________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૩૯ ઘોષાતકી વગેરે ૪૫ પ્રકારની વેલના નામ અહીં છે એ સિવાય બીજી પણ હોઈ
શકે. ૬) પર્વગ - ગાંઠાળા, સાંધાવાળા હોય છે. અનેક પ્રકાર આ પ્રમાણે છે. શેરડી,
ઈસુવાટિકા, વીરૂણી, અક્કડ, ભાષ, વગેરે ૨૨ નામ અહીં કહ્યા છે. એ સિવાય
બીજા પણ હોઈ શકે. ૭) તૃણ - ઘાસ અનેક પ્રકારના છે. જેવાકે સેંડિક, માંત્રિક, હોત્રિક, દર્ભ, કુશ વગેરે
૨૩ નામ કહ્યા છે તે સિવાયના બીજા પણ હોઈ શકે. ૮) વલય - ઊંચા ને ગોળ ઝાડ હોય તે અનેક પ્રકારના છે. જેમ કે તાલ, તમાલ,
તર્કલી, તોયલી વગેરે ૧૭ પ્રકારના નામ અહીં કહ્યા છે એ સિવાયના બીજા પણ
હોઈ શકે. ૯) હરિત - ભાજીની જાતિ અનેકવિધ છે. તે આ પ્રમાણે - અદ્યાવરોહ, વ્યદાન,
હરિતક, વસ્તલ, વગેરે અહીં ત્રીસ નામોનો ઉલ્લેખ કર્યો છે. તે સિવાય બીજા
પણ હોય છે. ૧૦) ઓષધિ - રોગ મટાડે, ભૂખ મટાડે તે ધાન્યને ઓષધિ કહે છે. અનેક પ્રકારની છે.
ચોખા, ઘઉં, જવ, વટાણા, મસુર, તલ, મગ વગેરે ૨૪ નામોનો અહીં ઉલ્લેખા
છે. એ સિવાય બીજી પણ હોય. ૧૧) જલરૂહ - પાણીમાં ઊગનાર ઝાડ છોડ. અનેક પ્રકારના છે તે આ રીતે ઉદક,
અવક, પનક, સેવાળ વગેરે છવીસ પ્રકારો અહીં ગણાવ્યા છે. એ સિવાય બીજા
પણ હોય. ૧૨) કુહણ - કોસંડા (મશરૂમ) ભૂમિ ભેદીને બહાર નીકળે છે. આય, કાંય, કુહણ,
છત્રાંક વગેરે દશ નામો અહીં છે. એ સિવાય બીજા પણ હોઈ શકે.
આમ આ બાર પ્રકારના પ્રત્યેક વનસ્પતિના અંધાદિમાં કોઈ એક જીવવાળો તો કોઈ અસંખ્યાતા જીવવાળા પણ હોય. તલ સાંકળીના દૃષ્ટાંત અનેક તલ એક તલસાંકળીના ટૂકડામાં હોય. તેમ દરેક જીવ પ્રત્યેક શરીરી જ હોય.
સાધારણ વનસ્પતિ સાધારણ શરીરવાળા વનસ્પતિકાયના બાદર જીવ અનેક પ્રકારના હોય છે. જે આ પ્રમાણે છે. અવક, પનક, સેવાળ, આદુ, મૂળા વગેરે પ૭ નામનો અહીં ઉલ્લેખ છે તે સિવાયના પણ હોઈ શકે. આના જેવી બીજી વનસ્પતિઓ માં પણ અનંત જીવ હોય. જેમ કે તૃણમૂલ, કંદમૂલ તેમ જ વંશીમૂલ તેઓને સંખ્યાત જીવ, અસંખ્યાત જીવ અને અનંત જીવ સમજવા જોઈએ. એ ત્રણેમાં જાતિના અથવા દેશભેદથી કોઈમાં સંખ્યાતા, કોઈમા અસંખ્યાતા અને કોઈમાં અનંત જીવ હોય છે.
| સિંઘાડાનો ગુચ્છો અનેક જીવવાળો સમજવો જોઈએ તેના દરેક પાનમાં એક જીવ હોય છે અને ફળમાં બે જીવ કહ્યા છે.