________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૨૯ શરીરાદિ પાંચ દ્વાર છે. ૪૯ થી ૫૦ મી ગાથામાં જિનેશ્વર દેવના વચનનું, ધર્મ આચરણનું મહત્ત્વ પ્રસ્થાપિત કર્યું છે. ૨૧ મી ગાથામાં શા માટે અને કેવી રીતે
આ પ્રકરણની રચના કરી છે એ સમજાવ્યું છે. શ્રી શાંતિસૂરિ રચિત જીવવિચાર પ્રકરણ’ અને શ્રાવક કવિ શ્રી ઋષભદાસ
રચિત જીવવિચાર રાસ’ તુલનાત્મક અધ્યયન. ૧) જીવવિચાર પ્રકરણ પ્રાકૃત ભાષામાં ૫૧ ગાથામાં રચાયેલું છે જયારે જીવવિચાર
રાસ મારું ગુજરાતી ભાષામાં ૫૦૨ ગાથામાં રચાયેલું છે. ૨) જી. પ્ર. માં પ્રથમની એક જ ગાથામાં પ્રભુ વીરને નમસ્કાર કરીને મંગલાચરણ
કર્યું છે. પરંતુ જી. વિ. રાસમાં પ્રથમની સાત ગાથામાં સરસ્વતી દેવી અને પ્રથમ તીર્થંકર ઋષભદેવને નમસ્કાર કરીને મંગલાચરણ કર્યું છે. જી. પ્ર. માં પૃથ્વીકાયનાં જીવોના સ્ફટિક, મણિ, રત્ન આદિ પ્રકારો વર્ણવ્યા છે જયારે ઋષભદાસે જીવવિચાર રાસમાં બે ગાથામાં વર્ણન અને ત્રીજી ગાથામાં
પૃથ્વીના જીવો કેવી રીતે દુઃખ પામે છે તેનું વર્ણન કર્યું છે. ૪) જી. પ્ર. માં અપકાયના જીવોનું વર્ણન એક જ ગાથામાં છે જો કે જીવવિચાર
રાસમાં ચાર ગાથા છે જેમાં પાણીના જીવના પ્રકારોનું વર્ણન, પાણીના જીવોના
દુઃખનું વર્ણન, તેમાં કેટલો કાળ વ્યતીત કર્યો એનું વર્ણન છે. ૫) જી. પ્ર. માં અગ્નિકાયનું વર્ણન એક જ ગાથામાં છે. પરંતુ જી. વિ. રાસમાં બે
ગાથામાં અગ્નિકાય જીવોનું વર્ણન તથા તેમને પ્રાપ્ત દુઃખનું વર્ણન છે. ૬) જી. વિ. પ્ર. માં વાયુકાયના ભેદોનું એક જ ગાથામાં વર્ણન છે જ્યારે જી. રાસમાં
પાંચ ગાથામાં પવનના જીવોનું અને કેવી રીતે હણાય છે તેનું વર્ણન છે. જી. વિ.પ્ર.માં ૮ થી ૧૩ એ છ ગાથામાં સાધારણ અને પ્રત્યેક વનસ્પતિનું વર્ણન છે. તેમ જ સાધારણ વનસ્પતિને કેમ ઓળખવી તેના લક્ષણ પણ બતાવ્યા છે. ૮ થી ૧૧ મી ગાથામાં સાધારણ વનસ્પતિના નામ ૧૨મી ગાથામાં લક્ષણ અને ૧૩ મી ગાથામાં પ્રત્યેક વનસ્પતિની વ્યાખ્યા અને વર્ણન છે. જી. રા. માં ૨૫ થી ૩૬ એ ૧૨ ગાથામાં સાધારણ અને પ્રત્યેક વનસ્પતિનું વર્ણન છે. ૨૫ થી ૨૮ મી ગાથામાં સાધારણ વન.નું વર્ણન ૨૯ મી ગાથામાં લક્ષણ ૩૦ થી ૩૩ મી ગાથામાં કોણે અને શા માટે સાધારણ વનસ્પતિ ના ખાવી એનું વર્ણન છે. ૩૪ થી ૩૬મી ગાથામાં પ્રત્યેક વનસ્પતિકાયનું વર્ણન છે. જી. વિ. પ્ર. માં અને જી. વિ. રાસ બંનેમાં સૂક્ષ્મ વનસ્પતિકાયનું વર્ણન એક
એક ગાથામાં જ છે. ૯) જી. વિ. પ્ર. માં બેઈન્દ્રિયનું વર્ણન એક જ ગાથામાં છે જયારે રાસમાં ૩૮ -૩૯
એ બે ગાથામાં બેઈન્દ્રિયનું વર્ણન છે. ૧૦) જી. વિ. પ્ર.માં ૧૬- ૧૭ એ બે ગાથામાં તેઈન્દ્રિયનું વર્ણન છે જ્યારે રાસમાં