________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૩૭ પાણી, શુદ્ધ પાણી, શીતપાણી, ઉષ્ણપાણી, ખારું પાણી, ખાટું પાણી, લવણા સમુદ્રનું પાણી, વરૂણવર સમુદ્રનું પાણી, ક્ષીરસમુદ્રનું પાણી, ધૃતવર સમુદ્રનું પાણી, ઈસુવર સમુદ્રનું પાણી, રસોદક પુષ્કરવાનું પાણી વગેરે. તેમની જીવાજોનિ સાત લાખ છે.
જીવવિચાર રાસ પ્રમાણે - ૧૪ થી ૧૭ એ ચાર ગાથામાં અપકાયના ભૂમિકૂપ, આકાશજલ, હિમ, રા, બરફ, ઓસ, ધુમ્મસ હરિતણુ અને ઘનોદધિ એટલા પ્રકારનો ઉલ્લેખ છે. જયારે પન્નવણામાં બાદર પાણીના ૧૭ પ્રકારનો ઉલ્લેખ છે. ઋષભદાસે યોનિનો ઉલ્લેખ અલગ કર્યો નથી. જીવ દુઃખ કેવી રીતે પામે એનું વર્ણન છે.
તેઉકાયનું વર્ણન પન્નવણા - તેઉકાયના બાદર, સૂક્ષ્મ, અપર્યાપ્તા પર્યાપ્તા ભેદોનું વર્ણન પૂર્વવજ છે. બાદર અગ્નિકાયના પ્રકાર અનેક છે જે આ પ્રમાણે છે.
અંગારા, જવાળા, મુર્મ ૨, અર્શી (અર્ચના), અલાત (અડધું બળેલું લાકડું), શુદ્ધ અગ્નિ, ઉલ્કા, વીજળી, અશનિ (આકાશમાંથી પડતા અગ્નિમય કણો), નિર્ધાત વિક્રિય સંબંધી રમશનિપાત, અરણિ વગેરેને ઘસવાથી ઉત્પન્ન થતો અગ્નિ) સૂર્યકાંત મણિમાંથી નીકળતો અગ્નિ, એ સિવાય આ પ્રકારના બીજા પણ અગ્નિકાયના જીવા હોય. એમની જીવાજોનિ સાત લાખની છે.
જી. વિ. રાસમાં ગાથા ૧૮-૧૯ માં અગ્નિકાયના પ્રકારો બતાવ્યા છે જે આ પ્રમાણે છે.
જવાલા, ભરસાડ (ભાઠા) નો અગ્નિ, અંગારા, ઉલ્કાપાત, કનક, વીજળી એ છ પ્રકાર બતાવ્યા છે. જ્યારે પન્નવણામાં ૧૨ ભેદ બતાવ્યા છે. યોનિનો ઉલ્લેખ અલગથી નથી. દુઃખ કેવી રીતે પામે એનું વર્ણન કર્યું છે જે પન્નવણામાં નથી.
વાઉકાયનું વર્ણન પન્નવણા - વાઉકાયના બાદર, સૂક્ષ્મ, અપર્યાપ્તા, પર્યાપ્તા ભેદોનું વર્ણન પૂર્વવત્ છે. બાદર વાયરાના અનેક પ્રકાર છે. જેમ કે પૂર્વનો (પૂર્વ દિશામાંથી આવેલો ) વાયુ, પશ્ચિમનો વાયુ (હવા), દક્ષિણનો વાયુ, ઉત્તરનો વાયુ, ઊર્ધ્વવાયુ, અધોવાયુ, ત્રિકો વાયુ, વિદિશાનો વાયુ, અનિયત વાયુ, વાતોલી (સમુદ્ર સમાન વાતોત્કાલિકા મોજા વાળો વાયુ), પ્રચરતર ઉત્કલિકાઓથી મિશ્રિત વાયુ, મંડળિયો વાયુ, ગુંજારવ કરીને વહેતો વાયુ, ઝંઝાવાત (વર્ષા સાથે વહેતી વાયુ), સંવર્તક (ખંડ પ્રલય સમયનો પવન), ઘનવા, તનવા, શુદ્ધ વાયુ તથા એ પ્રકારના બીજા પણ વાયુ હોય તેની સાત લાખ યોનિઓ છે.
જી. વિ. રાસમાં વાયુનું વર્ણન ૨૦ થી ૨૪ એ પાંચ ગાથામાં છે. એમાં ૨૦ - ૨૧ મી ગાથામાં વાયરાના પ્રકાર બતાવ્યા છે જે આ પ્રમાણે છે. ઓભામગ (ઉદભામક - સંવર્તક), (ઉકલીઓ ઉત્કાલીક), મંડલ વાયુ, ગુંજવાયુ, શુદ્ધ વાયુ, ઘનવા, તનવા વગેરે સાત પ્રકારના વાયરા બતાવ્યા છે. જ્યારે પન્નવણામાં ૧૮ પ્રકારના બતાવ્યા.