________________
૪૩૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત છે. યોનિ અલગ બતાવી નથી જયારે પન્નવણામાં સાત લાખ જીવાજોનિ બતાવી છે. વાયરાના જીવો કેવી રીતે હણાય છે તે બતાવ્યું છે જે પન્નવણાના આ અધિકારમાં બતાવ્યું નથી.
વનસ્પતિકાયનું વર્ણન (પૃ. ૨૪૨ થી ૩૪૫) પન્નવણા - વનસ્પતિકાયના સૂક્ષ્મ અને બાદર બે ભેદ છે. તેમાંથી સૂક્ષ્મના અપર્યાપ્તા અને પર્યાપ્તા બે ભેદ છે. બાદર વનસ્પતિના પ્રત્યેક શરીરી અને સાધારણ શરીરી એવા બે ભેદ છે.
પ્રત્યેક શરીરી - જે જીવોને અલગ અલગ શરીર હોય અર્થાત્ એક શરીરમાં એક જીવ હોય તે પ્રત્યેક શરીરી
સાધારણ શરીરી – અનંત જીવો વચ્ચે એક જ શરીર હોય. અર્થાત્ એક શરીરમાં અનંત જીવો હોય.
પ્રત્યેક શરીર - બાબર વનસ્પતિકાયિક જીવ બાર પ્રકારના છે. ૧) વૃક્ષ - એક બીજવાળા જેના ફળમાં એક જ ગોટલી હોય છે. લીમડો, આંબો,
જાંબુ, કોરાંબ, સાલ, અખરોટ, પીલુ, વગેરે. તથા અશોક જેવા બીજા પણ વૃક્ષો હોય તેમના મૂળ, કંદ, સ્કંધ, છાલ, શાખા અસંખ્યાતા જીવવાળા, પાંદડા એક એક જીવવાળા, ફૂલ અનેક જીવવાળા અને ફળ એક બીજવાળા એટલે એને એક બીજવાળા જીવ કહેવાય છે. બહુબીજવાળા - જે વૃક્ષોના ફળમાં ઘણાં બીજ હોય તે. અસ્થિક, તિન્ક, કપિત્થ, અમ્બણ, બીજોરું, બિલ્વ, આમલક, ફણસ, દાડમ, અશ્વત્થ, કદંબા તથા એના જે બીજા જે વૃક્ષો હોય તે. તેના મૂળ વગેરેનું વર્ણન એક બીજવાળા વૃક્ષ જેવું જ જાણવું માત્ર ફળ
બહુબીજવાળા છે. ૨) ગુચ્છ નીચાં અને ગોળ ઝાડ હોય તે. - અનેક પ્રકારના છે. વૃન્તાકી, પુંડકી, કસ્તૂરી, જીભમણા રૂપી વગેરે. ૩૧ નામ છે.
એ સિવાય આ જાતની બીજી જે વનસ્પતિ હોય તેને પણ ગુચ્છ સમજવી. ૩) ગુલ્મ - ફૂલના જાતિના છોડ અનેક પ્રકારના છે. સેનતક નવમાવતી, કોરંટક,
બંધુજીવક, મનોઘ, પિતિક, પાન, કર્ણિકાર, કુર્જક, સિંદવાર, મોગરો, ચૂથિકા, મલ્લિકા, વાસંતી, વસૂલ વગેરે
કુલ ૨૫ ગુલ્મ અહીં બતાવ્યા છે. એ સિવાય બીજા પણ હોઈ શકે. ૪) લતા - અનેક પ્રકારની છે. પદ્મલતા, નાગલતા, અશોકલતા, કુંદનલતા, શ્યામલતા,
આગ્રલતા, ચૂતલતા, વનલતા, વાસંતીલતા, અતિમુક્તલતા, કુંદનલતા,
શ્યામલતા. એ સિવાય બીજી પણ લતાઓ છે. ૫) વેલ (વલ્લિ) - અનેક પ્રકારની છે જેમ કે પુષ્પફરી, કાલિંગી, તુંબી, ઘાલંકી,