________________
જીવવિચાર રાસ એક અધ્યયન
અંતર પડે.
૧૦૩ થી ૧૦૮ સુધી નિરંતર સિદ્ધ થાય તો એક સમય સુધી સિદ્ધ થાય પછી અવશ્ય અંતર પડે.
૪૩૫
બીજા સમયે કોઈ જીવ સિદ્ધ ન થાય. આ રીતે એક સમયમાં અધિકાધિક એકસોઆઠ જીવ સિદ્ધ થઈ શકે તેથી જ અનેક સિદ્ધો ઉત્કૃષ્ટ ૧૦૮ સમજવા જોઈએ. આઠ સમય સુધી નિરંતર સિદ્ધ થાય તેમાં દરેકમાં જઘન્ય સંખ્યા એક લેવી પરંતુ પૂર્વના સમય સુધીની સિદ્ધની વર્ણવેલ સંખ્યા નિયમા અંતર પડે તે અપેક્ષાએ છે. જઘન્ય એક સંખ્યાથી તે - તે સમય સુધીની સંખ્યાના માપ સુધીની જીવસંખ્યા પછી અંતર પડી શકે છે.
તીર્થસિદ્ધ અને અતીર્થસિદ્ધ આ બંને ભેદમાં બધાનો સમાવેશ થઈ શકે પરંતુ વિશેષનું જ્ઞાન કરાવવા માટે ૧૫ ભેદો બતાવ્યા છે.
જીવવિચાર રાસમાં શ્રાવક કવિ ઋષભદાસે પ્રથમ સંસારીની પ્રરૂપણા કરી છે પછી સિદ્ધની પ્રરૂપણા કરી છે. ગાથા નં. ૩૨૪ થી ૩૨૭ સુધીની ગાથામાં સિદ્ધનાં પંદર ભેદનો નામ નિર્દેશ કર્યો છે. તેનાં નામના ક્રમમાં ફરક છે. એમણે પ્રથમ તીર્થંકર સિદ્ધ અને અતીર્થંકર સિદ્ધ લીધા છે. પછી તીર્થ સિદ્ધ અને અતીર્થ સિદ્ધ લીધા છે. ત્યાર પછી ગૃહસ્થલિંગ સિદ્ધ, અન્યલિંગ સિદ્ધ, સ્વલિંગ સિદ્ધ, સ્ત્રીલિંગસિદ્ધ, પુરૂષલિંગ સિદ્ધ, નપુસંકલિંગ સિદ્ધ, એમ લિંગ આશ્રી પરૂપણા છે. ત્યારબાદ પ્રત્યેક બુદ્ધ, સ્વયંબુદ્ધ અને બુદ્ધ બોહિ લીધા છે. છેલ્લા બંનેનો ક્રમ બંનેમાં એક સરખો જ છે.
કવિએ પછી સિદ્ધ પંચાશકના પંદર દ્વાર લીધા છે. તેમાંનું અનુસમય નામનું દ્વાર પન્નવણાના અનેક સિદ્ધની એક સમય આશ્રીની પ્રરૂપણાને મળતું આવે છે.
આમ સિદ્ધજીવોની પ્રરૂપણા કરીને પછી સંસારીજીવની પ્રરૂપણા કરી છે. સૂત્ર ૧૨ સેતિ સે તિં અસંસારસમાવાનીવવવા સંસારી જીવોની પરૂપણા શુ છે? સંસારી જીવોની પ્રજ્ઞાપના પાંચ પ્રકારની છે. એકેન્દ્રિય જીવ, બેઈન્દ્રિય જીવ તેઈન્દ્રિય જીવ, ચૌરેન્દ્રિય જીવ અને પંચેન્દ્રિય જીવ.
જેને એક જ સ્પર્શેન્દ્રિય હોય તે એકેન્દ્રિય જીવ કહેવાય તેના પાંચ પ્રકાર છે. પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય.
જે જીવને સ્પર્શ અને રસના હોય તે બેઈન્દ્રિય શંખ, છીપ વગેરે.
જે જીવોને સ્પર્શ, રસ અને ઘ્રાણ હોય તે તેન્દ્રિય જૂ, કીડી, માંકડ વગેરે. જે જીવોને સ્પર્શ, રસ અને ઘ્રાણ અને ચક્ષુ તે ચોરેન્દ્રિય ડાંસ, મચ્છર, માખી વગેરે જે જીવોને સ્પર્શ, રસ, ઘ્રાણ ચક્ષુ અને કાન તે પંચેંદ્રિય નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવ પૃથ્વીકાયનું વર્ણન ઃ સૂક્ષ્મ ને બાદર બે ભેદ છે. સૂક્ષ્મનામ કર્મનો ઉદય હોય તેને સૂક્ષ્મ પૃથ્વીકાય કહેવાય. બાદર નામ કર્મનો ઉદય હોય તેને બાદર પૃથ્વી કહેવાય. સૂક્ષ્મ પૃથ્વી કાય સંપૂર્ણ લોકમાં એવા ભરેલા છે કે જેમ કોઈ પેટીમાં ગંધ દ્રવ્ય