________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૯૩ ૮) બસત્તા - શ્રાવક કવિ ઋષભદાસની બહુસત્તાનો પરિચય એમના કાવ્યમાંથી મળે છે. માત્ર જૈન સાંપ્રદાયિક શાસ્ત્રોનું જ નહિ અન્ય શાસ્ત્રો વિષયોનું પણ એમને અનુપમ જ્ઞાન હતું. જેમ કે ૧) સ્વપરશાસ્ત્ર નિપુણતા - જેન ઉપરાંત અન્ય દર્શનોનું જ્ઞાન હતું. જેમ કે ‘વ્રતવિચાર રાસ’માંકહ્યું છે કે વેદ - પુરાણમાં રાત્રિભોજનની મનાઈ છે. જીવવિચાર રાસ’માં ષડ્રદર્શનનો નિર્દેશ છે. ૨) ભોજય પદાર્થ જ્ઞાન - કેટલાક કાવ્યોમાં ભોજય પદાર્થોના નામ મળે છે. ૩) આયુર્વેદ નિપુણતા - હિતશિક્ષા રાસમાં આયુર્વેદનું નિરૂપણ છે. ૪) જ્યોતિષ શાસ્ત્ર - રોહિણિયા રાસમાં કુંડળી મૂકી છે. ૫) સ્વપ્નશાસ્ત્ર - કુમારપાળને આવેલા સ્વપ્નોનું વર્ણન કર્યું છે. ૬) શુકન શાસ્ત્ર - શ્રેણિક રાજાને બેનાતટ નગરીમાં પ્રવેશતા થયેલા શુકન. ૭) સામુદ્રિક શાસ્ત્ર - પ્રસંગોપાત સ્ત્રી પુરૂષોના લક્ષણોનું વર્ણન, ગજલક્ષણ, અશ્વલક્ષણ આદિનું વર્ણન.
આ ઉપરાંત રાજનીતિ, કૂટનીતિ, પાંચ પ્રકારના યુદ્ધ, જેન, શેવ, જ્ઞાની, વૃદ્ધ, મંત્રી, કૃપણ, જનની, માગણ, વણિક, ધન, દાન, ભિક્ષા, લક્ષ્મી, લજ્જા, દેણું, લોભ, વિનય, પુણ્ય, જયણા, વિવેક વગેરેના વર્ણનો તથા લોકોની સામાજિક, વ્યવહારિક આદિ જ્ઞાનની વૃદ્ધિ થાય એવા સંગ્રહો પણ મૂક્યા છે. જેમ કે ત્રણ દુઃખ, ચાર પાપ, સાત સ્વર, આઠનો સંગ્રહ - આઠ પુરૂષ, નવ અખુટ વગેરે. એમની સૂક્ષ્માતિસૂક્ષ્મ જાણકારીને પુષ્ટ કરે છે.
એમના રાસમાં તત્કાલીન સમાજના સમૃદ્ધ ચિત્રો જોવા મળે છે. કુમારપાળ રાસમાં રાજપુતોની ૩૬ જાતોનું વર્ણન છે તેમ જ તે વખતની બીજી જ્ઞાતિઓ, તેમના ધંધાઓ, તે વખતના વ્યક્તિનામો, સિક્કાઓનું વર્ણન વગેરે તેમના સામાજિક વિષયના જ્ઞાનની પુષ્ટિ કરે છે. આ બધાથી એમની બહુટ્સત્તા સિદ્ધ થાય છે. ૯) કવિત્વ શલિ - કુમારપાળના રઝળપાટનો વિસ્તૃત ચિત્તાર તેમ જ સિદ્ધરાજની ચિતાનું વર્ણન એમના કવિત્વની ઉત્કૃષ્ટતાને સાબિત કરે છે.
સોનાવરણી ચેહ બલે રે, રૂપાવરણી તે ધુહ રે, કુકમવરણી રે દેહડી, અગનિ પરજાલિએ તેહ રે.
માન ન કરસ્યો રે માનવી, કિસ્યો કાયાનો ગર્વ રે, સુર નર કિનર રાજાઆ, અંતે મૃત્તિકા સર્વ રે. માન ન કરસ્યો રે માનવી.
જે નર ગંજી રે બોલતા, વાપરતા મુખમાં પાન રે, તે નર અગનિ રે પોઢિઆ, કાયા કાજલ વાન રે... માન...
ચંપક વરણી રે દેહડી, કદલી કોમલ જાંઘ રે, તે નર સુતા રે કાષ્ઠમાં, પડે ભડભડી ડાંગ રે...માન..