________________
૪૨૩
પ્રકરણ – ૬
તુલનાત્મક અધ્યયન શ્રાવક કવિ ઋષભદાસે શ્રી શાંતિસૂરિના જીવવિચાર પ્રકરણ’ અને બીજા શાસ્ત્રોને આધારે આ “જીવવિચાર રાસની’ રચના કરી છે એવું એમણે જણાવ્યું છે. એને આધારે જીવવિચારનું વર્ણન બીજા ક્યા ક્યા શાસ્ત્રોમાં છે તેનું નિરૂપણ અહીં કર્યું છે.
તુલનાત્મક અધ્યયનથી વિચારોની પુષ્ટિ થાય છે, સત્ય તત્ત્વ પ્રકાશમાં આવે છે, શ્રદ્ધામાં વૃદ્ધિ થાય છે અને ક્યો પક્ષ કેટલો સશક્ત છે તેની માહિતી પ્રાપ્ત થાય છે.
દરેક ધર્મમાં પોતાના સાહિત્યનું એક મહત્ત્વનું સ્થાન હોય છે. જેન પરંપરામાં તીર્થંકર ભગવંતના વાણી, વર્તન, વિચાર અને જ્ઞાનનું જેમાં પ્રતિનિધિત્વ થયું છે એવા સાહિત્યને આગમ કહેવાય છે. જેન પરંપરામાં એનું અદકેરું સ્થાન છે. એ આગમોમાંથી જેમાં જીવવિચારનું વિશેષ પ્રરૂપણ થયું છે એ આગમોનું તુલનાત્મક અધ્યયન અહીં કરવામાં આવ્યું છે. તેમ જ કેટલાક આંશિક વિભાગોની પણ તુલના કરી છે. - જિનાગમોમાં અનેક સ્થળે જીવનું વર્ણન આવે છે. જેમાં વિશેષવર્ણન છે તે નીચે પ્રમાણે છે.
અંગસૂત્રોમાં મુખ્યત્વે- આચારાંગ સૂત્ર, સ્થાનાંગ સૂત્ર, ભગવતી સૂત્ર છે. ઉપાંગસૂત્રોમાં મુખ્યત્વે જીવાભિગમ સૂત્ર અને પ્રજ્ઞાપના સૂત્ર છે.
મૂલ સૂત્રોમાં ઉત્તરાધ્યયન સૂત્ર, દશવૈકાલિક સૂત્ર આદિ અનેક સૂત્રોમાં જીવનું વર્ણન છે.
જૈન ધૃતસાગરમાં અનેક અણમોલ રત્નો પડેલા છે એમાંનું એક અણમોલું રત્ન એટલે ‘જીવ વિચાર પ્રકરણ.’
જે સાધુઓ સૂત્ર અને અર્થના અભ્યાસી હોય, સૂત્ર અને અર્થના રહસ્યને જાણનારા હોય એમને ગીતાર્થ કહેવાય છે. એ ગીતાર્થ સાધુ ભગવંતોએ શાસ્ત્રના એક દેશથી સંબદ્ધ કૃતિઓ અલ્પ બોધવાળાને વિશેષ બોધ પમાડવા માટે રચી હોય તેને પ્રકરણ ગ્રંથ કહેવામાં આવે છે.
જિનાગમોમાં કહેવાયેલા એક એક વિષય અને એક એક વચન પર પ્રકરણો રચાયેલા છે. જે જૈન શ્રતની ભવ્યતા સિદ્ધ કરે છે. શ્રી ઉમાસ્વાતિ મહારાજે ૫૦૦ પ્રકરણ રચ્યા, શ્રી હરિભદ્રસૂરિએ ૧૪૪૪ પ્રકરણો રચ્યા, બીજા પણ અનેક મહાપુરૂષોએ અનેક પ્રકરણોની રચના કરી છે. જો કે એક અલગ વાત છે કે આમાંના મોટાભાગના પ્રકરણો વિલય પામ્યા છે. જે બચ્યા છે એમાં પણ તત્વાર્થાધિગમ સૂત્ર, નવતત્ત્વ પ્રકરણ, દંડક પ્રકરણ, લઘુસંગ્રહણી, ક્ષેત્ર સમાસ , છ કર્મગ્રંથ, ત્રણ ભાષ્ય તથા