________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૯૫ અને આમાં એક જ સરખી ગાથા છે. સને ૧૬૮૨ ની સાલમાં એમણે પાંચ કૃતિઓ રચીને વિક્રમ સજર્યો છે જે એમનો શ્રેષ્ઠ સર્જનકાળ કહી શકાય.
પાદટીપને આધારે એમની નાનામાં નાની રાસ કૃતિ ‘આર્દ્રકુમારનો રાસ ૯૭ ગાથાની છે. મોટામાં મોટી કૃતિ ‘હીરવિજયસૂરિ રાસ લગભગ ૬૫૦૦ ગાથાની
સમૃદ્ધ ગૃહસ્થ, શ્રેષ્ઠ શ્રાવક, સમર્થ સાહિત્યકાર આજ્ઞાંકિત પુત્ર, ગૌરવશાળી વત્સલ પિતા, આદર્શ શિષ્ય, ગુરૂભક્ત, આદર્શ શિક્ષક, આદર્શ પૌત્ર એ એમની
વ્યક્તિત્વની કુંડળીના ઉચ્ચ સ્થાને રહેલા નવ ગ્રહો છે. તો ભાષા પર પ્રભુત્વ, શબ્દોનું સામર્થ્ય, અલંકારોનું આલેખન, રસનો રસથાળ, શબ્દ શક્તિનો પ્રયોગ, કથાત્મક શૈલી, ઉપદેશાત્મક શૈલી, વર્ણનાત્મક શૈલી, પ્રતિપાદક શૈલી એ એમની કવિત્વની કુંડળીમાં ઉચ્ચ સ્થાને રહેલા નવ ગ્રહો છે.
અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં કવિનો ઉલ્લેખ – અન્ય ગ્રંથોમાં કવિની પ્રસિદ્ધિ ૧) ભગવદ્ ગોમંડળ - મૃ. ૧૭૦૨
ઋષભદાસ - “નાકર યુગમાંના એ નામના એક જૈન શ્રાવક કવિ તે પ્રાગ્વશી એટલે તે પોરવાડ વણિક હતા. ખંભાતમાં મહિરાજના દિકરા સાંગમને સરૂપાંદે નામની સ્ત્રીથી તેમનો જન્મ થયો હતો. ખંભાતમાં જ રહી અનેક ગુજરાતી. કાવ્યકૃતિ અને રાસ લખ્યા હતા. નાનો કુમારપાળરાસ, મોટો કુમારપાળ રાસ, નવતત્ત્વ રાસ, વીશસ્થાનક તપ રાસ, હિતશિક્ષા રાસ, હીરવિજયસૂરિ રાસ વગેરે તેમણે રચેલ છે. તેમની કારકિર્દી સંવત ૧૬૨થી એટલે ઈસવીસનના સત્તરમા સેકાથી શરૂ થાય છે. એટલે પ્રેમાનંદ, શામળ અને અખાની પહેલા તે થઈ ગયા હોવાનું જણાય છે.” ૨) ગુજરાતી સાહિત્ય પૃ. ૧૬૬ પર શ્રાવક કવિ ઋષભદાસનું વર્ણન છે. ૩) જૈન સાહિત્યમાં પૃ. ૩૩૬ પર શ્રાવક કવિ ઋષભદાસની કૃતિઓને આધારે રૂપરેખા દોરી છે. ૪) ભગવદ્ગોમંડળ પૃ. ૮૬૧૪ ‘સંઘવી” શબ્દના અર્થમાં લખ્યું છે કે ઋષભદાસના પિતાશ્રી સાંગણે પણ ‘સંઘવી” તરીકે ખ્યાતિ મેળવી છે. ગુ.સા. પરિષદ ૫) ‘ઋષભદાસની સાહિત્યોપાસના’ એવો એક શોધ નિબંધ ડૉ. ઉષાબેન શેઠે લખ્યો છે. ૬) કવિ ઋષભદાસ એક અધ્યયન' પ્રો. ડૉ. વાડીલાલ ચોકસીનો શોધ નિબંધ છે. ૭) “કવિશ્વર ઋષભદાસ’ કર્તા રા. રા. મોહનલાલ દલીચંદ દેસાઈની કૃતિ છે. ૮) હિતશિક્ષા રાસના રહસ્યમાં કુંવરજી આણંદજી એ પ્રસ્તાવનામાં કવિ ઋષભદાસનું વર્ણન કર્યું છે.