________________
૪૩૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત નાખવાથી તેમાં બધે સુગંધ ફેલાઈ જાય અર્થાત્ આખા લોકમાં છે. બાદર પૃથ્વીકાયા દેશભાગમાં હોય છે. ચોક્કસ ચોકકસ જગ્યાઓ પર લોકાકાશના એક ભાગમાં હોય છે.
સૂક્ષ્મ પૃથ્વીકાય - અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ બે પ્રકારની છે. એ સિવાય એના બીજા પ્રકારો નથી.
બાદર પૃથ્વીકાય - ના બે ભેદ છે. ૧) શ્લષ્ણ (ચિકણા) બાદર પૃથ્વીકાય અને ૨) ખર બાદર પૃથ્વીકાયા ૧) શ્લક્ષ્યમાં - કાળી માટી, નીલમાટી, લાલ માટી, સફેદ માટી, પીળીમાટી, પાંડુમાટી,પનક માટી વગેરે છે. ૨) ખરમાં - પૃથ્વી (શુદ્ધ), કાંકરા, રેતી, પાષાણ, શિલા, મીઠું,લોઢું, તાંબું, કલાઈ, શીશું, રૂપું, સોનું, વજ હીરો હડતાલ, હિગળોક, મનઃશિલા, પારો આંજણ, પ્રવાલ, અબરખ, અભ્રવાલુકા, બાદર કાય મણિઓના ભેદ વિવિધ રત્નો જોવાકે ગોમેદ રત્ન, રૂચક રત્ન, અંતરત્ન, સ્ફટીક, લોહિતાક્ષરત્ન, મરક્તરત્ન, મસારગલ રત્ન, પુજમોચક, ઇંદ્રનીલ, ચંદ્રનીલ, ગરિક, હંસગર્ભ, પુલાક, સોગંધિક વગેરે રત્નો તેમજ ચંદ્રપ્રભારત્ન, વેડુર્યમણિ, જલકાંત, સૂર્યકાન્ત રત્ન એ તથા એવા પ્રકારની બીજી પૃથ્વીકાય પણ હોય છે. એના સંક્ષેપથી બે પ્રકાર છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાંથી જે અપર્યાપ્ત છે તેઓ પ્રાપ્ત નથી.
તેઓમાંથી જે પર્યાપ્ત છે તેઓમાં રંગ, ગંધ, રસ, અને સ્પર્શની અપેક્ષાએ હજારો ભેદ છે. સંખ્યાત લાખ યોનિ છે. એક પર્યાપ્તના આશ્રયે અપર્યાપ્ત ઉત્પન્ન થાય છે જ્યાં એક છે ત્યાં નિયમથી અસંખ્ય સમજવા. આમ આ બાદર પૃથ્વીકાય તેમ જ પૃથ્વીકાયની પ્રરૂપણા પૂરી થઈ.
જી.વિ.માં શ્રાવક કવિ ઋષભદાસે ૧૧-૧૨ - ૧૩ એ ત્રણ ગાથામાં પૃથ્વીકાયના જીવોનું વર્ણન કર્યું છે. એમાં ૨૦ પ્રકારની પૃથ્વીકાયનો ઉલ્લેખ છે. બાદર પૃથ્વી એવો. ઉલ્લેખ નથી પણ બાદરનો ઉલ્લેખ કરવા માગે છે એ ભાવ વ્યક્ત થાય છે. કારણ કે પાંચે સ્થાવરનું વર્ણન પૂરું થાય છે ત્યાં ૩૭ મી ગાથામાં પાંચેના સૂક્ષ્મકાયનું વર્ણના કર્યું છે. તૈથી આ બદરકાયનું વર્ણન છે એમ સિદ્ધ થાય છે. કવિએ અપર્યાપ્તા અને પર્યાપ્તા એવા ભેદનો ઉલ્લેખ ક્યાંય કર્યો નથી. જીવાજોનિનો ઉલ્લેખ ૭૬મી ગાથામાં પાંચે સ્થાવરનો એકેન્દ્રિય અંતર્ગત બાવનલાખ જીવાજોનિ એમ કર્યો છે. એ ઉપરાંત એ જીવો કેવી રીતે દુઃખ પામે છે એનું વર્ણન કર્યું છે અને એમના શરીરાદિ દ્વારોનું વર્ણન કર્યું છે. જે પ્રજ્ઞાપના સૂત્રના વિવિધ પદોમાં કેટલાકનું વિસ્તૃત વર્ણન છે.
અપકાયનું વર્ણના પન્નવણા પ્રમાણે સૂત્ર ૬ - પદ -૧
અપકાયના સૂક્ષ્મ – બાદર અપર્યાપ્તા અને પર્યાપ્તા ભેદાનું વર્ણન પૃથ્વાકાયવત્ છે. બાદર અપકાયના પ્રકાર આ પ્રમાણે છે. ઓસ, હિમ, મહિકા, કરા, ઘાસરપરનું