________________
૪૪૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૫) સુંસમાર એક જ પ્રકારના છે. એ ઉપર કહ્યા એ સિવાય બીજા પણ હોય છે. તેમના ગર્ભજ અને સંમૂર્થ્યિમ એમ બે પ્રકાર છે. તેમાં સંમૂર્થ્યિમ બધા નપુંસક છે. ગર્ભજમાં ત્રણે વેદ છે. તે બંનેના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ બે-બે ભેદ છે. તેની સાડાબાર લાખ જાતિકુલ કોટિઓના યોનિ પ્રવાહ હોય છે.
સ્થળચર તિર્યંચ પંચંદ્રિયના બે ભેદ છેઃ ચતુષ્પદ અને પરિસર્પ ૧) ચતુષ્પદ ચાર પ્રકારના છે. અ) એક ખરીવાળા-ઘોડા, ખચ્ચર ગધેડા,ગોરક્ષક વગેરે આઠ પ્રકાર બતાવ્યા તે
સિવાયના પણ હોય છે બ) બે ખરીવાળા - ઊંટ, ગાય, નીલ ગાય, રોઝ વગેરે ૧૬ પ્રકાર બતાવ્યા તે
સિવાયના પણ હોય છે. ક) ગંડીપદ - હાથી, હસ્તી, પૂતનક, મહુણ હાથી, ખડગી ગેંડા વગેરે તે
સિવાયના પણ હોય છે. ડ) નખવાળા - સિંહ, વાઘ, દીપડા, રીંછ વગેરે ૧૪ પ્રકાર બતાવ્યા છે તે
સિવાયના પણ હોય છે. તે ચારેના સંમૂર્છાિમ - ગર્ભજ અપર્યાપ્તા
- પર્યાપ્તા ભેદ વગેરે પૂર્વવત્ જલચરવત્ જાણવા. ૨) પરિસર્પના બે ભેદ છે. ઉરપરિસર્પ અન ભુજપરિસર્પ
૧) ઉરપરિસર્પના ચાર પ્રકાર છે. અહી, અજગર, આસાલિકા, મહોરગ અ) અહી - બે પ્રકારના છે ધ્વીકર (ફેણવાળા) અને મુકુલી (ફેણવગરના)
બંનેના અનેક પ્રકાર બતાવ્યા છે. બ) અજગર - એક જ પ્રકારના છે. ક) આસાલિકા ગર્ભજ ન હોય માત્ર સંમૂર્થ્યિમ હોય. ચક્રવર્તી આદિ રાજધાનીના
તળે થાય તે અસંજ્ઞી, મિથ્યાદષ્ટિ, અજ્ઞાની, અંતર્મુહૂર્તના આયુષ્યવાળો હોય છે.
એમની ઉત્પત્તિ માત્ર ૧૫ કર્મભૂમિમાં ચક્રવર્તીના રૂંધાવારોમાં, સેનાના પડાવોમાં, એવી જ રીતે વાસુદેવ, બળદેવ, માંડલિક રાજાઓ, મહા માંડલિક રાજાઓના સ્કંધાવારોમાં ઉત્પન્ન થાય છે. તે ઉપરાંત ગામ-નગર-એટ-કબૂટ-મંડળ-દ્રોણમુખપટ્ટન-આકર-આશ્રમ-સંબધ અને રાજધાનીના નિવેશમાં એની ઉત્પત્તિ થાય છે. આ બધા સ્થાનોનો જયારે વિનાશ થવાનો હોય ત્યારે આસાલિકા ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટ બાર યોજનની અવગાહનાથી એનો વિખંભ વિસ્તાર અને બાહલ્ય (જાડાઈ) અવગાહનાને અનુરૂપ થાય છે. ડ) મહોરગ - અનેક પ્રકારના છે. કોઈ એક અંગુલ, કોઈ પૃથક (૨ થી ૯) અંગુલ,
એક વેંતના, પૃથક વેંતના યાવત્ પૃથક સો યોજનના હજાર યોજનની