________________
૪૨૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૩૬ નારકી - દેવ - મનુષ્ય - તિર્યંચ ચતુષ્પદનું આયુષ્ય છે. ૩૭ જળચર, ઉરપરિસર્પ - ભૂજપરિસર્પ અને પક્ષીનું આયુષ્ય બતાવ્યું છે. ૩૮ બધા સૂક્ષ્મ, સાધારણ વનસ્પતિકાય, સંમૂર્છાિમ મનુષ્યનું જઘન્ય ઉત્કૃષ્ટ
અંતર્મુહૂર્તનું આયુષ્ય કહ્યું છે. ૩૯ જીવોની અવગાહના અને આયુષ્ય ટૂંકમાં કહ્યું છે વિશેષ સ્પષ્ટીકરણ છે તે
વિશેષ સૂત્રોથી જાણવું. ૪૦ અહીંથી સ્વકાય સ્થિતિ દ્વાર છે સ્વ એટલે પોતાની, કાય એટલે કાયામાં પુનઃ
પુનઃ સ્થિતિ કરવી. સર્વ એકેન્દ્રિયની સ્વકાય સ્થિતિ કહી છે. ૪૧ વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્યની, નારકી અને દેવની કાયસ્થિતિ કહી છે. ૪૨ પ્રાણ દ્વાર-જેના વડે જીવાય તે પ્રાણ – તે દશ એકેન્દ્રિય - વિકલેન્દ્રિયના
પ્રાણનું વર્ણન છે. ૪૩ અસંજ્ઞી-સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના પ્રાણોનું વર્ણન તેઓના પ્રાણો સાથેના
વિયોગ એ જીવોનું મરણ કહેવાય છે. ૪૪ આદિ અંતરહિત ભયંકર સંસાર સાગરમાં ધર્મરહિત જીવો પ્રાણવિયોગ રૂપ
મરણ અનંતવાર પામે છે. ૪૫ જીવાજોનિ - ચોર્યાશી લાખમાંથી કોની કેટલી યોનિ છે તે બતાવ્યું છે. પૃથ્વીકાયા
આદિ ચાર સ્થાવરોની યોનિ સાત સાત લાખ છે. ૪૬ પ્રત્યેક વનસ્પતિ, સાધારણ વનસ્પતિ, વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિયની યોનિ
બતાવી છે. ૪૭ નારક - દેવ - મનુષ્ય એ ત્રણની યોનિ બતાવીને બધી મળીને ૮૪ લાખ યોનિ છે. ૪૮ સિદ્ધના પાંચે દ્વાર બતાવ્યા છે. સિદ્ધોને શરીર નથી, આયુષ્યકર્મ નથી, પ્રાણ
કે યોનિઓ પણ નથી. જિનાગમોમાં તેમની સ્થિતિ સાદિ - અનંત કહેલી છે. ૪૯ જિનેશ્વર દેવના વચનનું મહત્ત્વ પ્રસ્થાપિત કર્યું છે. જિનેશ્વર દેવના વચનને નહિ
પામેલા જીવો યોનિઓથી ગહન અને ભયંકર આ સંસારમાં અનંત એવા કાળ
પ્રવાહમાં લાંબા સમય સુધી ભમ્યા છે અને ભમશે. ૫૦ મનુષ્ય જન્મની દુર્લભતા બતાવી છે. હે ભવ્ય જીવો ! જ્યારે દુર્લભ એવું
મનુષ્યપણું અને સમ્યકત્વ પ્રાપ્ત થયું છે, ત્યારે તો હવે જ્ઞાન અને ઉપશમાદિ ગુણો વડે વિભૂષિત એવા પૂજ્ય પુરૂષોએ ઉપદેશેલો ધર્મ આચરવામાં પુરૂષાર્થ
ફોરવો.
પ૧ આ જીવ વિચાર નામનો પ્રકરણ ગ્રંથ સંક્ષેપરૂચિ જીવોને સમજાવવા માટે મેં
અતિ વિસ્તૃત એવા શ્રુત સમુદ્રમાંથી સંક્ષેપમાં ઉદ્ભરેલો છે. એમ શ્રી શાંતિસૂરિએ કહ્યું છે. આમ શ્રી શાંતિસૂરિના જીવવિચારમાં ૧ થી ૨૫ ગાથામાં પૃથ્વીકાય આદિ જીવોના ભેદ પ્રભેદ છે અને ૨૬ મી ગાથાથી ૪૮મી ગાથામાં એના