રિય આદિ દ્રવ્યપ્રાણા છે. અને જ્ઞાનાદિ ભાવપ્રાણ છે. નરક આદિ સંસારી જીવો દ્રવ્ય પ્રાણોને કારણે પ્રાણી કહેવાય છે અને સમસ્ત કર્મોના નાશ કરવાવાળા સિદ્ધ ભાવપ્રાણોને કારણે પ્રાણી કહેવાય છે. જે પ્રાણરહિત જડ છે તે અજીવ કહેવાય છે. આ સૂત્રમાં અલ્પ વિષયને કારણે પ્રથમ અજીવની પ્રરૂપણા કરી છે. પછી જીવની પ્રરૂપણા કરી છે તે જીવ પ્રજ્ઞાપનાનો સાર આ પ્રમાણે છે.
જીવ પ્રજ્ઞાપના બે પ્રકારની છે. સંસાર સમાપન્નક અને અસંસાર સમાપન્નક અર્થાત્ સંસારી જીવ અને સિદ્ધ જીવ.
મનુષ્ય, દેવ, તિર્યંચ અને નારક આ ચાર ગતિઓમાં ભ્રમણ કરવું તે સંસાર કહેવાય છે. જે જીવો સંસારને પામ્યા છે તે સંસાર સમાપન્ન જીવ કહેવાય છે. જેઓ અસંસારને પામ્યા તે મુક્તજીવ એટલે કે સિદ્ધ કહેવાય છે.
પ્રજ્ઞાપના સૂત્રમાં સંસાર સમાપન જીવ પ્રથમ લેવામાં આવ્યા છે માટે પહેલું નિરૂપણ એમનું થવું જોઈએ પરંતુ અસંસાર સમાપન જીવ પ્રજ્ઞાપનાના વિષયમાં વક્તવ્ય થોડું છે આ કારણથી સૂચિકટાહ ન્યાયથી તેની પ્રરૂપણા પહેલી કરાઈ છે. से किं तं असंसारसमावण्णजीवपण्ण्वणा ? असंसारसमावण्णजीवपण्ण्वणा दुविहा પUUત્તા, તંબEI... મુક્તજીવોની પ્રરૂપણા શું છે? કેટલા પ્રકારની છે? મુક્ત જીવોની પ્રરૂપણા બે પ્રકારની છે તે આ પ્રમાણે અનંતર સિદ્ધ અને પરંપર સિદ્ધ.