________________
૪૪૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત જે મૂળના તૂટેલાના સમાન ભંગ દેખાડે છે તે અનંત જીવ છે. અર્થાત્ જે મૂળને તોડવાથી તેમાં અત્યંત સમાન ચક્રના આકારનો ભંગ દેખાઈ આવે તે મૂળને અનંત જીવ સમજવા જોઈએ. એ જ રીતે કંદ, સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ (પળ), પાંદડા, ફૂલ, ફળ, બીજ (વનસ્પતિના એ દશ અંગ) ને તોડવાથી સમાન ભંગ થાય. તો અનંત જીવવાળા સમજવા જોઈએ.
એ જ રીતે પૂર્વોક્ત વનસ્પતિના મૂલાદિ દસ અંગને ભાંગવાથી હીર=વિષમ છેદ દેખાય, સમાન ભંગ ન દેખાય તો તેને પ્રત્યેક શરીરી સમજવા.
જે મૂળનું કાષ્ઠ અર્થાત્ મધ્યવર્તી સાર ભાગની એપેક્ષાએ છાલ અધિક મોટી હોય. તો તે છાલને અનંત જીવવાળી સમજવી જોઈએ. એ જ કંદ, સ્કંધ અને શાખાના સારભાગ કરતાં છાલ મોટી હોય તો અનંત જીવવાળા હોય અને એનાથી વિપરીત પાતળી છાલવાળા હોય તો પ્રત્યેક જીવવાળા હોય.
જે મૂળાદિ દશ અંગ તોડવાથી પર્વગાંઠ એટલે ભંગસ્થાન રજથી ભરેલ બને છે. અથવા જે પત્ર આદિને તોડવાથી ચક્ર આકારનો ભંગ નથી દેખાતો જેનું ભંગસ્થાના રજથી વ્યાપ્ત પણ નથી થતું કિન્તુ પૃથ્વી સદશ ભેદથી ભંગસ્વાન બને છે અર્થાત્ જેમ સૂર્યના કિરણોના સમૂહના અત્યંત તપેલા સ્થાન પર તાપનો ગોળાકાર દેખાય છે તેવો ભંગ થાય છે તે અનંતકાય સમજવો. જેની શિરાઓ ગૂઢ હોય, જેનું પાન દૂધવાળું કે દૂધ વગરનું હોય પણ તેની શિરાઓ દેખાતી ન હોય, જે પાનની સંધિ દેખાતી ના હોય તેને પણ અનંત સમજવા. - ત્યાર પછી કે પુષ્પ, કંદ, પલાંડ, પાન વગેરેનુ કેટલાક પ્રત્યેક છે કે કેટલાક અનંત જીવવાળા છે તેનું વર્ણન છે બીજની યોનિ અવસ્થાનું વર્ણન છે. બીજમાંથી અંકુરા ફૂટે છે તેમાં અનંત જીવો હોય છે તે બીજ તેમની યોનિ છે તે યોનિભૂત બીજમાંથી તેનો જીવ ચ્ચવી જાય. પછી તેમાંથી અંકુરાદિ ફૂટે છે. અંકુરા નિયમા અનંત જીવવાળા હોય (પ્રત્યેક વનસ્પતિ હોય તો પણ) તે અંકુરા પછી પ્રત્યેક શરીરીકે અનંતકાય બની જાય.
તે ક્રમશઃ વૃદ્ધિ પામતા અંતર્મુહૂર્ત પછી પ્રત્યેક શરીરી બને છે કારણ કે નિગોદ્ધી સ્થિતિ અંતર્મુહૂર્તની કહી છે.
સાધારણ એક જ શરીરમાં આશ્રિત અનંત જીવ એકી સાથે ઉત્પન્ન થાય તેમના શરીર, શ્વાસોચ્છવાસ, આહારાદિનું ગ્રહણ કરવું એકી સાથે જ હોય છે. એક જીવા ગ્રહણ કરે તે બધા જીવોને પ્રાપ્ત થઈ જાય. જેમ અગ્નિમાં તપાવેલો લોઢાનો ગોળો. સોના જેવો આખેઆખો અગ્નિમય બની જાય છે એ જ રીતે નિગોદરૂપ એક શરીરમાં અનંત જીવોનું પરિણમન થવું તે સમજી લેવું. એક, બે, ત્રણ, સંખ્યાત કે અસંખ્યાત નિગોદ જીવોના શરીર એમાં દેખાઈ શક્તા નથી કેમ કે તેઓના પૃથક પૃથફ શરીર જ નથી હોતા તેઓ તો અનંત જીવોના પિંડરૂપ જ હોય છે. અનંત જીવોનું જ એક શરીર હોય છે. તેમાંથી બાદર નિગોદ જીવોના શરીર (અનેક શરીર ભેગા થાય તો) જ