________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૨૭ ૮-૧રગાથામાં સાધારણ અને પ્રત્યેક વનસ્પતિકાયનું વર્ણન અને વ્યાખ્યા આપી છે. ૧૩ સાધારણ વનસ્પતિને ઓળખવાનું લક્ષણ આપ્યું છે. ૧૪ પ્રત્યેક વનસ્પતિ સિવાયના પૃથ્વી આદિ સૂક્ષ્મ જીવોનું સકલ લોકવ્યાપીપણું
ને અંતર્મુહૂર્ત આયુષ્ય એ બતાવ્યું છે. ૧૫-૧૮ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય જીવોનો અધિકાર છે. ૧૯ પંચેન્દ્રિય જીવોના ચાર પ્રકારનું વર્ણન કરીને નરકના સાત ભેદનો ઉલ્લેખ કર્યો છે. ૨૦ તિર્યંચ પંચેંદ્રિયના જળચર, સ્થળચર, ખેચરના ભેદ-પ્રભેદ બતાવ્યા છે. ૨૩ તિર્યંચ પંચેન્દ્રિયના બે ભેદ ગર્ભજ અને સંમૂર્છાિમનો ઉલ્લેખ કરી મનુષ્યના
ત્રણ ભેદ કર્મભૂમિજ, અકસ્મૃમિજ, અંતરદ્વીપજની પ્રરૂપણા કરી છે. - ૨૪ દેવોના ચાર પ્રકાર ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક દર્શાવ્યા છે. ૨૫ સંસારી જીવોના વર્ણન બાદ હવે અહીં ૧૫ ભેદે સિદ્ધ થાય એ બતાવ્યું છે.
આમ ૨૫ ગાથા સુધી જીવોના પ્રકાર નિર્દેશી ૨૬મી ગાથાથી જીવોના પાયાના જ્ઞાન પછી પાંચ દ્વારની માહિતી રજૂ કરી છે. પાંચદ્વાર - શરીર, આયુષ્ય, કાયસ્થિતિ, પ્રાણ, જીવાજોનિ વ્યવહાર દૃષ્ટિએ જીવનો સહુથી અધિક સંબંધ શરીર સાથે છે. વળી આયુષ્ય સ્વકાય સ્થિતિ, પ્રાણ કે યોનિનો વિચાર શરીર વિના થઈ શકતો નથી તેથી પ્રથમ શરીર દ્વાર કહ્યું છે. શરીર સાથે આયુષ્યનો વિચાર ગાઢપણે સંકળાયેલો છે તેથી બીજું આયુષ્ય દ્વાર કહ્યું છે. આયુષ્ય પૂર્ણ થયા પછી સંસારી જીવને અવશ્ય નવી કાયા ધારણ કરવાની હોય છે એટલે ત્રીજું દ્વાર સ્વકાય સ્થિતિનું કહ્યું છે. શરીર ધારણ ક્રિયા પ્રાણ વિના સંભવતી નથી એટલે ચોથું દ્વાર પ્રાણનું અને શરીર ધારણની ક્રિયા માટે કોઈપણ યોનિમાં ઉત્પન્ન થવું પડે છે એટલે પાંચમું દ્વાર યોનિનું કહ્યું છે. આ રીતે હવે પછી જે વસ્તુની રજૂઆત થવાની છે તે સહેતુક છે અને જીવો સંબંધી વિશિષ્ટ જ્ઞાનની
વૃદ્ધિ કરનારી છે. ૨૭ એકેન્દ્રિય જીવમાં પ્રત્યેક વનસ્પતિ સિવાયની અવગાહના આંગુલના
અસંખ્યાતમા ભાગની છે. પ્રત્યેક વનસ્પતિકાયની અવગાહના ૧૦૦૦ જોજનથી
અધિક હોય છે. ૨૮ બેઇન્દ્રિયની ૧૨ યોજન, ઈન્દ્રિયની ૩ ગાઉ, ચોરેન્દ્રિયની ૧ જોજનની ૨૯ નારકીનું દેહમાન બતાવવામાં આવ્યું છે. ૩૦ તિર્યંચ પંચેન્દ્રિયમાં પ્રથમ ગર્ભજની અવગાહના (શરીર પ્રમાણ) બતાવી છે. ૩૧ સંમષ્ઠિમ તિર્યંચ પંચેન્દ્રિયની અવગાહના બતાવી છે. ૩૨ ગર્ભજ ચતુષ્પદની અવગાહના છે પછી મનુષ્યની અવગાહના બતાવી છે. ૩૩ દેવોના શરીરની ઊંચાઈ બતાવી છે. ૩૪-૩૫ પાંચે સ્થાવરનું અને ત્રણ વિકલેન્દ્રિયનું આયુષ્ય બતાવ્યું છે.