________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૪૩ વર્ણન છે. ૧૦૦ થી ૧૦૬ ગાથામાં શરીરાદિની ઋદ્ધિ બતાવી છે એમાં ૧૦૪મી ગાથામાં બે લાખ યોનિ બતાવી છે. કુલકોટિ નથી બતાવી.
ચૌરેન્દ્રિય પન્નવણા - ચોરેન્દ્રિય જીવો અનેક પ્રકારના છે તે આ રીતે અંબિક, પત્રિક, માખી, મચ્છર, કીડા, પૌંગિઆ વગેરે અહીં ૩૯ પ્રકાર બતાવ્યા એ સિવાય બીજા જે આવા પ્રાણીઓ હોય તેને ચોરેન્દ્રિય સમજી લેવા જોઈએ. તે બધા સંમૂચ્છિમ અન નપુંસક હોય છે. તે પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે પ્રકારે છે તેમની નવલાખ જાતિ કુલકોટિ યોનિ પ્રમુખ છે. આમ પનવણામાં ૩૯ પ્રકારની પ્રરૂપણા થઈ છે. જ્યારે જીવ વિચાર રાસમાં ૪૪ થી ૪૬ એ ત્રણ ગાથામાં ચોરેન્દ્રિયના નવ પ્રકાર અને તેમની વેદનાનું વર્ણન છે. અપર્યાપ્તા પર્યાપ્તાનો ઉલ્લેખ નથી ૧૦૭ થી ૧૧૭ એ ૧૧ ગાથામાં ચોરેન્દ્રિયની ઋદ્ધિનું વર્ણન છે તેમાં ૧૧૬ મી ગાથામાં નપુંસક વેદનો ઉલ્લેખ છે. ૧૧૨મી ગાથામાં બે લાખ યોનિનું નિરૂપણ છે પણ કુલકોટિનો કોઈ નિર્દેશ નથી.
પંચેંદ્રિય પંચેંદ્રિયના ચાર પ્રકાર છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવા નારકીનું વર્ણન: નારકી સાત પ્રકારના છે જે સાત પૃથ્વીભેદે કરીને છે. ૧) રત્નપ્રભાપૃથ્વી નારક - વજ, વેડુર્ય, મણિ આદિ રત્નોની પ્રભાવાળી પૃથ્વી
તેમાં ઉત્પન્ન થનારા અગર રહેનારા નારક જીવ રત્નપ્રભા પૃથ્વીના નરયિક કહેવાય છે. શર્કરામભાપૃથ્વી નારક - પત્થરનો ભૂકો અથવા નાના કકડા શર્કરા કહેવાય છે તે જેમના સ્વરૂપ છે તે પૃથ્વી શર્કરા પ્રભા અને તેમાં વસનારા નારક શર્કરામભા નેરયિક કહેવાય છે.
વાલુપ્રભા ૪) પંકપ્રભા ૫) ધૂમપ્રભા ૬) તમ પ્રભા ૭) તમઃ તમઃ પ્રભા એ બધાના એજ રીતે ભેદ સમજવા જોઈએ. તેના અપર્યાપ્તા અને પર્યાપ્તા બે પ્રકાર છે.
તિર્યંચ પંચેન્દ્રિયનું વર્ણન તિર્યંચ પંચેન્દ્રિય ત્રણ પ્રકારના છે. જલચર, થલચર અને ખેચર જલચરના પાંચ પ્રકાર છે. માછલા, કાચબા, ગ્રાહ, મગર અને સુસુમાર. ૧) માછલાના ૨૨ પ્રકાર બતાવ્યા છે તે સિવાય બીજા હોઈ શકે. ૨) કાયબાના બે પ્રકાર છે અસ્થિ કસ્યપ અન માંસ કસ્યપ. ૩) ગ્રાહના પાંચ પ્રકાર છે. દિલી, વેઢક, મૂર્ધજ, પુલક અને સીમાકાર. ૪) મગર બે પ્રકારના છે સેંડ મગર અન મૃષ્ટ મગર.