________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૨૫
મહાન વ્યક્તિઓ પ્રાયઃ કરીને પોતાના વિષયમાં કંઈ લખવાની રૂચિ નહોતા રાખતા. એ એમના જીવનનો એક અપેક્ષાએ ખૂબ જ ઉજ્જવલ પક્ષ રહ્યો છે કે અત્યંત મહત્વપૂર્ણ સર્જન કરવા છતાં પોતાનું નામ કૃતિ સાથે જોડાઈને પોતે અમર ન બની જાય પરંતુ કૃતિ અમર બને એવા નિષ્કામ ભાવથી જ પોતાના અભિપ્રેતની પૂર્તિ માનતા હતા. એમના પ્રત્યે, એમની ગરિમા પ્રત્યે નતમસ્તક થઈ જવાય છે કે આવું અનુપમ મહિમામય કાર્ય કરવા છતાં નામનો લેશમાત્ર મોહ નહિ !!! જે એમની અનાસક્તિની પરાકાષ્ઠાને સૂચવે છે પરંતુ એનાથી ઈતિહાસના વિદ્યાર્થીઓ કે સંશોધનકારોને અનેક મૂશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જ્યારે કેટલાંક કૃતિકારો છેડે ગર્ભિત રીતે કે સ્પષ્ટતયા પોતાના નામનું સૂચન કરતા હોય છે. એ જ રીતે જીવ વિચારના રચયિતાનો ઉલ્લેખ પણ ગર્ભિત રીતે જ થયો છે.
જીવવિચાર પ્રકાશિકામાં આધારે કર્તાનો પૃ. ૫૩-૬૦માં સાધક બાધક પ્રમાણોન આધારે જે પરિચય પ્રાપ્ત થાય છે તે નીચે મુજબ છે. વાદિવેતાલ શ્રી શાંતિસૂરિનો પરિચય
શ્રી શાંતિસૂરીનો જન્મ ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે ઊણ ગામમાં ધનદેવ અને ધનશ્રીની કૂખે થયો હતો. તેમનું નામ ભીમ હતું. તેઓ શ્રીમાલ વંશના હતા. થારાપદ્રગચ્છીય શ્રી વિજ્યસિંહસૂરિ નામના ચૈત્યવાસી આચાર્ય એક વખત ઊણ પધાર્યા. ત્યાં શુભ લક્ષણોથી યુક્ત ભીમને જોઇને એમને વિચાર આવ્યો કે જો આ કિશોર સાધુ થાય તો શ્રી જિનેશ્વર દેવના શાસનની અવશ્ય પ્રભાવના કરે.'
તેમણે એમના પિતા શ્રી ધનદેવ પાસે ભીમની માંગણી કરી. ધર્મપરાયણ પતિ પત્નીએ સંઘના કલ્યાણ કાજે પોતાના વહાલસોયા પુત્રને આચાર્યશ્રીના ચરણે મૂક્યો. આચાર્યે શુભ મુહૂર્તે દીક્ષા આપી 'મુનિ શાન્તિભદ્ર' નામથી વિભૂષિત કર્યા. પછી તેમને સૂત્ર-સિદ્ધાન્ત,ન્યાય, વ્યાકરણ, કાવ્ય, કોષ,જ્યોતિષ, મંત્રશાસ્ત્ર વગેરેનો અભ્યાસ કરાવ્યો અને અનુક્રમે આચાર્યપદ આપ્યું. ત્યારથી તેઓ શ્રી શાંતિસૂરિજી તરીકે પ્રસિદ્ધ થયા. પાટણના મહારાજ ભીમદેવના દરબારમાં નામાંકિત પંડિતોને પોતાની અદ્ભુત કવિત્વશક્તિ અને અનેરી વાદ કળાનો પરિચય આપ્યો આથી મહારાજા ભીમદેવે પ્રસન્ન થઇને તેમને કવીન્દ્ર અને વાદિચક્રવર્તી નામના માનવંતા બિરૂદો આપ્યા.
આ કારણે ચોમેર કસ્તુરીની જેમ કીર્તિ પ્રસરી ગઇ. તેમની ખ્યાતિ સાંભળીને મહાકવિ ધનપાળે તેમને ધારાનગરીમાં પધારવાનું આમંત્રણ આપ્યું. મહાકવિના આમંત્રણને સ્વીકારી ધારાનગરી પહોંચ્યા. ત્યાં રાજા ભોજની રાજસભામાં વાદ આરંભ્યો. તેમાં એક પછી એક ૮૪ વાદીઓને જીતી લીધા. વાદીઓ માટે વેતાલ સમ નીવડયા એટલે રાજા ભોજે તમેને 'વાદિવેતાલ' બિરૂદ આપ્યું. તથા શરત પ્રમાણે ૮૪ લાખ માલવી દ્રમ્સ અર્પણ કર્યા. તે વખતના ગુજરાતના ધોરણે તેની કિંમત ૧૨,૬૦,૦૦૦