SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત રૂપિયા થતી હતી. આચાર્યશ્રીએ રૂપિયા ૧૨ લાખ ધારાનગરીમાં સુંદર જિનમંદિર નિર્માણ કરવા માટે આપી દીધા અને બાકીના રૂપિયા ૬૦,૦૦૦ ગુજરાતના થારાપદ્રનગર (હાલના થરાદ ગામે) મોકલી આપ્યા કે જેમાંથી આદિનાથ-મંદિરમાં મૂળનાયકની ડાબી બાજુએ એક દહેરી બાંધવામાં આવી તથા રથ વગેરે કરવામાં આવ્યા. એમની વાદવિષયક ખ્યાતિ સાંભળીને ધારાનગરીમાં ૫૦૦ વાદીઓ શાસ્ત્રાર્થ કરવા માટે આવી પહોંચ્યા તે બધાને જીતીને જેનધર્મ ને ગુજરાતનું ગૌરવ વધાર્યું . એકવાર તેમણે ધૂલિકોટ પડવાની સચોટ આગાહી કરીને ૭૦૦ શ્રીમાળ કુટુંબોને બચાવી લીધા હતાં અને તેમને જેન ધર્મના દઢ અનુરાગી કર્યા હતા. તેઓ રાજકુમારોને પણ છૂટથી ધર્મનો પ્રતિબોધ કરતા. આ રીતે કુલ ૪૧૫ રાજકુમારો જૈનધર્મની છત્રછાયા. નીચે આવ્યા હતા અને તેના આચાર-વિચારનું પાલન કરતા હતા. એકવાર એક શ્રેષ્ઠિપુત્રને સર્પદંશ થતાં તેને મૃત માનીને જમીનમાં દાટી દીધો હતો. આચાર્યશ્રીને ખબર પડતાં તેને જમીનમાંથી બહાર કઢાવ્યો અને મંત્રશક્તિથી. નિર્વિષ કર્યો જેને કારણો મહામાંત્રિક તરીકેની ખ્યાતિ વિસ્તાર પામી. | સર્વતોમુખી પ્રતિભાને વરેલા આ આચાર્યશ્રીએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની બ્રહવૃત્તિ ૧૮૦૦૦ શ્લોક પ્રમાણ રચી છે જે વાદશક્તિ માટે જિલ્લા સમાન મનાય છે. તેમની અન્ય કૃતિઓમાં અહં અભિષેકવિધિ તથા બ્રહરછાન્તિની ગણના નિશ્ચિત છે. આ ઉપરાંત બીજી કૃતિઓ પણ સંભવે છે જે સંશોધનનો વિષય છે. અંતે પોતાના અલ્પ આયુષ્યને જાણી ગિરનાર તીર્થની યાત્રા કર્યા પછી અણસણ વ્રતનો સ્વીકાર કર્યો હતો અને ૨૫ દિવસ સુધી પાલન કરીને સં ૧૯૦૬ જેઠ સુદ ૯ત્રે મંગળવારે કૃતિકા નક્ષત્રમાં સમાધિપૂર્વક દેહનો ત્યાગ કરી સ્વર્ગગમન કર્યુ હતું. જીવ – વિચાર પ્રકરણ આ પ્રકરણ ૫૧ ગાથામાં લખાયેલું છે. પ્રાકૃત ભાષામાં રચાયેલ આ પ્રકરણ પર અનેક વૃત્તિઓ કે ટીકાઓ રચાઈ છે. આ પ્રકરણ શિક્ષણોપયોગી આદિ અનેક ભાષાઓમાં હોવાથી એના ગુજરાતી - હિન્દી - અંગ્રેજી તેમ જ ફ્રેન્ચ આદિ અનેક ભાષાઓમાં અનુવાદ થયો છે. ગાથા : ૧ આ પ્રકરણની પ્રથમ ગાથામાં મહાવીર પ્રભુને નમસ્કાર કરીને મંગલાચરણ કર્યું છે. પૂર્વાચાર્યોના કથન અનુસાર હું જીવનું કંઈક અલ્પ એવું સ્વરૂપ કહ્યું છે. એમાં રચયિતા કહે છે. ૨ આ ગાથામાં જીવના મુક્ત ને સંસારી ભેદોમાંથી સંસારી ભેદોનું નિરૂપણ કરવારૂપ પાંચ સ્થાવરના નામ કહ્યા છે. ૩-૪ આ બે ગાથામાં પૃથ્વીકાયના જીવોનું વર્ણન કર્યું છે. પછી ક્રમશઃ ૫-૬-૭મી ગાથામાં અપકાય, તેઉકાય, વાઉકાયનું વર્ણન છે.
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy