________________
૯૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૯) કુમારપાળ રાજાના રાસમાં શ્રી શિવલાલ જેસલપુરાએ કવિ વિશેનો એક લેખા લખ્યો છે. ૧૦) ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં પણ એમનો સંક્ષિપ્ત જીવનવૃત્તાંત છે. ૧૧) ખંભાતના જિનાલયો ચંદ્રકાંત કડિયા લિખિત શેઠ આણંદજી કલ્યાણજી દ્વારા પ્રકાશિત પુસ્તકમાં પૃ. ૩૮૫ પર કવિ શ્રી ઋષભદાસકૃત બંબાવતી તીર્થમાળ (સં. ૧૬૭૩) પ્રગટ થઈ છે તેમ જ પૃ. ૧૧૦,૩૪૦ પર અને પ્રસ્તાવનામાં તેમનો ઉલ્લેખ છે. ૧૨) અનુસંધાન અંક ૮,૧૯ માં એમનો ઉલ્લેખ છે. ૧૩) હીરવિજયસૂરિ રાસ ભાવાનુવાદ આ. શ્રી વિજયનેમચંદ્રસૂરિમાં પણ એમની. જીવનઝરમર છે.
આ બધા પરથી ખ્યાલ આવે છે કે કવિ કેટલા લોકજીભે ચડ્યા હશે. તેમ જ લોકચાહના મેળવી હશે જેથી વિવિધ ગ્રંથોમાં ઉલ્લેખ થયો છે તેમ જ તેમના પર જ આખેઆખા પુસ્તકો લખાયા છે. જે એમની લોકપ્રિયતા પૂરવાર કરે છે. ઉષાબેન શેઠે પણ એમની લોકપ્રિયતાનો નિર્દેશ કર્યો છે. જે નીચે મુજબ છે. ૧) વર્તમાને એમના રાસ, સ્તુતિ, સજઝાય વગેરે રચનાઓની ઘણી પ્રસિદ્ધિ છે. ૨) એમનો ભરતેશ્વર રાસ જૈન મુનિ વ્યાખ્યાનમાં વાંચે છે. ૩) એમના મુદ્રિત સ્તવનો, સ્તુતિઓ ભવ્યાત્માઓ દેરાસરમાં બોલે છે. પ્રતિક્રમણમાં બોલાય છે. (નેમિનાથ સ્તુતિ) ૪) શત્રુંજયના નવ ખમાસમણાના દુહા કાર્તિક પૂનમે શત્રુંજય તીર્થ કે એમના પટને ખમાસમણા દેતી વેળાએ ચતુર્વિધ સંઘ ભાવથી બોલે છે. ૫) એમના ભાવવાહી સ્તુતિઓમાંથી કેટલીક પ્રખ્યાત સ્તુતિઓ ગાયકોએ ગાઈ છે. “સંસારના ખોટા સગપણની સજઝાયનું ટેપરેકોર્ડિંગ પણ થયું છે. ૬) ભરતેશ્વર રાસ, કુમારપાલ રાસ, હીરવિજયસૂરિ રાસ, હિતશિક્ષા રાસ, આદિ પ્રકાશિત થયા છે.
કર્તુત્વ.
કવિની કૃતિઓ કવિ ઋષભદાસ - એક અધ્યયન” (ઈ.સ. ૧૫૭૫ - ૧૬૩૫) નામની કૃતિમાં પ્રો. ડૉ. શ્રી વાડીલાલ ચોકસીએ જણાવ્યા અનુસાર કવિએ અનેક પ્રતો. લખી લખાવી છે. કવિના ‘હીરવિજયસૂરિ રાસ’માં ખુદ કવિએ જ જણાવ્યું છે કે ‘તવન અઠાવન ચોત્રીસ રાસો, પુણ્ય પસાચો દીઈ બહુમુખ વાસો,
ગીત થઈ નમસ્કાર બહુ કીધા, પુણ્ય માહિ લખી સાધુનિ દીધા.' આ પરથી જણાય છે કે કવિએ ૩૪ રાસ તથા ૫૮ સ્તવન રચ્યાં હતાં અને તે ઉપરાંત અનેક ગીતો, થોયો-સ્તુતિઓ, નમસ્કાર, સઝાય વગેરે રચ્યાં હતાં. અને