________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૪૫ અવગાહનાવાળા પણ હોય છે તે સ્થળમાં ઉત્પન્ન થાય છે. જળમાં પણ વિચરણ કરે છે. અઢી દ્વીપ બહારના ક્ષેત્રના દ્વીપ સમુદ્રમાં થાય છે. બાકીનું વર્ણન
જલચરવત્ પણ એની કુલકોટિ દશલાખ છે. ૨) ભુજપરિસર્પ - અનેક પ્રકારના છે નોળિયા, સેહ, સેરડા, કાંચિડા વગેરે ૧૪
પ્રકારના નામ અહીં આપ્યા છે તે સિવાયના પણ હોઈ શકે. બાકીનું વર્ણન
જલચરવત્ ફરક એટલો કે કુલકોટિ નવ લાખ છે. ખેચરઃ ચાર પ્રકારના છે. ચર્મપંખી, રોમપંખી, સમુદ્ગપંખી, વિતત પંખી,. ૧) ચર્મપંખી વઘુલી, જલ્લોક, અડિલ વગેરે ૮ પ્રકાર સિવાયના પણ હોય છે.
રોમપંખી: ઢંક, કંક, હંસ, કાગડા વગેરે ૪૦ પ્રકાર સિવાયના પણ હોય છે. ૩) સમુગપંખી : એક જ પ્રકારના અઢીદ્વીપ બહારના દ્વીપ સમુદ્રોમાં થાય છે.
વિતત પંખી ઃ એક જ પ્રકારના અઢીદ્વીપ બહારના દ્વીપ સમુદ્રોમાં થાય છે. બાકીનું વર્ણન જલચરવત્ ફરક એટલો કુલકોટિ બાર લાખ છે.
મનુષ્ય મનુષ્યઃ બે પ્રકારના છે સંમૂર્છાિમ અને ગર્ભજ
સંમૂર્છાિમ મનુષ્ય અઢીદ્વીપ ક્ષેત્રના ગર્ભજ મનુષ્યના મળ-મૂત્ર આદિ ૧૪ સ્થાનમાં ઉત્પન્ન થાય છે. એમની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ આંગુલના અસંખ્યાતમા ભાગની છે તે મિથ્યાદષ્ટિ, અજ્ઞાની, અસંજ્ઞી અને અંતર્મુહૂર્તના આયુષ્યવાળા હોય. છે. તેઓ બધી પર્યાપ્તિઓથી અપર્યાપ્તા હોય છે.
ગર્ભજ મનુષ્ય ત્રણ પ્રકારના છે. કર્મભૂમિના, અકર્મભૂમિના અને અંતરદ્વીપના અંતરદ્વીપમાં ઉત્પન્ન થનારા અઠ્ઠાવીસ પ્રકારના કહ્યા છે. જેમકે એકોરૂક આભાષિક વેષાણિક વગેરે અચાવીસ પ્રકાર છે. લવણ સમુદ્રમાં શિખરી અને હિમવંત પર્વતની દાઢાઓ નીકળેલી છે એના પર આ અંતરદ્વીપો આવેલા છે. બંને પર ૨૮-૨૮ અંતરદ્વીપ છે એટલે પ૬ અંતરદ્વીપ છે. અંતરદ્વીપના મનુષ્ય વજઋષભનારાય સંઘયણવાળા, કંક પક્ષીના તુલ્ય પરિણમનવાળા અનુકૂલ વાયુવેગવાળા અને સમચતુરંસ સંસ્થાનવાળા હોય છે. તેમના પગ સુંદર બનાવટવાળા અને કાચબા જેવા હોય છે. અહીં એમના શરીરના પ્રત્યેક અંગોનું વર્ણન આપ્યું છે. તેમની સ્ત્રીઓ પણ એ જ રીતે ઘાટીલા સર્વ અંગોથી સંપૂર્ણ હોય છે. તેઓ સ્વભાવથી જ હાસ્યવિલાસ અને વિષયોમાં પરમ નિપુણતાને ધારણ કરનારા હોય છે. ત્યાંના મનુષ્ય સ્વાભાવિકપણે સુંગધમય વદનવાળા અત્યંત મંદ ક્રોધ માન, માયા અને લોભવાળા, સંતોષશીલ, ઉત્સુક્તા વગરના મૃદુતા અને ઋજુતાયુક્ત તથા મનોહર મણિ સુવર્ણ મૌક્તિક આદિ મમત્વના કરણોની વિદ્યમાનતા રહેવા છતાં મમત્વના અભિનિવેશથી રહિત હોય છે. બધા અહમેન્દ્ર હોય છે.
(પૃ.૪૩૮)