________________
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
લક્ષણ બતાવ્યા ત્યારબાદ કંદમૂળ ન ખાવાનેા ને ઘરે પણ ન લાવવાનો ઉપદેશ આપ્યો છે. ત્યાર પછી આપણો જીવ અનંતકાળ એમાં છેદન-ભેદન પામીને ભમ્યો છે એનો ઉલ્લેખ કર્યો છે જો કે ‘જીવવિચાર વિવેચન'માં આ સાત અંગ સુંગધવાળા છે એવો ઉલ્લેખ છે. પછીની ત્રણ ગાથામાં પ્રત્યેક વનસ્પતિના (પનવણામાં દશ અંગ છે તેને બદલે અહીં ફળ, ફુલ, પાંદડા, બીજ, મૂળ અને છાલ એ) સાત પ્રકાર તેમ જ નાળિયેર, આંબા, જાંબુ અને કણની જાતિ એટલા નામોનો ઉલ્લેખ છે. પન્નવણામાં બાર પ્રકાર બતાવ્યા છે. પન્નવણામાં યોનિ સાત લાખ કહી છે (પણ એ બરાબર નથી. છ કાયના બોલમાં દશ લાખ પ્રત્યેક વનસ્પતિ અને ૧૪ લાખ સાધરણ વનસ્પતિની યોનિનો ઉલ્લેખ છે. (શ્રીબૃહદ જૈન થોક સંગ્રહ પૃ.૬૫ સ. કાંતિભાઈ ગાંધી જશવંતભાઈ શાહ)
૪૪૨
કવિએ એકેન્દ્રિયમાં ૭૬મી ગાથામાં ૫૨ લાખ યોનિ કહી છે. એમાંથી પ્રથમના ચાર સ્થાવરની ૭ × ૪ કરતાં ૨૮લાખ યોનિ થાય એમાં વનસ્પતિની ૨૪ લાખ (૧૦ પ્રત્યેક + ૧૪ સાધારણ મળીને) ઉમેરતાં ૫૨ લાખ થાય.
પન્નવણામાં અપર્યાપ્તા-પર્યાપ્તા તેમજ તેની સંખ્યાનો ઉલ્લેખ છે જે જીવવિચાર રાસમાં નથી બાદરનો ઉલ્લેખ પણ અલગ નથી માત્ર પાંચે સૂક્ષ્મનો એક ગાથામાં ઉલ્લેખ છે.
બેઈન્દ્રિય
પન્નવણા - બેઈન્દ્રિય જીવો અનેક પ્રકારના છે. પુલાકૃમિ, કુક્ષીકૃમિ, ગડુપદ, શંખ આદિ ૨૮ પ્રકાર બેઈન્દ્રિયના બતાવ્યા છે. તે બધા સંમૂર્ચ્છિમ નપુંસક હોય છે. તેમના સંક્ષેપથી પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા બે ભેદ છે. સાત લાખ કુલકોટિ છે. આમ પન્નવણામાં ૨૮ પ્રકાર છે તેની સામે જીવ વિચારમાં ૩૮-૩૯ એ બે ગાથામાં સાત પ્રકાર બતાવ્યા છે તેમ જ કેવી રીતે દુઃખ પામ્યો તેનું વર્ણન છે. અપર્યાપ્તા પર્યાપ્તાનો ઉલ્લેખ નથી કુલકોટિ નથી બતાવી પણ યોનિ બે લાખ છે તે ૯૬મી ગાથામાં બતાવ્યુ છે. નપુંસક વેદ હોય તે ૯૩મી ગાથામાં છે. ૯૦ થી ૯૯ ગાથામાં તેની શરીરાદિની ઋધ્ધિ છે.
તેઈન્દ્રિય
પન્નવણા - તેઈન્દ્રિય જીવો અનેક પ્રકારના છે જેમ કે - ઔપયિક, રોહિણિક, કુંથુવા, કીડી વગેરેના ૪૦ પ્રકારો બતાવ્યા એ સિવાયના બીજા પણ હોઈ શકે તે અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ બે ભેદે છે. આઠ લાખ યોનિ પ્રમુખ જાતિ કુલકોટિઓ છે યોનિ બતાવી નથી. આમ પન્તવાણામાં ૪૦ પ્રકારો અને બે ભેદ અને કુલકોટિ દર્શાવ્યા છે જ્યારે બધા તેઈન્દ્રિય સંમૂર્ચ્છિમ અને નપુસંક છે.
જી.વિ. રાસ માં ૪૦ થી ૪૩ ગાથામાં ૧૩ પ્રકાર અને કેવી રીતે દૂઃખ પામ્યો તેનું