________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૪૧
દૃષ્ટિગોચર થાય છે સૂક્ષ્મ નિગોદ જીવોના શરીર અદૃશ્ય જ હોય છે. તેઓનો સ્વભાવ જ એવો છે.
ભગવાને કહ્યું છે કે સોયની અણી જેટલા નિગોદ કાયમાં અસંખ્ય ગોળા હોય છે, એક એક ગોળામાં અસંખ્યાત અસંખ્યાત નિગોદ હોય છે અને એક એક નિગોદમાં અનંત જીવ હોય છે.
નિગોદની સંખ્યા
અસંખ્યાત પ્રદેશ પ્રમાણ લોકના પ્રત્યેક પ્રદેશ પર એક નિગોદ જીવ સ્થાપિત કરવામાં આવે તો તે બધા જીવોને સ્થાપિત કરવા માટે અનંતલોકની આવશ્યકતા થશે. એવા અનંત લોકના લોકાકાશના પ્રદેશો જેટલા નિગોદના જીવો છે.
પ્રત્યેક વનસ્પતિકાયની સંખ્યા :
એક એક લોકાકાશમાં પ્રત્યેક વનસ્પતિકાયના એક એક જીવને સ્થાપિત કરવામાં આવે અને એ રીતે એમનું માપ કરવામાં આવે તો તેઓ અસંખ્યાત લોકાકાશના પ્રદેશોની બરાબર હોય છે.
પ્રત્યેક વનસ્પતિના પર્યાપ્ત જીવ લોકના અસંખ્યાતમાં ભાગમાં જેટલા આકાશપ્રદેશ છે તેટલા હોય છે તેમ જ અપર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિના જીવ અસંખ્યાત લોકાકાશોના પ્રદેશોની બરાબર છે. સાધારણ વનસ્પતિના અપર્યાપ્તા અને પર્યાપ્તા અનંત લોકાકાશના પ્રદેશોની બરાબર બનતા (ઉપજતા) રહે છે.
આ પ્રકરણમાં જે વનસ્પતિના નામ નથી તેમાંથી જેને સાધારણના લક્ષણ ઘટે તેને સાધારણ જાણવી, પ્રત્યેકના લક્ષણ દેખાય એને પ્રત્યેક જાણવી. સાત લાખ યોનિ છે. સૂરણ આદિ કંદં, વૃક્ષાદિ ૧૨ પ્રકાર મળીને અહીં ઓગણીશ વનસ્પતિના નામ છે એમાંથી કોઈની યોનિ ત્વચા છે, કોઈની છાલ, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ, મૂળ, અગ્ર, મધ્ય, કે બીજ હોય છે.
આમ વનસ્પતિકાય અને એકેન્દ્રિય જીવોની પ્રરૂપણા પૂર્ણ થઈ.
૧)
૨)
આમ પન્નવણામાં વનસ્પતિકાયની ખૂબ જ વિસ્તૃત પ્રરૂપણા થઈ છે (૧૦૪ પાનામાં છે) જીવવિચાર રાસમાં ૨૫ થી ૩૬ એ ૧૨ ગાથામાં સક્ષિપ્ત વર્ણન છે. પન્નવણમાં પ્રથમ પ્રત્યેક વનસ્પતિકાયના ૧૨ ભેદના અનેક પ્રકારનું વર્ણન છે ત્યારબાદ સાધારણ વનસ્પતિના ૫૭ પ્રકાર અને એને ઓળખાવાના ચિન્હ (લક્ષણ) બતાવ્યા છે. જયારે જીવવિચાર રાસમાં પ્રથમ સાધારણનું વર્ણન છે પછી પ્રત્યેક વનસ્પતિનું વર્ણન છે. ૧૪ પ્રકારના નામનો ઉલ્લેખ છે. પછી ચાર લક્ષણ છે. જે પન્નવણામા બતાવેલા કંદમૂળના લક્ષણને મળતા આવે છે. ગુપ્ત-ગૂઢ (સ્પષ્ટ ન જણાય તેવા) શિરા, ગૂઢ સંધિસ્થાન, પર્વો થડ-ડાળ વગેરેના સાંધાઓ ગૂઢ અને જેને ભાંગતા સરખા ભંગ થાય એ ચાર લક્ષણ જેમાં હોય એને અનંતકાય જાણવા. તેમજ અનંતકાય અને પ્રત્યેકને ઓળખવાના