________________
૪૩૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત જે પહેલા સમયે સિદ્ધ થયા છે તેઓ અનંતર સિદ્ધ કહેવાય. પ્રથમ સમયમાં સિદ્ધ થયા એનાથી એક સમય પહેલા સિદ્ધ બનવાવાળા પર કહેવાય છે. તેનાથી પણ એક સમય પહેલા સિદ્ધ થવાવાળા તેનાથી પર કહેવાય છે. એ રીતે આગળ પણ કહેવાનું જોઈએ એને પરંપર સિદ્ધ કહેવાય. જે સમયમાં કોઈ જીવ સિદ્ધ થયો હોય તેનાથી પહેલાના સમયમાં જે જીવો સિદ્ધ થયા છે તેઓ બધા તેની અપેક્ષાએ પરંપર સિદ્ધ છે. અનંત અતીતકાળથી સિદ્ધ બનતા આવી રહયા છે. તેઓ બધા કોઈ પણ વિવક્ષિત પ્રથમ સમયમાં સિદ્ધ થવાવાળાની અપેક્ષાએ પરંપર સિદ્ધ છે. પરંપર સિદ્ધ જીવોના અનેક પ્રકાર છે જેમ કે પ્રથમ સમય સિદ્ધ, ક્રિસમય સિદ્ધ, ત્રિસમયક સિદ્ધ, ચતુઃસમયસિદ્ધ યાવત્ સંખ્યાત સમય સિદ્ધ, અસંખ્યાત સમય સિદ્ધ અને અનંત સમય સિદ્ધ.
અનંતર સિદ્ધ જીવ ઉપાધિના ભેદ વડે પંદર પ્રકારના છે. તેથી તેમની પ્રરૂપણા પણ પંદર પ્રકારની છે. તે આ પ્રમાણે. ૧) તીર્થસિદ્ધ ૨) અતીર્થસિદ્ધ ૩) તીર્થંકરસિદ્ધ ૪) અતીર્થંકર સિદ્ધ ૫) સ્વયંબુદ્ધ સિદ્ધ ૬) પ્રત્યેકબુદ્ધસિદ્ધ ૭) બુદ્ધબોધિતસિદ્ધ (૮) સ્ત્રીલિંગ સિદ્ધ ૯) પુરૂષલિંગ સિદ્ધ ૧૦) નપુંસકલિંગ સિદ્ધ ૧૧) સ્વલિંગસિદ્ધ ૧૨ અન્યલિંગ સિદ્ધ ૧૩) ગૃહસ્થલિંગસિદ્ધ ૧૪) એકસિદ્ધ ૧૫) અનેકસિદ્ધ.
એક સમયમાં અનેક સિદ્ધ હોય તો વધારેમાં વધારે ૧૦૮ સિદ્ધ થાય. જો સતત આઠ સમય સુધી સિદ્ધ થાય તો એક એક સમયમાં ૧ થી આરંભીને ૩૨ સુધી સિદ્ધો બને છે. અર્થાત્ પ્રથમ સમયમાં જઘન્ય એક - બે અને વધારેમાં વધારે ૩૨ સુધી બને. બીજા સમયમાં પણ જઘન્ય - ૧ બે અને ઉ. બત્રીશ સિદ્ધો હોય છે. એ જ પ્રમાણે ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા સમયમાં પણ જઘન્ય એક બે અને ઉત્કૃષ્ટ બત્રીસ સિદ્ધો હોય છે તેના પછી નવમા સમયમાં અવશ્ય અંતર પડી જાય છે. એવી જ રીતે ક્રમશઃ ૩૩ થી ૪૮ સુધી નિરંતર સિદ્ધ બને તો સતત સાત સમય સુધી જ સિદ્ધ બને છે પછી અવશ્ય અંતર પડી જાય છે. અર્થાત્ આઠમા સમયમાં કોઈ જીવ સિદ્ધ થતો નથી. એવી જ રીતે ૪૯ થી ૬૦ સુધી નિરંતર સિદ્ધ બને તો વધારેમાં વધારે છ સમય સુધી સિદ્ધ બને છે ત્યારબાદ અવશ્ય અંતર પડી જાય છે. ૬૧ થી ૭૨ સુધી પ્રત્યેક સમયમાં નિરંતર સિદ્ધ બનતા રહે તો વધારેમાં વધારે પાંચ સમય સુધી સિદ્ધ બને છે પછી અંતર પડે છે અર્થાત્ છઠ્ઠા સમયે કોઈ સિદ્ધ ન થાય ૭૩ થી ૮૪ સુધી નિરંતર સિદ્ધ થાય તો ચાર સમય સુધી સિદ્ધ થાય પછી અવશ્ય અંતર પડે. ૮૫ થી ૯૬ સુધી નિરંતર સિદ્ધ થાય તો ત્રણ સમય સુધી સિદ્ધ થાય પછી અવશ્ય અંતર પડે. ૯૭ થી ૧૦૨ સુધી નિરંતર સિદ્ધ થાય તો બે સમય સુધી સિદ્ધ થાય પછી અવશ્ય