________________
૪૨૨
મનાય છે. બીજા ગ્રંથોનું પ્રામાણ્ય આગમને અનુસરવાથી હોય છે. પ્રસ્તુત કૃતિમાં પન્નવણા સૂત્ર, સંસક્ત નિર્યુક્તિ, ઉપદેશમાલા અવસૂરિ, જીવવિચાર પ્રકરણ આદિનો ઉલ્લેખ એમના આગમજ્ઞાનને સિદ્ધ કરે છે.
(૨) ભાષાઓનું જ્ઞાન - ભાષાઓના જ્ઞાન વગર કૃતિનો વિકાસ રૂંધાઈ જાય છે. કવિને ગુજરાતી ભાષા ઉપરાંત સંસ્કૃત, પ્રાકૃતનું પણ જ્ઞાન હતું જેથી એમની કૃતિનો વિકાસ સહજ થયો છે.
(૩) ગુરૂઓનો અનુગ્રહ - આગમજ્ઞાન કે ભાષાજ્ઞાનની પ્રાપ્તિ ગુરૂની કૃપા વગર થાય જ નહિ. એમના પર ગુરૂના ચાર હાથ હતા એ એમની કૃતિઓના અભ્યાસ કરતાં જણાય છે. પ્રસ્તુત કૃતિમાં પણ એમના ગુરૂના અનુગ્રહની પ્રતીતિ નીચેની ગાથાનું અધ્યયન કરતાં થાય છે.
66
૪૯૨ “ગુરૂ તુઝ ર (રે)ચરણે શરિ નામઈવીતા, તત્ત્વભેદ લહઈ સાજી (સારજી), ગુરૂ આધારિ જ્ઞાન લહીનઈં, કીધો જીવવીચારજી.’
(૪) પ્રતિભા - પૂર્વોક્ત ત્રણે હેતુઓ હોય પણ જો પ્રતિભા ન હોય તો આ રચના થાત જ નહિ. કવિ પ્રતિભાસંપન્ન હતા. એ એમની વિવિધ વિષય સભર, વિવિધ પ્રકારની રચનાઓની સૂચિ જોતાં જ ખ્યાલ આવી જાય છે.
પ્રસ્તુત કૃતિમાં કવિએ એક ફૂલમાં આખા બગીચાનો અનુભવ કરાવ્યો છે એક પાંદડીમાં વસંતનો અનુભવ કરાવ્યો છે. એક બુંદમાં સાગરનો અનુભવ કરાવ્યો છે. શ્રુતસાગરના મોતીઓનો પરિચય કરાવ્યો છે.
99
આમ, ઋષભદાસની પર્યાયમાં સાહિત્યનો અમર વારસો પીરસનાર એ આત્મા જ્યાં હશે ત્યાં એણે પોતાની ઉપાસના, સાધના, આરાધનાનું નંદનવન ખીલવ્યું હશે તેમ જ આત્મજ્ઞાનમાં ડૂબકી મારતો હશે.