________________
૯૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત દેહ વિડંબણ નર સુણી, મ કરિસ તુષ્ણા તું લાખ રે,
જેસંગ સરિખો રે રાજીઓ, ખાલી કર્યો તિહાં રાખ રે... ખરેખર વૈરાગ્યભાવ ઉત્પન્ન કરે એવું આ વિલાપ ગીત કવિની કવિત્વ શક્તિનું શ્રેષ્ઠ દૃષ્ટાંત છે.
ડૉ. ઉષાબેન શેઠના મતે “શ્રાવક કવિ ઋષભદાસ માત્ર રાસકાર નથી કલાકાર અને કવિ પણ છે. કેટલાક પ્રાચીન અને મધ્યકાલીન રાસમાં કવિતા શોધી પણ જડતી નથી જયારે ત્રઋષભદાસના ઘણા કાવ્યો કવિતાસભર છે.”
| (ઋષભદાસની સાહિત્યોપાસના - ઉષાબેન શેઠ પૃ. ૪૨૮). બ. ક. ઠાકોરના શબ્દોમાં કહીએ તો “શ્રાવક કવિ ઋષભદાસના ઘણા દુહા અને ચઊપઈ અને ખાસ કરીને કવિત શામળની લઢણને અને શામળની શબ્દરચનાને એટલા તો મળતા આવે છે કે શામળને ઋષભસવાઈ કહેવાનું આપણને મન થઈ જાય છે. માત્ર ઋષભની કૃતિઓમાં જે લોકપ્રિય ઢાળોના મીઠાં અસરકારક પદો જોવામાં આવે છે તે એની કવિત્વ પદ્ધતિનો અંશ શામળમાં નથી.”
(જેન સાહિત્ય બક. ઠાકોર પૃ. ૩૩૬) આ અવતરણો પણ કવિની ઉત્તમ કવિત્વ શક્તિને બિરદાવે છે.
અક્ષરોનું અંકન કરનારા, શબ્દોના શોધક, શબ્દોના સ્વામી, શબ્દોના સર્જક, વિચારોને વાવનાર, અક્ષરોને બે હાથે ભેગા કરી હજાર હાથે વહેચનાર એવા શ્રાવક કવિ માત્ર આકૃતિથી જ માનવ નહોતા પરંતુ જાગૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિથી પણ માનવ હતા.
એથી શબ્દો સરી પડે છે કે જેમની કૃતિઓ કલ્યાણકારી, આકૃતિ આલ્હાદકારી, પ્રકૃતિ પાવનકારી, સંસ્કૃતિ શાસનની શાન વધારનારી એવા શ્રાવક કવિ ઋષભદાસની સ્મૃતિ માનસપટ પર ચિરસ્મરણીય અંકિત થઈ ન જાય તો જ નવાઈ !
એમની કૃતિઓમાં ચીવટ અને ચોકસાઈ નીતરે છે. ગુરૂવંશ અને પિતૃવંશ તથા એમનું પોતાનું જે વર્ણન એમની કૃતિઓમાંથી પ્રાપ્ત થાય છે એ એમની ચીવટનું અમીટ ઉદાહરણ છે.
કવિનો ‘ગુરૂવાર” પ્રત્યેનો પ્રેમ પણ ઉલ્લેખનીય છે. જેન ગૂર્જર કવિઓમાં ૨૫ કૃતિના આદિ અંત છે એમાંથી એમણે ૧૬ કૃતિઓ ગુરૂવારે રચી છે. ‘કુમારપાળ રાસ’માં ‘વાર ગુરૂ ગુણ ભયો’ કહીને ગુરૂવારનું મહત્વ આલેખ્યું છે. એમની બધી કૃતિઓ પ્રાયઃ ખંભાતમાં જ રચાઈ છે. નેમનાથ રાસ’, ‘જીવવિચાર રાસ’માં ખંભાતનો ખંભનયર અને ત્રંબાવતી બંને તરીકે ઉલ્લેખ છે. ‘હીરવિજયસૂરિ રાસ’માં ઉખાણામાં ખંભાતનો, નગરીના વર્ણનમાં ખંભાયત અને ત્રંબાવતીનો ઉલ્લેખ છે. બાકીની કૃતિઓમાં પ્રાયઃ ત્રંબાવતી નગરીનો જ નામ નિર્દેશ. છે.ઉપદેશમાલામાં પણ ઉખાણારૂપે ખંભાતનો ઉલ્લેખ છે. ‘હીરવિજયસૂરિ રાસ'માં