________________
૪૨૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત જીવ - વિચાર પ્રકરણની મુખ્યતા છે.
આ સૂત્રોને આધારે ગીતાર્થ સાધુ ભગવંતોએ જીવવિષયક અનેક પ્રકરણો રચેલા. છે. તેમાંથી ઉપલબ્ધ પ્રકરણોની યાદી નીચે મુજબ છે.
૧. જીવ-વિચાર પ્રકરણ, ૨. જીવ વિચાર સ્તવ, ૩. જીવાજીવ વિભક્તિ પ્રકરણ, ૪, જીવ સંખ્યા કુલક, ૫. જીવ સંબોધ, ૬. જીવ સમાસ સૂત્ર, ૭. જીવ સિદ્ધિ, ૮. જીવ સ્થાપના કુલક, ૯. જીવસ્વરૂપ ચતુર્વિશિકા, ૧૦. જીવાજીવ વિચાર વિવરણ, ૧૧, જીવાજીવ વિભૂતિ, ૧૨. જીવાનુશાસન, ૧૩. જીવાનુશાસન સબ્ધિ, ૧૪. જીવાનુશિષ્ટ કુલક, ૧૫. જીવાનુસિદ્ધિ, ૧૬. જીવાભિગમ સંગ્રહણી (જી.વિ.પ્ર. પૃ. ૧૪)
આમાંની કેટલીક કૃતિઓ પ્રગટ થઈ છે અને હજી કેટલીક કૃતિઓ અપ્રગટ છે. તેમાંની મૂલ કૃતિઓ ક્યા ભંડારમાં સુરક્ષિત છે તે પૂનાના ભાંડારકર ઈન્સ્ટિટયૂટે બહાર પાડેલા જિનરત્નકોષ ભાગ પહેલામાં જોઈ શકાય છે.
“જીવવિચાર પ્રકરણ’ સાથે તુલના. આચાર્ય શ્રી શાંતિસૂરિના “જીવ વિચાર પ્રકરણ” સાથે શ્રી ઋષભદાસના ‘જીવવિચાર રાસ’ નું તુલનાત્મક અધ્યયન‘જીવવિચાર પ્રકરણ”
જીવવિચાર વિવેચનના પૃ. ૩ પર આચાર્ય શ્રી નરવાહનસૂરિએ લખ્યું છે કે “આગમો જયારે વાંચવામાં કઠીન પડવા લાગ્યા એટલે મહાપુરૂષોએ તે આગમ ગ્રંથો પરથી છૂટા છૂટા પ્રકરણોની રચનાઓ કરી જે પ્રકરણોની ગાથાઓ ચતુર્વિધ સંઘ પણ સારી રીતે ભણી શકે. તેમાંથી આ રીતે પ્રકરણોની રચનાઓ થયેલ છે. તેમાંનું એક પ્રકરણ જીવ વિચાર નામનું આચાર્ય ભગવંત શ્રી શાંતિસૂરિ મહારાજાએ રચેલ છે. હાલ અત્યારે ભાષાંતરો સાથે લગભગ એકસો પચ્ચીશ પ્રકરણો મળે છે.” - કવિ શ્રી ઋષભદાસે શ્રી શાંતિસૂરિના જીવ વિચાર પ્રકરણ’નો આધાર લઈને આ જીવ વિચાર રાસ રચ્યો છે તેથી તેનું અહીં પ્રથમ વિવરણ કરવામાં આવે છે. ધીરજલાલ ટોકરશી શાહ લિખિત જીવ વિચાર પ્રકાશિકાને આધારે જે માહિતી પ્રાપ્ત થઈ છે.તે આ પ્રમાણે છે. ૧ રચયિતાનો પરિચય - કોઈપણ કૃતિ હોય પણ એના રચયિતા કોણ છે એ જાણવાની જીજ્ઞાસા બુદ્ધિશીલ તર્કશીલ મનુષ્યને અવશ્ય થાય. આ કૃતિ કોણે રચી છે? ક્યારે રચી છે? શા માટે રચી છે? એવા પ્રશ્નો પણ ઉઠે એનું સમાધાન થાય તો. એ કૃતિનું અધ્યયન કરવાનો ઉત્સાહ વધે તેથી તેના રચયિતાનો પરિચય આપવાનો પ્રયત્ન કર્યો છે.
ભારતવર્ષના પ્રાચીન લેખકો, દાર્શનિકો તથા કવિઓનો પ્રામાણિક ઈતિહાસ, કેટલાકને છોડીને સુવ્યવસ્થિત રૂપમાં મળતો નથી એનું મુખ્ય કારણ એ છે કે ત્યારની