________________
૯૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત પણ પાત્રાલેખન કર્યું છે. ચરિત્ર ચિત્રણમાં સારું કૌશલ દાખવ્યું છે. શ્રાવક કવિ ઋષભદાસની શૈલીમાં સ્વાનુભવનું અંકન અને ઘટનાચક્રનું યથાર્થ વર્ણન મળે છે. રાજનીતિ અને ઐતિહાસિક વિગતોને કવિ જે રીતે એક ઈતિહાસજ્ઞની રીતે પ્રસ્તુત કરી શકે છે તે જ રીતે કાવ્યમય પ્રસંગો પણ એક ઉર્મિશીલ અને ભાવુક કવિની જેમ વર્ણવી શકે છે. ૬) ઈદ - દેશી - વિવિધ છંદો, દુહા, ચોપાઈ, વસ્તુ, અડઅલ્લ, ગૂટક, કુંડલ, કવિત્ વગેરે છંદોનો પ્રયોગ કર્યો છે. - દેશી - રાગ - પોતાના કાવ્યો તાલબદ્ધ રાગમાં ગાઈ શકાય તેવી વિવિધ પ્રકારની દેશીઓમાં રચ્યા છે. વસંત-ભૈરવ વગેરે.
વિશેષતા એમના કાવ્યોમાં કેટલેક સ્થળે તો એક જ ઢાળને ગાવા માટે બબ્બે દેશીઓનો તેમ જ બે - ત્રણ કે ચાર રાગોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જે કવિની સંગીત વિશારદતાને પૂરવાર કરે છે. સાત સ્વર ક્યાંથી નીકળે ને કોણ બોલે છે એનું પણ નિરૂપણ કર્યું છે. જે એમની સ્વરશાસ્ત્રની નિપુણતાને સિદ્ધ
કરે છે.
હીરવિજયસૂરિ રાસમાં છ રાગ ૩૬ રાગિણીઓના નામ આપીને પોતાની રાગ વિષયક જ્ઞાનની સિદ્ધિ કરી છે. ૭) વર્ણનાત્મક રૌલી - એમની વર્ણનાત્મક શૈલી એમની સૂક્ષ્મ, અદ્ભુત નિરીક્ષણ શક્તિનો પુરાવો છે. કુમારપાળ રાસમાં ખંભાતનું વર્ણન ઉત્સાહપૂર્વક વિસ્તારથી પણ કવિ સુલભ અતિશયોક્તિ વિનાનું કર્યું છે. તે ખાસ ધ્યાન ખેંચે છે. ખંભાત વિશે ૧૭મી સદીના યુરોપિયન મુસાફરો ડિલાવેલી, મેન્ડલસ્કો ને બોલ્ડિયસ જે કાંઈ લખી ગયા છે તેની સાથે તે મળતું આવે છે. જે કવિની ઉત્તમ વર્ણન શક્તિનો નમૂનો છે.
પ્રકૃતિવર્ણનો - એમનો પ્રકૃતિપ્રેમ છતો કરે છે. માનવપ્રકૃતિના સ્વસંવેદનથી રચાયેલા છે. સરસ્વતી વર્ણનો - સરસ્વતી દેવીનું નખશીખ વર્ણન એમની કવિત્વ શક્તિનો પરિચય કરાવે છે. અન્ય નારીવર્ણનોમાં પરંપરાગત પ્રાકૃતિક ઉપમાનો પ્રયોગ કર્યો છે. એમના કાવ્યમાં આવતા પાત્રોના રૂપને વસ્ત્રાભૂષણના વર્ણનો રોચક છે. વ્રતવિચાર રાસમાં સરસ્વતીદેવીના વર્ણનમાં કવિનું વર્ણન કૌશલ વિશેષ ઝળકે છે.
મનોવૈજ્ઞાનિક ચિત્રણ - ઉષાબેન શેઠના જણાવ્યા અનુસાર “કવિના સજીવ મનોવૈજ્ઞાનિક ચિત્રણ આકર્ષક છે. એવા કેટલાક વર્ણનોમાં કવિ પાઠકના મનોવગેતરપૂર્ણ અધિકાર રાખી શકે છે. એક ભાવ પછી તરત જ બીજા વિપરીત ભાવના નિરૂપણમાં એમની મનોવૈજ્ઞાનિક સૂઝની વિલક્ષણતાના દર્શન થાય છે.”
(ઋષભદાસની સાહિત્યોપાસના - ઉષાબેન શેઠ પૃ. ૪૨૭)